ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણ આમ પણ તોફાની બેટિંગ કરવાને લઈ જાણિતો હતો. હાલમાં તેણે પોતાનો આ અંદાજ ઝિમ્બાબ્વેની ધરતી પર બતાવ્યો છે. યુસુફ પઠાણે T10 લીગમાં રમતા ધમાલ મચાવી દીધી છે. તેની બેટિંગ જોનારાઓને મોજ કરાવી દીધી હતી. દરેક બોલ જાણે કે બાઉન્ડરીની પાર પહોંચાડવાનો હોય એમ તે બેટ ઉઠાવતો નજર આવતો હતો. આતશી છગ્ગા અને સણસણતો બોલ બાઉન્ડરી પાર થતો જોઈને ચાહકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા. જ્યારે બોલરો લાચાર જોવા મળી રહ્યા હતા.
યુસુફ પઠાણે રનની આંધી સર્જી દીધી હોય એ રીતે પોતાના બેટ વડે 80 રન ફટકાર્યા હતા. જોબર્ગ બફેલોઝ ટીમ વતીથી રમતા યુસુફ પઠાણે ધમાલ કરી હતી. હરીફ ટીમ ડરબન ક્લંદર્સે 10 ઓવરમાં 140 રન નોંધાવ્યા હતા. આ સ્કોરને પાર કરવા માટે જોબર્ગને પ્રતિ ઓવર 14 રનની જરુર હતી. આ લક્ષ્યને પાર કરવા માટે પઠાણે અણનમ રહેતા તોફાની પારી રમી હતી. આમ 6 વિકેટે તેની ટીમે જીત મેળવી હતી.
જોબર્ગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. આમ ડરબન ટીમે પ્રથમ બેટિંગ કરતા 140 રનનો સ્કોર 4 વિકેટના નુક્શાન પર નોંધાવ્યો હતો. જેમાં સૌથી વધારે મસકઝાદાએ સૌથી વધારે 31 રન એક જ ઓવરમાં ગુમાવ્યા હતા. મુશ્કેલ લક્ષ્ય જોબર્ગ સામે હતુ અને આ માટે શરુઆત ઠીક રહી હતી. જોકે ચોથા ક્રમે રમતમાં આવેલા યુસુફ પઠાણે શરુઆતથી જ બેટિંગ ધમાકેદાર શરુ કરી હતી.
પઠાણે તોફાની બેટિંગ કરાત 9 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે 4 ચોગ્ગા નોંધાવ્યા હતા. માત્ર 26 બોલનો સામનો કરીને પઠાણે 80 રનનુ યોગદાન આપીને ટીમને એકલા હાથે જીત અપાવી હતી. ટીમમાંથી પઠાણ સિવાય એક પણ ખેલાડીએ 20 રન આંકને સ્પર્શ કર્યો નહોતો. પઠાણે આ દરમિયાન 307.69 રનની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. ડરબનના મોહમ્મદ આમીરની સૌથી વધારે ધુલાઈ થઈ હતી. તેણે 2 ઓવર કરીને 42 રન લુટાવ્યા હતા.
Far from over when @iamyusufpathan is in this form! 🚀#JBvDQ #T10League #ZimAfroT10 #CricketsFastestFormat pic.twitter.com/g6dVTBpqPt
— ZimAfroT10 (@ZimAfroT10) July 28, 2023
જોબર્ગ 1 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. અંતિમ ઓવરમાં 20 રનની જરુર હતી. મુશ્ફિકુરે સિંગલ રન લઈને યુસુફ પઠાણને બેટિંગ આપી હતી. આમ પઠાણે અંતિમ ઓવરમાં બીજા અને ચોથા બોલ પર છગ્ગો, જ્યારે ત્રીજા અને પાંચમાં બોલ પર ચોગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી. આગળની ઓવરમાં પઠાણે 2 શાનદાર છગ્ગા જમાવ્યા હતા. અંતિમ 3 ઓવરમાં 64 રનની જરુર હતી. પઠાણે આ કામ અંતિમ ત્રણેય ઓવરમાં મળીને 7 છગ્ગા જમાવી પાર પાડ્યુ હતુ. આ સમયે તે 12 બોલનો સામનો કરીને 19 રન સાથે રમતમાં હતો. અહીંથી તેણે ગિયર બદલ્યો હતો.
Published On - 9:40 pm, Fri, 28 July 23