IPL 2023 ની 42મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે થઈ રહેલી આ ટક્કરને રાજસ્થાન રોયલ્સના ઓપનર વધારે જબરદસ્ત બનાવી દીધી છે. ઓપનર બેટર યશસ્વી જયસ્વાલે તોફાની રમત વડે પોતાની સદી નોંધાવી છે. રોહિત શર્મા એન્ડ કંપનીએ હોમગ્રાઉન્ડ પર રાજસ્થાનને નિયંત્રણમાં રાખવા માટે શક્ય તમામ પ્રયાસ કરવા છતાં વિશાળ લક્ષ્ય પ્રાપ્ત થયુ છે. જયસ્વાલની સદી વડે રાજસ્થાને 212 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો.
રોહિત શર્માનો રવિવારે જન્મદિવસ છે અને આ દિવસને ખાસ બનાવવાનો મુંબઈ ઈન્ડિયન્સનો ઈરાદો હતો. ખાસ બનાવવા માટે મુંબઈએ હોમ ગ્રાઉન્ડ પર જીત મેળવવી જરુરી છે. પરંતુ રાજસ્થાને વિશાળ સ્કોર ખડક્યો છે. જોકે મુશ્કેલ સ્કોર હોવા છતા એ અશક્ય નથી. આમ મુંબઈની બેટિંગ ઈનીંગ મેચને રોમાંચક બનાવી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સ સામે રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. રાજસ્થાનની ઓપનિંગ જોડીએ બેટ ખોલીને રમવાની શરુઆત કરી હોય એમ રમત બતાવી હતી. રાજસ્થાનના ઓપનરો તોફાની શરુઆત કરી હતી. જેમાં યશસ્વી જયસ્વાલની રમત શરુઆતથી આક્રમક જોવા મળી હતી. જયસ્વાલે પ્રથમ ઓવર લઈને આવેલા કેમરોન ગ્રીનના બોલ પર જ છગ્ગો જમાવી દીધો હતો. આગળની ઓવર લઈને જોફ્રા આર્ચર આવ્યો હતો. જેના બોલ પર ફરી એક છગ્ગો જમાવ્યો હતો. આમ જયસ્વાલે શરુઆતમાં જ પોતાનો મૂડ સેટ કરી લીધો હતો. 21 વર્ષીય યુવા ઓપનરે મુંબઈના બોલરોને રવિવારે વાનખેડેમાં રીતસરના પરેશાન કરી દીધા હતા.
That Maiden IPL Century feeling
A TON in 1️⃣0️⃣0️⃣0️⃣th IPL Match 🙌🏻@ybj_19 departs after 124 off just 62 deliveries 👏🏻👏🏻#IPL1000 | #TATAIPL | #MIvRR pic.twitter.com/rV3X7AUSfc
— IndianPremierLeague (@IPL) April 30, 2023
જયસ્વાલે પોતાની અડધી સદી 32 બોલમાં પુરી કરી હતી. ત્યાર બાદ તેણે પોતાનુ આક્રમક સ્વરુપ વધારે તોફાની બનાવતા આતશી રમત દેખાડી હતી. 53 બોલમાં જ ઓપનર બેટરે પોતાની પ્રથમ સદીને પુરી કરી લીધી હતી.. જયસ્વાલે પોતાની રમત વડે રાજસ્થાનને 200 પ્લસ સ્કોર ખડકવાની યોજનાને પુરી કરી લીધી હતી. તેણે 62 બોલની રમત રમીને 124 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 8 છગ્ગા અને 16 ચોગ્ગા ફટકાર્યા હતા. અંતિમ ઓવરના ચોથા બોલ પર તે અર્શદ ખાનનો શિકાર થયો હતો અને 2 બોલ ઈનીંગના બાકી રહેતા પરત ફર્યો હતો.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 9:44 pm, Sun, 30 April 23