લંડન પહોંચ્યા બાદ 4 જૂને Team Indiaએ ઓવલ ગ્રાઉન્ડ પર પોતાની પ્રથમ પ્રેક્ટિસ કરી હતી. ભારતીય ટીમે સવારે ઓવલ ખાતે પ્રથમ પ્રેક્ટિસ સેશન શરૂ કર્યું હતું. પ્રેક્ટિસ તો શરૂ થઈ ગઈ, પરંતુ તે પહેલા જે કંઈ થયું તેનાથી ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ થોડા નારાજ દેખાતા હતા. ખરેખર, કોચ રાહુલ દ્રવિડના ગુસ્સાનું કારણ શુભમન ગિલની એક નાનકડી ભૂલ હતી.
હવે સવાલ એ છે કે જે બેટ્સમેન સાથે અત્યારે ક્રિકેટમાં બધું બરાબર ચાલી રહ્યું છે તેની સાથે શું ખોટું થઈ શકે? શુભમન ગિલની આ ભૂલ તેની અનુશાસનહીનતા સાથે જોડાયેલી છે. હવે તમે કહેશો કે શુભમન ગિલ પોતાની રમત પર એકદમ ફોકસ છે તો પછી તે કઈ રીતે અનુશાસનહીન હોઈ શકે. પરંતુ આવું ઓવલ ખાતે પ્રેક્ટિસ સેશનમાં થયું છે, જે બાદ ગિલની આવી ભૂલને કારણે જ રાહુલ દ્રવિડ તેનાથી નારાજ થયા હતા.
The wait is over. Hello guys, welcome back!😎 #TeamIndia 💪💪@imjadeja | @ShubmanGill | @ajinkyarahane88 | @surya_14kumar pic.twitter.com/UrVtNwAGfW
— BCCI (@BCCI) June 1, 2023
વાસ્તવમાં થયું એવું કે જ્યારે લંડનમાં ટીમ ઈન્ડિયાની પહેલી પ્રેક્ટિસ થઈ હતી ત્યારે શુભમન ગિલ ત્યાં મોડો પહોંચ્યો હતો. તે ત્યાં પહોંચે તે પહેલા જ ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ હતી. આ પ્રેક્ટિસ સેશન પહેલા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે મેચમાં ભારતીય ટીમે જે ક્રમમાં બેટિંગ કરે છે, તે જ ક્રમમાં પ્રેક્ટિસ કરવાની હતી. પરંતુ, ગિલના મોડા આવવાને કારણે આ થઈ શક્યું નહીં.
From T20 mode straight into #WTC23 final mode for Shubman Gill 🔥 pic.twitter.com/wlpeR7Xoi7
— ICC (@ICC) June 1, 2023
શુભમન ગિલની આ વાત પર રાહુલ દ્રવિડ થોડો ગુસ્સે થયો હતો. તેણે રોહિત શર્મા સાથે વિરાટ કોહલીને પ્રેક્ટિસ માટે મોકલ્યો હતો. આ પછી જ્યારે ગિલ ત્યાં પહોંચ્યો તો તેણે પોતાની પ્રેક્ટિસ માટે રાહ જોવી પડી હતી. રાહુલ દ્રવિડે ત્યારબાદ ગિલ સાથે વાતચીત કરી હતી અને બંને વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી.