WWE સ્ટાર જોન સિનાએ એમએસ ધોનીની તસ્વીર શેર કરીને ફેંન્સને પરેશાન કરી દીધા, ચાહકોએ લાઇક્સની લાઇન લગાવી દીધી

જોન સીના (John Cena) ને WWEનો સૌથી મોટો સુપરસ્ટાર માનવામાં આવે છે. જોન સીનાve સોશિયલ મીડિયા પર ઘણી ફેન ફોલોઈંગ છે અને તે ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ એક્ટિવ છે.

WWE સ્ટાર જોન સિનાએ એમએસ ધોનીની તસ્વીર શેર કરીને ફેંન્સને પરેશાન કરી દીધા, ચાહકોએ લાઇક્સની લાઇન લગાવી દીધી
MS Dhoni-JOHN-CENA
| Edited By: | Updated on: Nov 13, 2021 | 11:50 PM

T20 વિશ્વકપ 2021 (T20 World Cuo) માં ભારતીય ટીમ (Team India) ને મેન્ટર તરીકેની ભૂમિકા એમએસ ધોની (MS Dhoni) એ નિભાવી હતી. ભારતીય ટીમે ભલે પ્રદર્શન નિરાશાજનક કર્યુ હતુ, પરંતુ ધોનીની ચાહના પર તેની કોઇ જ વિપરીત અસર સર્જાઇ નથી. એમએસ ધોનીના ચાહકો આજે પણ વિશ્વભરમાં છે. WWF ના સ્ટાર અને હોલીવુડના એક્ટર જોન સીના (John Cena) પણ ધોનીનો મોટો ચાહક છે. તેણે ધોનીની એક તસ્વીર શેર કરી છે. જે ધોનીના ફેન્સને ખૂબ જ પંસદ આવી છે.

જોન સીના ભલે આ દિવસોમાં રિંગથી દૂર રહે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્હોન સીનાની ખાસ વાત એ છે કે તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કોઈપણ કેપ્શન વગર તસવીરો શેર કરે છે, જોકે આ ચોક્કસપણે સોશિયલ મીડિયા પર એક નવો ટ્રેન્ડ શરૂ કરી રહ્યો છે.

WWE સ્ટાર જોની સીનાએ તાજેતરમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની એક તસવીર શેર કરી છે જે T20 વર્લ્ડ કપની છે.તસવીરમાં ધોની સીડીઓ ઉતરતો જોવા મળી રહ્યો છે. જેમાં તે કોઇને હાથ મિલાવવા માટે સીડી નિચે ઉતરતો દેખાય છે. હંમેશની જેમ આ વખતે પણ તેણે કોઈ કેપ્શન નથી લખી. ભારતીય ચાહકો આ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને આ તસવીર હવે વાયરલ થઈ ગઈ છે.

 

 

અગાઉ કોહલીની તસ્વીર શેર કરી હતી

આ પહેલીવાર નથી જ્યારે જોન સીનાએ કોઈ ભારતીય સ્ટારની તસવીર શેર કરી હોય. સીનાએ ODI વર્લ્ડ કપ 2019 ની સેમિફાઇનલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021ની ફાઇનલ પહેલા કોહલીની તસવીર શેર કરી હતી. જો કે બંને વખત ભારતને ન્યુઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ટીમે વિરાટ કોહલીની આગેવાનીમાં ટી20 વિશ્વ કપ 2021માં હિસ્સો લીધો હતો. જેમાં ભારતીય ટીમ વિશ્વકપ દરમ્યાન 3 મેચ જીત્યુ હતુ, જ્યારે 2 મહત્વની મેચ ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન સામે હાર્યુ હતુ. જેને લઇને ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચવા થી દૂર રહી હતી.

 

આ પણ વાંચોઃ IND vs NZ: અજીંક્ય રહાણેને ટેસ્ટ ટીમના કેપ્ટનની જવાબદારી મળતા પૂર્વ ભારતીય ઓપનર નારાજ, કહ્યુ, જેને ટીમમાં સ્થાન નથી એને કમાન શાની?

આ પણ વાંચોઃ T20 Cricket: અંતિમ વિકેટના રુપમાં આ ગુજરાતી ક્રિકેટર ધમાલ મચાવી દીધી હતી, દશમી વિકેટ માટે વિક્રમી પાર્ટનરશિપ નોંધાવી હતી

Published On - 11:45 pm, Sat, 13 November 21