Yuvraj Singh: આજના દિવસે યુવરાજ સિંહે ‘સિક્સર કિંગ’ નુ બિરુદ મેળવ્યુ હતુ, છ બોલમાં છ શાનદાર સિક્સરની, જુઓ

|

Sep 19, 2021 | 12:29 PM

ટીમ ઈન્ડીયાના ઓલરાઉન્ડર યુવરાજ સિંહે (Yuvraj Singh) ઈંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ દ્વારા T20 વર્લ્ડ કપ (T20 World Cup) 2007 દરમ્યાન એક ઓવરમાં 6 સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.

1 / 8
આજે (19 સપ્ટેમ્બર) ભારતના ક્રિકેટ ઇતિહાસમાં ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે જ યુવરાજ સિંહ (Yuvraj Singh) ને 'સિક્સર કિંગ' (Sixer King) નું બિરુદ આપવામાં આવ્યું હતું. યુવરાજ સિંહે ડરબનમાં દક્ષિણ આફ્રિકા સામે T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં છ બોલમાં છ સિક્સર ફટકારી હતી. આ મેચમાં એન્ડ્ર્યુ ફ્લિન્ટોફ સાથેની ઘર્ષણ બાદ યુવરાજ સિંહે સિક્સરના વરસાદથી પોતાનો ગુસ્સો શાંત કર્યો.

2 / 8
પ્રથમ બોલઃ યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડ (Stuart Broad) નો પહેલો બોલ કાઉ કોર્નર પર ફટકાર્યો હતો. બોલ સીધો સ્ટેડિયમની બહાર જઇને પડ્યો હતો. ઓવરની આ પ્રથમ સિક્સર 111 મીટરની લંબાઈની હતી.

3 / 8
બીજો બોલઃ બ્રોડ એ પછીનો બોલ યુવરાજના પગમાં નાંખ્યો. યુવરાજે અહીં શાનદાર ફ્લિક શોટ રમ્યો હતો અને બોલ બેકવર્ડ સ્ક્વેર લેગ ઉપર થઇને ગયો હતો. આમ ઓવરની બીજી સિક્સ નોંધાઈ હતી.

4 / 8
ત્રીજો બોલઃ સ્ટુઅર્ટ બ્રોડ એ ત્રીજો બોલ લોઅર ફુલ ટોસ ફેંક્યો. યુવરાજે સ્ટમ્પની લાઇન પર આવતા આ બોલને  જગ્યા બનાવીને રમ્યો અને તેને એક્સ્ટ્રા કવર પર રમ્યો હતો. આ રીતે તેણે સતત ત્રીજી સિક્સર ફટકારી હતી.

5 / 8
ચોથો બોલઃ સ્ટુઅર્ટ બ્રોડે ફરી એક વખત ચોથા બોલમાં રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરવાનું નક્કી કર્યું. જેમ તેણે પ્રથમ બોલમાં કર્યું હતું. આ બોલ વાઈડ ફુલ ટોસ હતો અને યુવીએ તેને વધારે મહેનત કર્યા વગર ઉભા ઉભા જ રમીને બેકવર્ડ પોઈન્ટ પર ચોથી સિક્સર ફટકારી હતી.

6 / 8
પાંચમો બોલઃ કેપ્ટન પોલ કોલિંગવુડ એ દોડી આવીને સ્ટુઅર્ટ બ્રોડને કેટલીક સલાહ આપી. આ પછી બ્રોડે ફરીથી ઓવર ધ વિકેટ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આ વખતે યુવરાજે એક ઘૂંટણ જમીન પર રાખ્યો અને બોલને મિડવિકેટ ઉપર રમ્યો. પાંચમા છગ્ગા બાદ સ્ટેડિયમથી લઇને ડગઆઉટ સુધી ઉજવણીનું વાતાવરણ છવાઇ ગયુ હતું

7 / 8
છઠ્ઠો બોલઃ બ્રોડે ઓવરના અંતિમ બોલને ફેંક્યો, જે બેટની રેન્જમાં હતો. યુવરાજે તેને વાઇડ મિડ ઓન પર રમ્યો અને છ બોલમાં છ છગ્ગા પૂરા કર્યા. આ ઇનિંગ સાથે, તેણે રેકોર્ડ્સની લાઇન લગાવી દીધી હતી.

8 / 8
યુવરાજે 12 બોલમાં 6 સિક્સરની મદદથી 50 રન પણ પૂરા કર્યા હતા. T20 ઇન્ટરનેશનલના ઇતિહાસમાં આ સૌથી ઝડપી અર્ધસદી છે. જે અત્યાર સુધી રહી છે. યુવરાજ સિંહે આ મેચમાં 16 બોલમાં 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

Next Photo Gallery