વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ શરૂ થવામાં હવે એક જ દિવસનો સમય બાકી છે ત્યારે ફાઈનલ મેચના એક દિવસ પહેલા જ ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનને લઈને મોટી જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડને ટીમના પ્લેઈંગ 11માં સામેલ કરવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા સામે ઓસ્ટ્રેલિયાનો પેસ એટેક કેવો હશે એ પ્રશ્નનો પણ જવાબ મળી ગયો છે.
WTC ફાઈનલમાંથી જોશ હેઝલવુડનું બહાર થવું ઓસ્ટ્રેલિયા માટે મોટો ઝટકો હતો. જે બાદ માઈકલ નીઝરનો ઓસ્ટ્રેલિયાની ટીમમાં હેઝલવુડના સ્થાને સમાવેશ કરવામાં આવ્યો હતો. એવું પણ માનવામાં આવતું હતું કે નીસર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રમી શકે છે. પરંતુ મેચ શરૂ થવાના એક દિવસ પહેલા જ કેપ્ટન કમિન્સે સ્પષ્ટ કર્યું હતું કે માઈકલ નીઝર નહીં પરંતુ સ્કોટ બોલેન્ડને પ્લેઈંગ ઈલેવનમાં ત્રીજા ફાસ્ટ બોલર તરીકે પ્લેનગ 11માં સ્થાન મળશે.
Pat Cummins confirms Scott Boland will play in the WTC final. pic.twitter.com/yyBvrQjBtr
— Johns. (@CricCrazyJohns) June 6, 2023
સ્કોટ બોલેન્ડ ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધીમાં કુલ 7 ટેસ્ટ રમી ચૂક્યો છે, જેમાં તેણે 13.42ની એવરેજથી 28 વિકેટ ઝડપી છે. બોલેન્ડનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ટેસ્ટની એક ઇનિંગમાં 7 રન આપી 6 વિકેટ લેવાનું રહ્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ ઇંગ્લેન્ડમાં સ્કોટ બોલેન્ડની પ્રથમ ટેસ્ટ હશે.
ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્કોટ બોલેન્ડની પસંદગી બાદ હવે તેમના પેસ એટેક અને પ્લેઈંગ 11ની તસવીર પણ લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. સ્કોટ બોલેન્ડ ઉપરાંત કેપ્ટન પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્ક બીજા ફાસ્ટ બોલર તરીકે ફાઇનલમાં રમતો જોવા મળશે, જ્યારે કેમેરોન ગ્રીન ઓલરાઉન્ડર તરીકે ટીમમાં હાજર રહેશે. ટીમમાં સ્પિનર તરીકે એકમાત્ર નાથન લિયોન જોવા મળશે. મતલબ ઓસ્ટ્રેલિયા 3 ફાસ્ટ બોલર, એક ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર અને 1 સ્પિનર સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમવા ઉતરશે.
Happy birthday to Ashes hero Scott Boland, who took 6-7 on Test debut at the MCG! pic.twitter.com/F8By4Ov9kF
— cricket.com.au (@cricketcomau) April 11, 2022
ડેવિડ વોર્નર, ઉસ્માના ખ્વાજા, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ, નાથન લિયોન