WTC Final આગામી 7 થી 11 જૂન દરમિયાન રમાનારી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ધ ઓવલ ગ્રાઉન્ડમાં ફાઈનલ મેચ રમાનારી છે. ભારતીય ટીમ સતત બીજી વાર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી છે. જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રેક્ટિશ કરીને પરસેવો વહાવી રહી છે. બંને ટીમો ચેમ્પિયન બનવા માટે ખૂબ તૈયારીઓ હવે અંતિમ સમયે કરી રહી છે. ભારતીય ટીમે IPL દરમિયાન જ તૈયારીઓ શરુ કરી દીધી હતી. આ દરમિયાન ICC એ સ્પષ્ટ કરી દીધુ છે કે, Duke Ball નો ઉપયોગ ફાઈનલ મેચમાં થનારો છે. સ્પષ્ટતા સાથે જ હવે ડ્યૂક બોલને લઈ ચર્ચાઓ પણ ખૂબ છવાઈ છે.
ચર્ચા એ વાતથી થઈ રહી છે કે, ફાઈનલ મેચ માટે બોલની પસંદગી શા માટે કરવી પડી રહી છે. ICC એ રેડ બોલ તરીકે ડ્યૂક પર જ પસંદગી ઉતારીતો શા માટે. આ સવાલ જરુર થઈ રહ્યા છે. આ માટેના પણ ચોક્કસ કારણ છે. આ માટે મેચ ક્યાં રમાઈ રહી છે અને ત્યાંની આબોહવા પણ ધ્યાનમાં રાખીને બોલની પસંદગી કરવામાં આવે છે. જ્યારે હવે ડ્યૂક બોલથી જ ટેસ્ટ ચેમ્પિયન પસંદ થનાર છે, તો સવાલ એ પણ થતો હશે કે, ડ્યૂક બોલની ખાસિયત શુ છે?
સામાન્ય રીતે ક્રિકેટમાં રેડ બોલ ફોર્મેટમાં કૂકાબૂરા, SG અને ડ્યૂક બોલનો ઉપયોગ થતો હોય છે. જેમાં સૌથી વધારે સારા બોલ તરીકે ડ્યૂક બોલને માનવામાં આવે છે. જેને લઈ હવે છેલ્લા કેટલાક સમયથી દરેક જગ્યાએ ડ્યૂક બોલનો ઉપયોગ વધારે થવા લાગ્યો છે.
ડ્યૂક બોલને જોવામાં આવે તો તે વધારે સ્વિંગ થતો હોવાનુ માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં કૂકાબૂરા અને ભારતમાં SG બોલનો ઉપયોગ થતો હોય છે. આ ત્રણેય બોલમાં વધારે સ્વિંગ ડ્યૂક થતો હોય છે. જોકે આ માટે એક કારણ ઈંગ્લેન્ડની આબોહવાને પણ માનવામાં આવે છે.
બોલનો કેટલો સમય ઉપયોગ કરી શકાય તે બોલની પોલિશ અને તેને કેવી રીતે ટાંકા કરવામાં આવે છે તેના પર આધાર રાખે છે. જો સ્ટીચિંગ નબળું હશે તો બોલ ઝડપથી ફાટી જશે અને જો પોલિશ ઓછી હશે તો બોલ ઝડપથી તેની ચમક ગુમાવશે. આ બોલ ડીપ પોલિશ્ડ છે અને પછી મજબૂત હાથથી સિલાઇ કરવામાં આવે છે. આ બોલ બાકીના દડા કરતા વધુ લાલ રહે છે અને તેનું કારણ તેના પોલિશિંગની પ્રક્રિયા છે. પુરુષ ક્રિકેટમાં વપરાતા બોલનું વજન 156 થી 163 ગ્રામની વચ્ચે હોવું જોઈએ. એટલે કે 156 ગ્રામથી ઓછું નહીં અને 163 ગ્રામથી વધુ નહીં. આમ વજન તમામ બોલનુ સરખુ જ હોય છે, જે પુરુષ ક્રિકેટમાં ઉપયોગમાં લેવામાં આવતા હોય છે.
Preparations, adapting to the conditions and getting into the #WTC23 Final groove 🙌
Hear from Paras Mhambrey, T Dilip & Vikram Rathour on #TeamIndia‘s preps ahead of the all-important clash 👌🏻👌🏻 – By @RajalArora
Full Video 🎥🔽https://t.co/AyJN4GzSRD pic.twitter.com/x5wRxTn99b
— BCCI (@BCCI) May 31, 2023
ભારતીય ટીમ પાસે બોલને સારી રીતે સ્વિંગ કરાવતા બોલર્સ છે. શમી, સિરાજ અને ઉમેશ યાદવ બોલને સ્વિંગ કરાવી શકે છે, તેઓ આવી સ્થિતીમાં ડ્યૂક બોલથી સારી રીતે સ્વિંગ બોલિંગ કરી શકે છે. આ માટે પહેલાથી જ ભારતીય ખેલાડીઓએ ડ્યૂક બોલનો અભ્યાસ કર્યો હતો. આમ આવામાં ઓસ્ટ્રેલિયાને માટે પરેશાન સર્જાઈ શકે છે.
Published On - 11:40 am, Fri, 2 June 23