IND vs AUS: ત્રણ સ્ટાર ખેલાડીઓની મોટી ભૂલ, વિરાટ કોહલી, રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાએ આશાઓ પર પાણી ફેરવ્યુ!

|

Jun 11, 2023 | 6:00 PM

ICC WTC Final: ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ફરી એકવાર આશાઓ પર પાણી ફરી ગયુ છે, ભારતીય ટીમે ફાઈનલમાં પહોંચીને બીજી વાર કંગાળ રમતને લઈ આઈસીસી ટ્રોફી ગુમાવવી પડી છે.

IND vs AUS: ત્રણ સ્ટાર ખેલાડીઓની મોટી ભૂલ, વિરાટ કોહલી, રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાએ આશાઓ પર પાણી ફેરવ્યુ!
ત્રણ સ્ટાર ખેલાડીઓની ભૂલની મોટી સજા

Follow us on

ટીમ ઈન્ડિયા બીજી વાર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC Final) ની ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી. પરંતુ આ વખતે પણ રનર્સ-અપ રહીને જ સંતોષ માનવો પડ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ધ ઓવલમાં ફાઈનલ મેચ રમાઈ હતી. ભારતીય સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. જોકે ભારતીય ટીમ સામે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનીંગમાં જ મોટો સ્કોર ખડકી દીધો હતો. જેની સામે ભારતીય ટીમની બેટિંગ કંગાળ જોવા મળી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાએ એવા શોટ રમીને વિકેટ ગુમાવી દીધી હતી કે, જેનુ મોટુ નુક્શાન ભારતને પહોંચ્યુ છે. ભારતીય ચાહકોની આશાઓ પર તેઓની ભૂલે પાણી ફેરવી દીધુ છે.

ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 444 રનનુ વિશાળ લક્ષ્ય રાખ્યુ હતુ. જોકે ચોથા દિવસની રમત ભારતમાટે આગળના ત્રણ દિવસના પ્રમાણમાં સારી રહી હતી. આવી સ્થિતીમાં ભારતીય ટીમ માટે સ્ટાર ખેલાડીઓ પાસેથી મોટી ઈનીંગની આશા હતી. અંતિમ દિવસે ભારતીય બેટર્સ મોટી ઈનીંગ રમશે એવી આશા હતી. પરંતુ ટીમ ઈન્ડિયાના ચાહકોની આશાઓને સ્ટાર ખેલાડીઓએ ખોટા શોટ રમીને ખતમ કરી દીધી હતી.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

રોહિત સ્વીપના ચક્કરમાં પરત ફર્યો

રોહિત શર્મા પાસે સારી શરુઆત ટીમને અપાવવાની જવાબદારી હતી. રોહિતે પ્રથમ ઈનીંગમાં ઝડપથી વિકેટ ગુમાવી હતી. જ્યારે બીજી ઈનીંગમાં તેણે બિનજરુરી શોટ રમવાના પ્રયાસમાં વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્માએ જ્યારે કોઈ જ જરુર નહોતી, ત્યારે જ નાથન લાયનના બોલને સમજ્યા વિના જ સ્વીપ શોટ ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. જે શોટ ચૂકી જતા જ રોહિત શર્માએ લેગબિફોર થઈને પરત ફર્યો હતો.

 

 

સામાન્ય રીતે રોહિત શર્મા સ્વીપ શોટ રમતો જલદી જોવા મળતો નથી અને ઓવલમાં તે મહત્વના સમયે આવો શોટ પસંદ કરીને ચૂક કરી બેઠો હતો. રોહિત શર્મા 43 રન 60 બોલનો સામનો કરીને નોંધાવીને પરત ફર્યો હતો.રોહિતે 1 છગ્ગો અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.

પુજારાએ કરી દીધી ભૂલ

ચેતેશ્વર પુજારા મહત્વના સમયે જ રન નોંધાવી શક્યો નહોતો. પુજારાએ પણ મહત્વના સમયે એવા શોટને પસંદ કરીને વિકેટ ગુમાવી હતી, સામાન્ય રીતે એવા શોટ તે ફટકારતો નથી. પુજારા અપર કટ કરવાના ચક્કરમાં વિકેટકીપરના હાથમાં ઝડપાયો હતો.

 

વિરાટ કોહલીએ રમ્યો ખરાબ શોટ

પાંચમા દિવસની રમત દરમિયાન વિરાટ કોહલી પાસે મોટી ઈનીંગની આશા રાખવામાં આવી હતી. કોહલીની ઈનીંગ ભારતને મેચમાં વાપસી કરાવી શકતુ હતુ. પરંતુ વિરાટ કોહલી લગભગ છઠ્ટા સ્ટંપના બોલ પર ડ્રાઈવ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે પ્રયાસે તેને સીધો જ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. કોહલી સ્કોટ બોલેંડના બોલ પર બીજી સ્લીપમાં સ્ટીવ સ્મિથને કેચ આપી બેઠો હતો.

 

 

આમ ભારતે સ્ટાર ખેલાડીઓની ભૂલને લઈ મોટો મોકો ગુમાવી દીધો હતો. ભારતીય ટીમ બીજી વાર ટેસ્ટ ચેમ્પિયન બનવાના મોકા પર આવી ઉભી રહી હતી અને જે ગુમાવ્યા છે. ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ચેમ્પિયન બન્યુ છે.

 

 

આ પણ વાંચોઃ  PM મોદીએ દુનિયાના સુંદર ટાપુ પર ખેતીને વિક્સાવવાના ગુજરાતીના પ્રયાસને ખૂબ વખાણ્યો, કહ્યુ-સુંદર પરિણામ!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:55 pm, Sun, 11 June 23

Next Article