
ખાસ વાત એ છે કે રિદ્ધિમાન સાહાને ન્યૂઝીલેન્ડ સામે રન બનાવવાનું પસંદ છે. તેની 6 અડધી સદીઓમાંથી ત્રણ ન્યૂઝીલેન્ડ સામે આવી છે. અગાઉ 2016માં તેણે કોલકાતા ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 54 અને 58 રન બનાવ્યા હતા અને બંને ઇનિંગ્સમાં તે અણનમ રહ્યો હતો.

તેણે ન્યૂઝીલેન્ડ સામે 4 ટેસ્ટની 5 ઇનિંગ્સમાં 87ની એવરેજથી 174 રન બનાવ્યા છે. અન્ય કોઈ ટીમ સામે તેનું પ્રદર્શન આવુ નથી. તે પોતાની ત્રણેય અડધી સદીમાં અણનમ રહ્યો હતો.

ભારતીય ટીમે કાનપુર ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે 284 રનનો પડકાર રાખ્યો છે. ભારતે બીજો દાવ 7 વિકેટ પર ટીમ રમતમાં હતી એ દરમિયાન ડિક્લેર કર્યો હતો. કિવી ટીમે ચોથા દીવસની રમતના અંતે એક વિકેટ ગુમાવીને 4 રનનો સ્કોર કર્યો છે. આમ ભારત માટે અંતિમ દિવસે 9 વિકેટની જરુર જીત માટે છે.