T20 World Cup 2007 થી 2021 સુધીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન, જુઓ યાદી

|

Nov 15, 2021 | 1:50 PM

ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ 2021નું વિજેતા બની ગયું છે. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ન્યુઝીલેન્ડ (Australia vs New Zealand) ને 8 વિકેટથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે.

T20 World Cup 2007 થી 2021 સુધીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન, જુઓ યાદી
Babar Azam

Follow us on

T20 World Cup 2021 પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ (Pakistan captain Babar Azam) આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો. આપણે ટોપ-5 બેટ્સમેનોની યાદી જોઈએ.

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ, ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર, પાકિસ્તાનના વિકેટકીપર મોહમ્મદ રિઝવાન, ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જોસ બટલર અને શ્રીલંકાના યુવા ખેલાડી ચરિત અસલંકાએ બેટથી ધૂમ મચાવી છે. આ ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા હતા

બાબર આઝમ ટી20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup)માં 300 રન પાર કરનાર એકમાત્ર બેટ્સમેન હતો. પાકિસ્તાનના કેપ્ટને 6 મેચમાં ચાર અડધી સદીની મદદથી 303 રન બનાવ્યા હતા. તેની સરેરાશ 60 હતી અને તેનો સ્ટ્રાઈક રેટ 126 હતો. ડેબ્યૂ ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ આઝમના નામે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

2007 – મેથ્યુ હેડન (265 રન)

2009 – તિલકરત્ને દિલશાન (317 રન)

2010 – મહેલા જયવર્દને (302 રન)

2012 – શેન વોટસન (249 રન)

2014 – વિરાટ કોહલી (319 રન)

2016 – તમીમ ઇકબાલ (295 રન)

2021 – બાબર આઝમ (303 રન)

આઇપીએલ (IPL)માં ખરાબ પ્રદર્શન બાદ ડેવિડ વોર્નરને સનરાઇઝર્સ હૈદરાબાદે પ્લેઇંગ-11માંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. પરંતુ આ ડાબા હાથના બેટ્સમેને ફરી એકવાર સાબિત કર્યું કે, તે મોટી મેચોનો ખેલાડી છે. વોર્નરે સેમીફાઈનલમાં પાકિસ્તાન સામે 49 અને ફાઈનલમાં ન્યુઝીલેન્ડ (New Zealand)સામે 53 રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. આ બેટ્સમેને 7 મેચમાં 146ના સ્ટ્રાઈક રેટથી 289 રન બનાવ્યા છે. વોર્નરે આ ટૂર્નામેન્ટમાં ત્રણ અડધી સદી ફટકારી હતી

મોહમ્મદ રિઝવાન વર્ષ 2021માં 1000 થી વધુ T20 રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન છે. T20 વર્લ્ડ કપમાં પણ તેનું જબરદસ્ત ફોર્મ રહ્યું હતું. ભારત સામેની પ્રથમ મેચમાં આ બેટ્સમેને અણનમ 79 રન બનાવ્યા હતા. આ સિવાય સેમિફાઇનલ (Semifinals)માં પણ આ બેટ્સમેને ઓસ્ટ્રેલિયા સામે 67 રન બનાવ્યા હતા. રિઝવાને 6 મેચમાં 70ની એવરેજથી 281 રન બનાવ્યા છે. તેણે ત્રણ અડધી સદી ફટકારી હતી.

જોસ બટલર T20 વર્લ્ડ કપ 2021માં સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી હતો. તેણે આ ટૂર્નામેન્ટમાં 13 સિક્સ પણ ફટકારી હતી. બટલરે 6 મેચમાં 151ની સ્ટ્રાઈક રેટ અને 90ની આસપાસની એવરેજથી 269 રન બનાવ્યા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 101 રન હતો

આ પણ વાંચો : ‘જરૂરી નથી કે દરેક વખતે પારિવારિક વિવાદોમાં પતિનો જ વાંક હોય’ દિલ્હીની નીચલી અદાલતના નિર્ણય સામે સેશન્સ કોર્ટેનુ અવલોકન

આ પણ વાંચો : T20 World Cup સાથે એક અનોખો ‘શ્રાપ’ જોડાયેલો છે, વિરાટ કોહલી બાદ હવે બાબર આઝમ શિકાર થયો

Next Article