Yuvraj Singh ને સપનુ ચકનાચૂર થયાનુ દર્દ છલકાયું, કેપ્ટન બનવાની આશા વચ્ચે જ ધોનીનુ નામ એલાન થયુ હતુ

|

Jun 11, 2021 | 8:32 AM

ભારતીય ક્રિકેટના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh) છ બોલ માં છ છગ્ગા લગાવવાને લઇને આજે પણ દુનિયાભરમાં યાદ કરાય છે. જોકે યુવરાજ સિંહનુ હવે દર્દ છલકાયુ છે, કે તેને ભારતીય ક્રિકેટ ટીમ (Team India) માં સપનાનુ સ્થાન ના મળી શક્યુ.

Yuvraj Singh ને સપનુ ચકનાચૂર થયાનુ દર્દ છલકાયું, કેપ્ટન બનવાની આશા વચ્ચે જ ધોનીનુ નામ એલાન થયુ હતુ
Yuvraj Singh-MS Dhoni

Follow us on

ભારતીય ક્રિકેટના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh) છ બોલ માં છ છગ્ગા લગાવવાને લઇને આજે પણ દુનિયાભરમાં યાદ કરાય છે. જોકે યુવરાજ સિંહનુ હવે દર્દ છલકાયુ છે, કે તેને ભારતીય ક્રિકેટ ટીમ (Team India) માં સપનાનુ સ્થાન ના મળી શક્યુ. યુવરાજ ને 2007 માં રમાયેલા T20 વિશ્વકપ દરમ્યાન ભારતીય ટીમના કેપ્ટન બનવાની આશા હતી. પરંતુ તેનુ આ સપનુ ત્યારે ચુર ચુર થઇ ગયુ, જ્યારે તેના બદલે એમએસ ધોની (MS Dhoni) ને કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

એમએસ ધોની અને તેની ટીમે T20 વિશ્વકપની પ્રથમ સિઝનને શાનદાર રીતે જીતી લીધી હતી. યુવરાજ સિંહ માટે, તે વિશ્વકપ યાદગાર નિવડ્યો હતો. તેણે ઇંગ્લેંડ સામેની મેચમાં બોલર સ્ટુઅર્ટ બ્રોડ ની એક ઓવરમાં છ છગ્ગા લગાવી દીધા હતા. તેની આ ઉપલબ્ધીએ વિશ્વભરના ક્રિકેટ રસિયાઓને માટે રોમાંચક યાદ સ્વરુપ દૃષ્ય બનાવી દીધુ હતુ.

મીડિયા રિપોર્ટસ મુજબ એક યુવરાજ સિંહે એક વાતચીતમાં તેણે ખુલીને કેટલીક વાતોને કરી હતી. તેણે કહ્યુ, તો ભારતે 50 ઓવર વિશ્વકપને ગુમાવી દીધો હતો. બરાબર ? મારો મતલબ એ છે કે, તે સમયે ભારતીય ક્રિકેટમાં ખૂબ ઉથલ પાથલ મચી હતી. બરાબર તેના બે મહિના બાદ જ ઇંગ્લેંડ પ્રવાસ હતો, સાથે જ સાઉથ આફ્રિકા અને આયરલેન્ડની એક મહિનાની ટૂર હતી. જ્યારે એક મહિનો T20 વિશ્વકપ હતો. આમ કુલ મળીને ચાર મહીના માટે ઘર થી દૂર રહીને ક્રિકેટ રમવાની હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આગળ કહ્યુ, તો સિનીયર ખેલાડીઓએ બ્રેક લેવાનુ વિચાર્યુ હતુ. સ્વાભાવિક રીતે તે સમયે T20 વિશ્વકપને કોઇએ આટલા ગંભીરતા પૂર્વક કોઇએ નહોતો લીધો. હું આશા કરી રહ્યો હતો કે, T20 વિશ્વકપમાં મને ભારતનો કેપ્ટન બનાવવામાં આવશે. ત્યાર બાદ એલાન કરવામાં આવ્યુ કે, મહેન્દ્રસિંહ ધોની ટીમના કેપ્ટન હશે.

કેપ્ટન જે પણ બને સપોર્ટ જરુરી, યુવી

વાત કરતા, ધોની સાથેના સંબંધોને લઇને યુવરાજ સિંહે કહ્યુ હતુ કે, પૂર્વ કેપ્ટન સાથે તેને કોઇ જ મતભેદ નહોતો. તેણે કહ્યુ કે, હા સ્વાભાવિક રીતે જે પણ કેપ્ટન બને તેને સપોર્ટ કરવો પડશે. ચાહે તે રાહુલ હોય, સૌરવ ગાંગુલી હોય કે ભવિષ્યમાં કોઇ અન્ય. દિવસના અંતમાં આપ એક ટીમ મેન બનવા ઇચ્છો છો અને હું એવો જ હતો.

સિનીયર ખેલાડીઓએ બ્રેક લેતા, ઝાહિર ખાને મને પણ કહ્યુ, કે મારે પણ આરામ કરવો જોઇએ. તે એક લાંબો પ્રવાસ છે. મને યાદ છે કે, પ્રથમ મેચ વેસ્ટઇન્ડીઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે હતી. જે મેચમાં ગેઇલ એ 50 બોલમાં 55 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ઝાહિર એ મને મેસેજ કરી ને કહ્યુ હતુ કે, આભારી છુ કે, હું ટૂર્નામેન્ટ નથી રમી રહ્યો. પરંતુ જ્યારે અમે ટૂર્નામેન્ટ જીતવામાં સફળ થયા તો, તેણે કહ્યુ, ઓહ નો ! મારે રેસ્ટ નહોતો કરવો જોઇતો.

Next Article