યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) ટીમ ઈન્ડિયાનો ઉભરતો બેટ્સમેન છે. IPLમાં ધમાલ મચાવ્યા બાદ તેણે વેસ્ટ ઈન્ડિઝમાં ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું અને ડેબ્યૂ ટેસ્ટમાં જ સદી ફટકારી. ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર જયસ્વાલ 17મો ભારતીય બેટ્સમેન છે. તેના માટે અહીં પહોંચવું સરળ નહોતું. ટીમ ઈન્ડિયા (Team India) ની જર્સી પહેરવા માટે તેને કેટલીય રાત ટેન્ટમાં વિતાવવી પડી હતી. અંધારામાં રહેવું પડ્યું હતું. વરસાદમાં ટપકતા છત નીચે સૂવું પડ્યું હતું. લોકો તેના સંઘર્ષની ઘણી વાર્તાઓથી વાકેફ છે. આવી જ એક વાર્તા તેની પાણીપુરી (PaniPuri) વેચવાની પણ છે.
અંડર-19 વર્લ્ડ કપમાં તે લાઇમલાઇટમાં આવ્યો હતો, ત્યારથી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેના સંઘર્ષની વાર્તા મુંબઈની સડકો પર પાણીપુરી વેચવાથી શરૂ થાય છે. એવા અહેવાલો હતા કે જયસ્વાલે તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં પાણીપુરી વેચી હતી, પરંતુ શું આ સંપૂર્ણ રીતે સાચું છે. આ વાતનું સત્ય તેના બાળપણના કોચ જ્વાલા સિંહે જણાવ્યું હતું. તેણે કહ્યું કે તેને અને જયસ્વાલ બંનેને ખરાબ લાગે છે કે લોકો કહે છે કે તે પાણીપુરી વેચતો હતો અને પછી ક્રિકેટર બન્યો હતો.
Jwala Singh also confirmed that he and Yashasvi Jaiswal feel upset whenever people associate him with the Pani Puri image on social media.
Source: Ishan Sharma’s Cric Crak pic.twitter.com/RKmxJCjvao
— CricTracker (@Cricketracker) August 2, 2023
જ્વાલા સિંહે એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, 2013માં જ્યારે યશસ્વી એક ટેન્ટમાં રહેતો હતો, તે દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. આઝાદ મેદાનમાં ઘણી લારીઓ હતી, જે સાંજે પાણીપુરી જેવી વસ્તુઓ વેચતી હતી. ત્યાં બધા યશસ્વીને ઓળખતા હતા. આવી સ્થિતિમાં જયસ્વાલ માત્ર મિત્રતામાં લોકોને પાણીપુરી ખવડાવતો હતો.
જ્વાલા સિંહે કહ્યું કે પાણીપુરી સાથે જયસ્વાલનો જે પણ ફોટો વાયરલ થયો છે, તે સામાન્ય ફોટો હતો, જે ખોટી રીતે વાયરલ થયો હતો. યશસ્વી અને જ્વાલાને ખરાબ લાગે છે કે લોકો ખોટી રીતે કહે છે કે યશસ્વી માત્ર પાણીપુરી વેચતો હતો અને તે પછી તે ક્રિકેટર બની ગયો. યશસ્વીએ પોતે પણ કહ્યું છે કે તેણે મદદ માટે જ પાણીપુરી વેચી હતી.