
ભારત અને ન્યુઝીલેન્ડ (India vs NewZealand) વચ્ચેનો ટેસ્ટ મહામુકાબલાને આડે હવે ગણતરીના દિવસો જ રહ્યા છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પ્યિનશીપ ફાઇનલ (WTC Final) મેચ ને લઇ ભારતીય ખેલાડીઓ ઉત્સુક છે. વિશ્વ ભરના ક્રિકેટ ચાહકો અને વિશ્ર્લેષકોની નજર પણ ટેસ્ટ ફાઇનલ પર છે. ભારતીય બોલરો છેલ્લા કેટલાક સમય થી વિદેશમાં પણ જમાવટ કરી રહ્યા છે. દરમ્યાન હરિફ ટીમના કેપ્ટન કેન વિલિયમસ (Kane Williamson) ને ભારતીય બોલીંગ ની ખૂબ પ્રશંસા કરી છે.
ભારતીય ટીમ (Team India) વિદેશ દેખાડી રહેલા દમદાર પ્રદર્શન માં બોલરોની પણ મહત્વની ભૂમિકા રહી છે. ચારે તરફ તેની નોંધ પણ લેવાઇ રહી છે. પરંતુ આ વખતે ફાઇનલ મેચ પહેલા ખુદ હરીફ ટીમના કેપ્ટને જ ખૂબ પ્રશંસા કરી છે.
મીડિયા રિપોર્ટનુસાર ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમસને ભારતીય બોંલીગને દમદાર આક્રમણ ગણાવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ, ભારતીય છાવણી પાસે શાનદાર બોલીંગ આક્રમણ છે. ખરેખર જ તે એક મજબૂત ટીમ છે. અમે તેમની બોલીંગને ઉંડાણપૂર્વક જોઇ છે, ખાસ કરીને ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન. તેમની ઝડપી બોલીંગ અને સ્પિન વિભાગમાં ખૂબ તાકાત છે.
આગળ પણ કહ્યુ, તે એક શાનદાર ટીમ છે, જે સૌથી ઉપર છે. અમારા માટે WTC ફાઇનલ માં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે એક રોમંચક અવસર છે. અમારા બેટ્સમેન હરિફ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની સામે સારી લડાઇની આશા કરી રહ્યા છે. તે એક એવા ખેલાડી છે, જેમની સામે તેઓએ પોતાના કરિયરમાં અનેક ટુર્નામેન્ટનો આનંદ લીધો છે.
વિલિયમસને કહ્યુ હતુ કે, અમે ઘણાં વર્ષો થી અલગ અલગ સ્તરે અને ટુર્નામેન્ટમાં એક બીજા સામે રમ્યા છે. અમે એક બીજાને સારી રીતે જાણીએ છીએ. આ એક રોમાંચક છે. અમે તે સમયની રાહ જોઇ રહ્યા છીએ, જ્યારે અમે વિશ્વની ટોચની ટીમ સાથે રમીશુ. અમે જાણીએ છીએ કે તેઓ કેટલા મજબૂત છે અને તેમનુ કેટલુ ઉંડાણ છે. તટસ્થ સ્થાન પર એક બીજા સામે રમવુ ખૂબ રોમાંચક છે.