Viral: ‘તું MS ધોની નથી’, આકાશ ચોપરાની ટકોર પર ઈશાન કિશનનો મજેદાર જવાબ, જુઓ Video

|

Aug 03, 2023 | 8:31 PM

વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં આકાશ ચોપરાએ ઈશાન કિશન પર કોમેન્ટ કરી હતી. જે બાદ આ ભારતીય વિકેટકીપરે આપેલા જવાબનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.

Viral: તું MS ધોની નથી, આકાશ ચોપરાની ટકોર પર ઈશાન કિશનનો મજેદાર જવાબ, જુઓ Video
Dhoni-Ishaan

Follow us on

ઈશાન કિશને (Ishan Kishan) વેસ્ટ ઈન્ડિઝ ટૂર પર શાનદાર બેટિંગ કરીને બધાના દિલ જીતી લીધા હતા. ડાબા હાથના વિકેટકીપર બેટ્સમેને ત્રણેય વનડેમાં અડધી સદી ફટકારી હતી અને તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, આ સીરિઝની ત્રીજી મેચમાં ઈશાન કિશને કંઈક એવું કર્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આકાશ ચોપરાએ ઈશાન પર કોમેન્ટ કરી

મેચમાં કોમેન્ટ્રી કરી રહેલા આકાશ ચોપરાએ ઈશાન પર એક કોમેન્ટ કરી હતી, જેનો આ ખેલાડીએ લાઈવ મેચમાં જ જવાબ આપ્યો હતો. આ ઘટનાનો વીડિયો આકાશ ચોપરાએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

ત્રિનિદાદ ODIમાં ખરેખર શું થયું?

ત્રીજી વનડેમાં વિન્ડીઝના બેટ્સમેનને સ્ટમ્પ આઉટ આપવામાં આવ્યો ન હતો, જે બાદ ટીમ ઈન્ડિયાએ તેનો રિવ્યુ લીધો હતો. આના પર આકાશ ચોપરાએ કહ્યું કે સ્ટમ્પિંગના નિર્ણયનો રિવ્યુ ખૂબ જ ઓછી વાર લેવામાં આવે છે. આકાશે વધુમાં કહ્યું કે હું જમીન પર બેટ્સમેનના પગ જોઈ રહ્યો છું. ઈશાન તું રાંચીનો છે પરંતુ તારું નામ MS ધોની નથી.

ઈશાને આકાશને આપ્યો જવાબ

આકાશ ચોપરાની આ કોમેન્ટ્રી ઈશાન કિશને કદાચ સાંભળી હશે. જ્યારે ધોનીનું નામ લેવામાં આવ્યું તો તેણે કહ્યું- હા તો ઠીક છે. આ જવાબ સાંભળીને આકાશ ચોપરાને થોડો આશ્ચર્ય થયું અને બીજી જ ક્ષણે તેણે કહ્યું, ‘કિતને પ્યારે હો ઈશાન, અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ.’

કિશન વિન્ડીઝમાં ચમક્યો

ઈશાન કિશન માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ શાનદાર રહ્યો છે. પહેલા તેને ટેસ્ટમાં પદાર્પણ કરવાની તક મળી. બીજી ટેસ્ટમાં આ ખેલાડીએ ઝડપી અડધી સદી ફટકારી હતી. આ પછી કિશને વનડે શ્રેણીમાં અડધી સદીની હેટ્રિક ફટકારી હતી. કિશને 3 મેચમાં 61.33ની એવરેજથી 184 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ પણ 111.51 હતો. તે શ્રેણીનો સર્વશ્રેષ્ઠ ખેલાડી બન્યો હતો.

ધોની બાદ ઈશાન બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ

ઈશાન કિશને પ્લેયર ઓફ ધ સિરીઝ મેળવીને એક મોટું સ્થાન હાંસલ કર્યું છે. ODI શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સિરીઝ જીતનાર તે માત્ર ત્રીજો ભારતીય વિકેટકીપર છે. સૌપ્રથમ સુરેન્દ્ર ખન્નાએ આ કામ 1984માં કર્યું હતું, ત્યારબાદ ધોનીએ આ કમાલ 7 વખત કર્યું હતું. હવે ઈશાન કિશને ધોની સાથે પોતાનું નામ જોડ્યું છે.

આ પણ વાંચો : World Cup 2023: અરુણ જેટલી સ્ટેડિયમની તસવીર સુધારવામાં આવશે, વર્લ્ડ કપમાં જોવા મળશે ચાર મોટા ફેરફાર

ઈશાનનું વર્લ્ડ કપ માટેની ટીમમાં સ્થાન લગભગ નક્કી

ઈશાનના જોરદાર પ્રદર્શનના આધારે તે હવે વર્લ્ડ કપ 2023ની પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળી રહ્યો છે. સમાચાર એ છે કે ઈશાન કિશન વર્લ્ડ કપમાં કે તેના પહેલા એશિયા કપમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. સાથે જ શુભમન ગિલને ચોથા નંબર પર રમવું પડી શકે છે. એવા અહેવાલો છે કે શ્રેયસ અય્યર માટે વર્લ્ડ કપ સુધી ફિટ રહેવું મુશ્કેલ છે, આ સ્થિતિમાં શુભમન ગિલને ચોથ સ્થાને બેટિંગ કરાવી શકાય છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article