ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India and West Indies)વચ્ચે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચોની સિરીઝ રમાવાની છે. ટીમ ઈન્ડિયા હાલ આ મેચો માટે વેસ્ટ ઈન્ડિઝમાં છે. આ પ્રવાસ માટે વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હવે તમે તમારા ટીવી પર પણ આ સીરીઝની તમામ મેચો ફ્રીમાં જોઈ શકશો. 12 જુલાઈથી 13 ઓગસ્ટ દરમિયાન યોજાનારી આ પ્રવાસની તમામ મેચો ટીવી પર ફ્રીમાં બતાવવામાં આવશે. તો ચાલો બંને ટીમો વચ્ચેની મેચ શરૂ થાય તે પહેલા એક નજર કરીએ અને જાણીએ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ અને તેને લગતી તમામ માહિતી.
WTC ફાઈનલમાં હાર બાદ આ પ્રથમ વખત હશે જ્યારે ટીમ ઈન્ડિયા એક્શનમાં હશે. ટીમ આ મેચ જીતવા પુરતો પ્રયાસ કરશે. રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા આ નામો પર તમામ ચાહકોની નજર રહેશે. જ્યારે યશસ્વી જ્યસવાલ, ઋતુરાજ ગાયકવાડ જેવા યુવા ખેલાડીઓ પણ આ તકનો લાભ ઉઠાવવા માંગશે. આ સિરીઝ જીયો સિનેમા પર સ્ટ્રીમ થશે.
આ પણ વાંચો : Virat Kohli Video: વિરાટ કોહલી નેટમાં વહાવી રહ્યો છે ખૂબ પરસેવો, એવા શોટ રમ્યો કે ભારત-પાકિસ્તાન ફેન્સ બાખડી પડ્યા!
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી. યશસ્વી જ્યસ્વાલ, અજિક્ય રહાણે, કેએસ ભરત, ઈશાન કિશન,રવિચંદ્ન અશ્વિન, રવિન્દ્ર જાડેજા , શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અન નવદીપ સૈની
રોહિત શર્મા, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને મુકેશ કુમાર
2 ટેસ્ટ, 3 વનડે અને 5 ટી-20 રમવા માટે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ પહોંચી છે. ભારતીય ટીમનો આ પ્રવાસ 12 જુલાઈથી 24 જુલાઈ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝથી શરુ થશે. 3 મેચની વનડે સિરીઝની શરુઆત 27 જુલાઈથી થશે. અંતિમ વનડે 1 ઓગસ્ટના રોજ રમાશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં 5 ટી20 મેચોની સિરીઝ 6 ઓગસ્ટથી 13 ઓગસ્ટ વચ્ચે રમાશે. આ બધા વચ્ચે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની (Indian Cricket Team) જાહેરાત થઈ છે.