IND vs AUS: હજુ હારથી દૂર છે ભારતીય ટીમ, WTC Final માં ઓસ્ટ્રેલિયાનો ખેલ ખતમ કરશે!

|

Jun 11, 2023 | 11:17 AM

ICC WTC Final: ભારતીય ટીમ પાસે ચેમ્પિયન બનવા માટે અંતિમ દિવસે 280 રનની જરુર છે. આ માટે ભારતીય ટીમ પાસે હજુ 7 વિકેટ હાથ પર છે અને વિરાટ કોહલી તેમજ અજિંક્ય રહાણે રમતમાં છે.

IND vs AUS: હજુ હારથી દૂર છે ભારતીય ટીમ, WTC Final માં ઓસ્ટ્રેલિયાનો ખેલ ખતમ કરશે!
હજુ હારથી દૂર છે ભારતીય ટીમ

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ ચેમ્પિયન (WTC Final ) બનવા માટેની લડાઈ જારી છે. બંને વચ્ચે ઓવલમાં જબરદસ્ત ટક્કર થઈ રહી છે. આ દરમિયાન ભારતીય ટીમ રન નિકાળવા સંઘર્ષ કરી રહી છે. એક એક રન જોડીને ટીમ લક્ષ્ય તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. ટીમ ઈન્ડિયા સામે 444 રનનો ટાર્ગેટ છે અને તે ઓવલમાં મુશ્કેલ આંકડો છે. આમ છતાં ભારતીય ટીમનો જુસ્સો અકબંધ છે. ટીમ ફાઈનલમાં હવે લક્ષ્યને પાર કરવાના ઈરાદે ચોથા દિવસની રમતમાં આગળ વધી છે. પાંચમા દિવસે 7 વિકેટ હાથ પર છે અને 280 રન લક્ષ્ય દૂર છે. મહત્વની વાત એ છે કે, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે રમતમાં છે.

કોહલી અને રહાણેની જોડી વચ્ચેની ભાગીદારી રમત મહત્વની સાબિત થઈ શકે છે. બંનેની રમત પર ભારતનો મોટો મદાર છે. ભારતીય ટીમે ચોથા દિવસની રમતના અંતે 164 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 3 વિકેટ ગુમાવી હતી. કોહલી હાલમાં સારા ફોર્મમાં છે, રહાણેની પાસે આત્મવિશ્વાસ સારો જોવા મળી રહ્યો છે. આ બંનેનુ યોગદાન મહત્વનુ રહેશે. કોહલી 44 રન અને રહાણે 20 રન નોંધાવીને રમતમાં છે. રહાણેએ પ્રથમ ઈનીંગ વખતે મહત્વના 89 રન નોંધાવ્યા હતા.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

કોહલી અને રહાણે પર મદાર

આ પહેલા પણ કોહલી અને રહાણે કેટલીક મેચમાં ભારતને જીત અપાવી ચુક્યા છે. બંને ઓવલમાં સારી રમત રમી રહ્યા છે. બંને આવી જ રમત જળવાઈ રહેશે તો, ભારત માટે સરળતા શક્ય છે. રહાણે અને કોહલી બંનેનો જુસ્સો જબરદસ્ત છે. રહાણેએ પ્રથમ ઈનીંગમાં શાનદાર રમત બતાવી હતી. જેને લઈ ભારતીય ટીમ પરથી ફોલોઓનનો ખતરો ટાળ્યો હતો.

રહાણેની જ્યા સુધી વાત છે ત્યાં સુધી, તે એકદમ શાંત સ્વભાવનો બેટર છે. તે શાંતીથી વિકેટ પર ટકીને રન નિકાળવામાં માને છે. તેણે પ્રથમ ઈનીંગમાં આ બતાવ્યુ હતુ કે, મુશ્કેલ સ્થિતીમાં કેવી રીતે વિકેટ ટકાવીને રન નિકાળી શકાય છે.

જાડેજા, ઠાકુર પાસે પણ આશા

આ બંને બેટરો ટીમ ઈન્ડિયાના લક્ષ્ય તરફ આગળ વધાર્યા બાદ રવિન્દ્ર જાડેજા અને શાર્દૂલ ઠાકુર પણ મહત્વની જવાબદારી નિભાવી શકે છે. ઠાકુરે પ્રથમ ઈનીંગમાં અડધી સદી નોંધાવી હતી. ભારતીય ટીમ 8માં નંબર સુધી ભરોસો રાખી શકે છે. ભારત પાસે જાડેજા, ઠાકુર અને કેએસ ભરત ઉપયોગી રમત બતાવી શકે છે. ઘરેલુ ક્રિકેટમાં ભરત સારુ પ્રદર્શન કરી ચૂક્યો છે. જેને લઈ તે ઓવલમાં સારી રમત બતાવી એવી આશા છે. ભરત ઘરેલુ ક્રિકેટમાં 9 સદી અને 27 અડધી સદી નોંધાવી ચૂક્યો છે.

 

વિકેટ ધીમી થઈ રહી છે

ચોથા દિવસની રમત દરમિયાન જોવા મળ્યુ કે વિકેટ ધીમી થઈ રહી છે. ઝડપી બોલરોને ખાસ મદદ મળી રહી નથી. ઝડપી બોલરોનુ આક્રમણ ચોથા દિવસની રમત દરમિયાન લયમાં જોવા મળ્યુ નહોતુ. આમ હવે પાંચમાં દિવસે પણ પીચથી ઝડપી બોલરોને વધારે મદદ મળે એવી આશાઓ ઓછી છે.

 

આ પણ વાંચોઃ  Surat: 24 વર્ષની બ્રેઈન ડેડ યુવતીના બે હાથ, કિડની સહિતના અંગ મુંબઈ અને અમદાવાદની 6 વ્યક્તિને મળશે નવી જિંદગી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:14 am, Sun, 11 June 23

Next Article