UPW vs DC WPL Match Result : યુપી વોરિયર્સને 5 વિકેટથી હરાવી ફાઈનલમાં પહોંચી દિલ્હી કેપિટલ્સ , કેપ્સી-લૈનિંગે ભજવી મહત્વની ભૂમિકા

|

Mar 21, 2023 | 10:49 PM

UP warriors vs Delhi capitals : વુમન્સ પ્રીમિયર લીગની અંતિમ અને 20મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચની પરિણામ પરથી ફાઈનલ અને એલિમિનેટર ટીમોનો નિર્ણય થયો છે. દિલ્હી કેપિટલ્સની આ મેચમાં ધમાકેદાર જીત થઈ છે.

UPW vs DC WPL Match Result : યુપી વોરિયર્સને 5 વિકેટથી હરાવી ફાઈનલમાં પહોંચી દિલ્હી કેપિટલ્સ , કેપ્સી-લૈનિંગે ભજવી મહત્વની ભૂમિકા
UP warriors vs Delhi capitals

Follow us on

વુમન્સ પ્રીમિયર લીગની અંતિમ અને 20મી મેચ બ્રેબોન સ્ટેડિયમમાં યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેન લૈનિંગે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી યુપી વોરિયર્સની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકશાને 138 રનનો સ્કોર બનાવ્યો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમને ફાઈનલમાં પહોંચવા માટે 139 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટને દિલ્હી કેપિટલ્સની ટીમે 5 વિકેટના નુકશાન સાથે ચેઝ કરી લીધો હતો. 17.5 ઓવરમાં આ ટાર્ગેટ ચેઝ થયો છે.

આ સાથે જ દિલ્હી કેપિટલ્સની ટીમ ફાઈનલમાં પહોંચી છે. 26 માર્ચના રોજ ફાઈનલ મેચ રમાશે. જ્યારે 24 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સની ટીમ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ મેચમાં જીત મેળવનાર ટીમ ફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બનશે.

દેશની સૌથી અમીર દીકરી, મુકેશ અંબાણી સાથે તેનું છે ખાસ કનેક્શન
Hanuman Chalisa : 40 દિવસ સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શું થાય ?
અંકિતા લોખંડે અને વિકી જૈન બંન્નેમાંથી કોણ વધુ પૈસાદાર છે, જુઓ ફોટો
Black and Red Carrot : કાળા અને લાલ ગાજર વચ્ચેનો શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 18-12-2024
સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો

પ્રથમ ઈનિંગમાં શું થયું ?

પ્રથમ ઈનિંગમાં યુપી વોરિયર્સ તરફથી શ્વેતા સેહરાવતે  19 રન , કેપ્ટન એલિસા હીલીએ 36 રન, કિરણ નવગીરે 2 રન , તાહલિયા મેકગ્રા 58, સિમરને 11 રન, દિપ્તી સર્માએ 3 રન, સોફીએ 0  અને અંજલિએ 3  રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી રાધા યાદવે 2 વિકેટ લીધી હતી.જેસ જોનાસને 4 ઓવરમાં 24 રન આપી 1 વિકેટ અને એલિસ કેપ્સીએ 4 ઓવરમાં 26 રન આપી 3 વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં શું થયું ?

દિલ્હી તરફથી મેગ લેનિંગે 39 રન , શૈફાલી વર્માએ 21 રન, એલિસ કેપ્સીએ 34 રન, જેમિમાહ રોડ્રિગ્સે 3 રન, મેરિઝાન કેપએ 34 રન બનાવ્યા હતા. યુપી વોરિયર્સ તરફથી સબનમે 2 વિકેટ લીધી હતી. જ્યારે યસશ્રી-સોફીએ 1-1 વિકેટ લીધી હતી.

આવી હતી બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

 

 


યુપી વોરિયર્સ : શ્વેતા સેહરાવત, એલિસા હીલી(કેપ્ટન), કિરણ નવગીરે, તાહલિયા મેકગ્રા, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, સિમરન શેખ, પાર્શવી ચોપરા, અંજલિ સરવાણી, સોપ્પાધંડી યશશ્રી, શબનીમ ઈસ્માઈલ

દિલ્હી કેપિટલ્સ : મેગ લેનિંગ (કેપ્ટન), શૈફાલી વર્મા, એલિસ કેપ્સી, જેમિમાહ રોડ્રિગ્સ, મેરિઝાન કેપ, તાનિયા ભાટિયા (ડબ્લ્યુ), જેસ જોનાસન, રાધા યાદવ, અરુંધતી રેડ્ડી, શિખા પાંડે, પૂનમ યાદવ

આવુ હતું વુમેન્સ પ્રીમિયર લીગનું શેડયુલ

 

 

પ્રથમ પ્રીમિયર લીગની સૌથી મોંઘી ખેલાડીઓ

 

5 ટીમના 87 ખેલાડીઓ

 

માસ્કોટ શક્તિ

 

 

વુમેન્સ પ્રીમિયર લીગના માસ્કોટનું નામ શક્તિ છે. મહિલાઓને ધ્યાનમાં રાખીને આ માસ્કોટ તૈયાર કરવામાં આવ્યું છે. આ લીગની તમામ મેચ મહારાષ્ટ્રના સ્ટેડિયમમાં રમાશે. લીગની તમામ મેચમાં મહિલાઓને ફ્રિમાં એન્ટ્રી આપવામાં આવશે.

WPL 2023નું એન્થમ સોન્ગ

 

BCCIએ મહિલા પ્રીમિયર લીગની ઉદઘાટન સિઝન માટે એક આકર્ષક થીમ સોંગ રિલીઝ કર્યું છે. ‘યે તો બસ શુરુઆત હૈ’ શીર્ષક ધરાવતું આ ગીત ભારતીય મહિલા ક્રિકેટરોની હિંમત વધારવા માટે છે. જેમણે રમતના શિખર સુધી પહોંચવા માટે અસંખ્ય અવરોધોને પાર કર્યા છે.

થીમ સોંગ લીગનો ઉદ્દશેય અને ખેલાડીઓની ભાવનાને કેપ્ચર કરે છે. ગીતના બોલ ખેલાડીઓએ જે પડકારોનો સામનો કર્યો છે અને જે નિશ્ચય સાથે તેઓએ તેનો સામનો કર્યો છે તેની વાત કરે છે. આ ગીત ખેલાડીઓને તેમની યાત્રા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.

Published On - 10:43 pm, Tue, 21 March 23

Next Article