WWEમાં હાર્દિક પંડ્યાનો જુડવા જોવા મળ્યો, સોશિયલ મીડિયામાં ફોટો થઈ રહ્યો છે વાયરલ

WWE રેસલર કાર્મેલો હાયેસે આ સબંધમાં એક ટ્વિટ કર્યું હતું. તેણે હાર્દિક પંડ્યાને ટેગ કરીને લખ્યું કે "મારા કારણે હાર્દિક પંડ્યા ભારતમાં ટ્રેન્ડ કરી રહ્યો છે.

WWEમાં હાર્દિક પંડ્યાનો જુડવા જોવા મળ્યો, સોશિયલ મીડિયામાં ફોટો થઈ રહ્યો છે વાયરલ
Carmelo Hayes and Hardik Pandya
| Edited By: | Updated on: Feb 24, 2022 | 5:30 PM

ભારતીય ક્રિકેટ ટીમના (Team India) ધાકડ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) છેલ્લા કેટલાક સમયથી ઈજાના કારણે ટીમથી બહાર ચાલી રહ્યો છે પણ તે કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. હાર્દિક પંડ્યા જલ્દી આઈપીએલમાં પોતાની ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સ માટે રમતો જોવા મળશે પણ તે પહેલા તે હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેનું મુખ્ય કારણ છે WWE સુપર સ્ટાર કાર્મેલો હાયેસ (Carmelo Hayes).

WWE સ્ટાર કાર્મેલોના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં ઘણા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક ફોટોમાં તેનો ચહેરો ક્રિકેટર હાર્દિક પંડ્યા જેવા લાગી રહ્યો છે. આ કારણથી ટ્વિટર પર તેનો ફોટો હાર્દિક પંડ્યા સાથે ટ્રેન્ડ કરી રહ્યો છે. જ્યારે આ વાતની જાણકારી ખુદ WWE રેસલર કાર્મેલો હાયેસને ખબર પડી ત્યારે તેણે આ અંગે હાર્દિક પંડ્યાને ટેગ કરીને એક ટ્વિટ કરી હતી.

કાર્મેલો હાયેસે હાર્દિક પંડ્યાને ટેગ કરીને ટ્વિટ કર્યું

 


WWE રેસલર કાર્મેલો હાયેસે આ સબંધમાં એક ટ્વિટ કર્યું હતું. તેણે હાર્દિક પંડ્યાને ટેગ કરીને લખ્યું કે “મારા કારણે હાર્દિક પંડ્યા ભારતમાં ટ્રેન્ડ કરી રહ્યો છે. બહુ બધો પ્રેમ.” કાર્મેલો હાયેસની આ ટ્વિટ જોતા જ સોશિયલ મીડિયામાં તમામ પ્લેટપોર્મમાં તેની ફોટો વધુ વાયરલ થવા લાગી હતી. જોકે હજુ સુધી હાર્દિક પંડ્યાએ તેના ટ્વિટ પર કોઈ જવાબ નથી આપ્યો.

28 વર્ષીય હાર્દિક ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર ક્રિકેટર છે અને ટીમમાં મહત્વની ભુમિકા ભજવે છે. જોકે હાલ તે ઈજાના કારણે મેદાનથી બહાર છે અને ટીમ માટે છેલ્લે જ્યારે રમ્યો હતો ત્યારે બોલિંગ કરી શક્યો ન હતો. જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે માર્ચના અંતિમ સપ્તાહથી શરૂ થઈ રહેલ આઈપીએલ 2022માં તે ગુજરાત ટાઈટન્સ ટીમ તરફથી મેદાન પર ઉતરી રહ્યો છે અને ટીમ માટે બોલિંગ કરશે.

જોકે હજુ સુધી તેને લઈને ઓફિશિયલ રીતે કંઈ કહેવામાં નથી આવ્યું. હાર્દિક પંડ્યા તેની ક્રિકેટ કારકિર્દીમાં પહેલીવાર સુકાની પદ સંભાળી રહ્યો છે. તે આઈપીએલ 2022માં ગુજરાત ટાઈટન્સ ટીમનું સુકાની પદ સંભાળી રહ્યો છે. આ પહેલા તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે રમી ચુક્યો છે.

આ પણ વાંચો : ભારતીય મહિલા ટીમે પાંચમી વન-ડેમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું, સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરનું શાનદાર પ્રદર્શન

આ પણ વાંચો : IPL 2022: પંજાબ કિંગ્સ શિખર ધવન નહી આ સ્ટાર બેટ્સમેનને બનાવશે કેપ્ટન, જેને ટીમે 12 કરોડમાં રિટેન કર્યો હતો