WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સર લગાવવામાં ભારતીય બેટ્સમેનો છે આગળ

|

Jun 14, 2021 | 7:33 AM

ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship) ને લઇને ક્રિકેટ રસિકોને ખૂબ જ બેતાબી છે. ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ દરમ્યાન અનેક ખેલાડીઓએ ફેન્સને રોમાંચનો અહેસાસ કરાવ્યો છે.

WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સર લગાવવામાં ભારતીય બેટ્સમેનો છે આગળ
Rohit Sharma

Follow us on

ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship) ને લઇને ક્રિકેટ રસિકોને ખૂબ જ બેતાબી છે. રાહ જોવાનો અંત હવે ખૂબ જ જલ્દી થનારો છે. ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ દરમ્યાન અનેક ખેલાડીઓએ ફેન્સને રોમાંચનો અહેસાસ કરાવ્યો છે. બેન સ્ટોક્સ (Ben Stokes) અને રોહિત શર્મા (Rohit Sharma) ના બેટથી છગ્ગા વરસતા ટૂર્નામેન્ટ દરમ્યાન ફેન્સ ઝુમી ઉઠતા હતા.

હવે જ્યારે ટૂર્નામેન્ટ તેના અંતિમ અને નિર્ણાયક ચરણમાં આવી પહોંચી છે. ત્યારે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટસમેનો પર એક નજર કરીશું.

આગામી 18 જૂન થી 22 જૂન દરમ્યાન સાઉથમ્પ્ટનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમાનારી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો એક બીજાને ટક્કર આપવા મેદાન ઉતરશે. ફેન્સ પણ શાનદાર ટક્કરને જોવા માટે બેતાબ છે. આ પહેલા ન્યુઝીલેન્ડે રવિવારે ઇંગ્લેંડને તેના જ ઘરમાં હરાવ્યુ હતુ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બેન સ્ટોક્સ, ઇંગ્લેંડ

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં સૌથી વધારે છગ્ગા લગાવવામો રેકોર્ડ બેન સ્ટોક્સે નોધાવ્યો છે. ઇંગ્લેંડના શાનદાર ઓલરાઉન્ડર સ્ટોક્સે 17 મેચ રમીને 31 છગ્ગા લગાવ્યા છે.

રોહિત શર્મા, ભારત

બેન સ્ટોક્સ બાદ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટૂર્નામેન્ટમાં છગ્ગાના મામલામાં બીજા સ્થાને રોહિત શર્મા છે. રોહિત શર્માએ 11 મેચ જ રમી છે. આ દરમ્યાન તેણે 27 છગ્ગા લગાવ્યા છે. રોહિત પાસે જોકે હજુ બે ઇનીંગ રમવાના મોકા છે. જેમાં તે બેન સ્ટોક્સની આગળ નિકળી સકે છે.

મયંક અગ્રવાલ, ભારત

છગ્ગા લગાવવાના મામલામાં ત્રીજા સ્થાને આવે છે, મયંક અગ્રવાલ. ભારતના શાનદાર ઓપનર બેટ્સમેન મંયક અગ્રવાલ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં અત્યાર સુધીમાં 12 ટેસ્ટ મેચ રમ્યો છે. જે દરમ્યાન તેણે 18 છગ્ગા લગાવ્યા છે.

ઋષભ પંત, ભારત

ભારતના યુવા વિસ્ફોટક વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંત સિક્સર મારવાના મામલામાં ચાર નંબર પર છે. પંતે WTC ટૂર્નામેન્ટમાં 11 મેચ રમી છે. આ દરમ્યાન તેણે 16 છગ્ગા લગાવ્યા હતા.

જોસ બટલર, ઇંગ્લેંડ

વિસ્ફોટક બેટ્સમેનોમાં જોસ બટલરની પણ ગણના થાય છે. ઇંગ્લેંડના આ વિકેટકીપર બેટમેસને ટૂર્નામેન્ટમાં 18 મેચ રમી છે. જેમાં તેણે 14 છગ્ગા લગાવ્યા છે.

Next Article