Cricket Video: જસપ્રિત બુમરાહે જબરદસ્ત નકલ ઉતારતા અનિલ કુંબલેએ આપી પ્રતિક્રીયા, જુઓ

ટીમ ઇન્ડીયા (Team India) ના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે (Jaspreet Bumrah) અનિલ કુબંલે (Anil Kumble) ની બોલીંગની નકલ કરીને ફેંસને દંગ રાખી દીધા હતા. તેની આ કમાલની નકલનો વિડીયો ટીમ ઇન્ડીયા એ સોશિયલ મિડીયા પર પોષ્ટ કર્યો હતો.

Cricket Video: જસપ્રિત બુમરાહે જબરદસ્ત નકલ ઉતારતા અનિલ કુંબલેએ આપી પ્રતિક્રીયા, જુઓ
Anil Kumble & Jaspreet Bumrah
| Edited By: | Updated on: Feb 02, 2021 | 9:49 AM

ટીમ ઇન્ડીયા (Team India) ના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે (Jaspreet Bumrah) અનિલ કુબંલે (Anil Kumble) ની બોલીંગની નકલ કરીને ફેંસને દંગ રાખી દીધા હતા. તેની આ કમાલની નકલનો વિડીયો ટીમ ઇન્ડીયા એ સોશિયલ મિડીયા પર પોષ્ટ કર્યો હતો. બુમરાહની બોલીંગ એકશન (Bowling Action) ની નકલ બાદ હવે ખુદ ‘જંબો’ એટલે કે અનિલ કુંબલેએ પ્રતિક્રિયા આપી છે. કુંબલેએ કહ્યુ હતુ કે, ઝડપી બોલરે તેમની બોલીંગની ખુબ સારી નકલ ઉતારી છે.

કુંબલે એ સંબંધીત ટ્વીટ પર રિપ્લાય કરતા લખ્યુ હતુ કે, શાબાશ બુમ, તમે આની ખૂબ નજીક હતા. તમે આગળની પેઢીના યુવા ઝડપી બોલરો માટે એક પ્રેરણાં છો. જે તમારી સ્ટાઇલની નકલ કરી રહ્યા છે. આગળની સિરીઝ માટે શુભકામનાઓ. અનિલ કુંબલે એ ભારત તરફથી વન ડે અને ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક વિકેટ લેનારા બોલર છે. તેમણે 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય મેળવી હતી. તેમના નામે ટેસ્ટ ક્રિકેટમાં 619 વિકેટ નોંધાયેલી છે. તેણે 2016-17માં ટીમ ઇન્ડીયાના હેડ કોચની જવાબદારી નિભાવી હતી.

ગત શનિવારે ટીમ ઇન્ડીયાએ જસપ્રિત બુમરાહનો એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે મહાન બોલર અનિલ કુંબલેની બોલીંગ નકલ ઉતારી રહ્યો હતો. આ વિડીયોના કેપ્શનમાં લખ્યુ હતુ. અમે અત્યાર સુધી જસપ્રિત બુમરાહને સટીક યોર્કર અને ખતરનાક બાઉન્સર મારતો જોયો છે. અહી અમે આપના માટે બુમરાહનુ એવુ વર્ઝન લાવ્યા છીએ, જેને તમે પહેલા ક્યારેય નહી જોયુ હોય. બુમરાહ મહાન સ્પિનર અનિલ કુંબલેની નકલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને કેટલીક હદે તે સારી રીતે તેમાં સફળ પણ રહ્યો છે.

https://twitter.com/anilkumble1074/status/1355724848270516225?s=20

આ વિડીયોમાં સ્પષ્ટ જોવાઇ રહ્યુ છે કે, બુમરાહ શાનદાર રીતે ‘જંબો’ ની નકલ ઉતારી રહ્યો છે. તે કુંબલેના માર્ગદર્શનમાં જ હતો. તેમના માર્ગદર્શનમાં જ બુમરાહે આંતરરાષ્ટ્રીય કેરિયરની શરુઆત કરી હતી. બુમરાહ હાલમાં ઇંગ્લેંડ સામેની ટેસ્ટ સીરીઝ માટેની તૈયારીઓ કરી રહ્યો છે. ટેસ્ટ સિરીઝ આગામી પાંચમી ફેબ્રુઆરી થી શરુ થઇ રહી છે.