WTC Final: પ્રેકટીશ મેચમાં ઋષભ પંતનો દમ જારી, પંતે ફટકાર્યુ શતક, ગીલના 85 અને ઇશાંત શર્માની 3 વિકેટ

|

Jun 13, 2021 | 7:50 AM

સાઉથમ્પ્ટનમાં રમાનારી ફાઇનલ મેચ પહેલા ભારતીય બેટ્સમેનો શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. શનિવારે રમાયેલી પ્રેકટીશ મેચમાં ઋષભ પંત અને શુભમન ગીલે જબરદસ્ત રમત રમી હતી.

WTC Final: પ્રેકટીશ મેચમાં ઋષભ પંતનો દમ જારી, પંતે ફટકાર્યુ શતક, ગીલના 85 અને ઇશાંત શર્માની 3 વિકેટ
Shubman Gill-Ishant Sharma-Rishabh Pant

Follow us on

ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની ફાઇનલ માટેની તૈયારીઓમાં છે. ઇંગ્લેંડની ધરતી પર પગ મુકતા જ લક્ષ્યને વિંધવા માટેની યોજનામાં ટીમ લાગી ચુકી છે. સાઉથમ્પ્ટનમાં રમાનારી ફાઇનલ મેચ પહેલા ભારતીય બેટ્સમેનો શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. શનિવારે રમાયેલી પ્રેકટીશ મેચમાં ઋષભ પંત (Rishabh Pant) અને શુભમન ગીલે (Shubman Gill) જબરદસ્ત રમત રમી હતી. પંતે શાનદાર શતક ફટકાર્યુ હતું.

પ્રેકટીશ મેચ દરમ્યાન ઋષભ પંત એકદમ લયમાં જોવા મળ્યો હતો. જ્યારે તેની સાથે ગીલે પણ 85 રનની ઇનીંગ રમી હતી. જ્યારે ઇશાંત શર્માએ ત્રણ વિકેટ ઝડપી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ઋષભ પંતે પ્રેકટીશ મેચમાં પણ ફાઇનલ પહેલા બેટને હીટીંગ મોડ પર ઓન કર્યુ હતું. ઇન્ટ્રા સ્ક્વોડ મેચમાં તોફાની બેટીંગ કરતા 94 બોલમાં 121 રન ફટકાર્યા હતા. પંત ક્રિઝ પર અંત સુધી ટકી રહ્યો હતો. જ્યારે બોલીંગ વિભાગમાં ઇશાંત શર્માએ શાનદાર લાઇન લેન્થ સાથે બોલીંગ કરીને 36 રન આપી 3 વિકેટ ઝડપી હતી. BCCI એ શનિવારે રમાયેલી મેચના અંગે જાણકારી આપી હતી.

ભારતીય ટીમ 3 જૂનથી સાઉથમ્પ્ટન પહોંચી ચુકી છે. જ્યાં શરુઆતના ત્રણ દિવસ આકરા ક્વોરન્ટાઇન પિરીયડને પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ એક એક ખેલાડી અને બાદમાં નાના સમૂહના ધોરણે મેદાનમાં પ્રેકટીશ માટે પરવાનગી આપી હતી. ત્યારબાદ હવે ટીમમાં આંતરિક મેચનું આયોજન દ્વારા પ્રેકટીશ કરવાની છુટ આપી હતી. જેનો ખેલાડીઓએ પુરો ફાયદો ઉઠાવી તૈયારી કરી હતી.

18 જૂન થી 22 જૂન વચ્ચે WTC Final

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આગામી 18 જૂનથી 22 જૂન વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ રમાશે. ભારતે ઇંગ્લેંડ સામે ઘર આંગણે રમેયાલી ટેસ્ટ શ્રેણીમાં જબરદસ્ત દેખાવ કરીને ફાઇનલમાં સ્થાન મેળવ્યુ હતું. આ પહેલા ઓસ્ટ્રેલિયાનો સાઉથ આફ્રિકાનો પ્રવાસ રદ થતા, સીધો જ ફાઇનલ માટે ન્યુઝીલેન્ડને પ્રવેશ મળ્યો હતો.

Next Article