RCB vs UP WPL Match Result: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છઠ્ઠી મેચમાં મળી પ્રથમ જીત, યૂપી સામે 5 વિકેટે વિજય, કણિકાની શાનદાર ઈનીંગ

Royal Challengers Bangalore Vs UP Warriorz WPL Match Result: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને રન ચેઝ કરવાની યોજના અમલમાં મુકી યુપીને પ્રથમ બેટિંગ કરવા નિમંત્રણ આપ્યુ હતુ.

RCB vs UP WPL Match Result: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છઠ્ઠી મેચમાં મળી પ્રથમ જીત, યૂપી સામે 5 વિકેટે વિજય, કણિકાની શાનદાર ઈનીંગ
RCB vs UP Match Highlights
| Edited By: | Updated on: Mar 15, 2023 | 11:25 PM

WPL 2023 ની 13મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ વચ્ચે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. બેંગ્લોરની ટીમે આખરે છઠ્ઠી મેચમાં પોતાની પ્રથમ જીત મેળવી હતી. યુપી સામે 5 વિકેટ જીત મેળવી હતી. ટોસ જીતીને બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ યુપીને ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. યુપીની બેટિંગ ઈનીંગની શરુઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં બે વિકેટ ગુમાવ્યા બાદ 31 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં હેરિસ અને દીપ્તિ શર્માની રમતે યુપીને લડાયક સ્કોર પર પહોંચાડ્યુ હતુ.જેને 18મી ઓવરમાં બેંગ્લોરે પાર કરી લીધુ હતુ.

યુપી વોરિયર્સને પ્લેઓફની આશા જીવંત રાખવાનો પ્રયાસ છે. તો બેંગ્લોરની ટીમ પ્રથમ પાંચ મેચ પોતાની રમ્યા બાદ પોઈન્ટ ટેબલમાં અંતિમ સ્થાન ધરાવતી હતી. જે પાંચ મેચમાં હારનો સામનો કર્યો હતો. આમ ગુજરાત જાયન્ટ્સ બેંગ્લોર કરતા એક સ્થાન આગળ હતુ પરંતુ બેંગ્લોરે એક જીત મેળવવા સાથે ગુજરાતને પાંચમાં સ્થાને ખસેડી દીધુ છે. ગુજરાતે ટૂર્નામેન્ટમાં 5 મેચ રમીને 1 જીત મેળવી ચાર મેચ ગુમાવી છે.

બેંગ્લોરની શરુઆત પણ ખરાબ

પ્રથમ જીતની શોધ માટે લક્ષ્યનો પિછો કરવા ટોસ સમયની યોજના મુજબ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમની શરુઆત ખરાબ રહી હતી. બંને ઓપનરો માત્ર 14 રનના ટીમના સ્કોર પર જ પરત ફર્યા હતા. જોકે સોફી ડિવાઈને ઈનીંગની શરુઆત કરતા પ્રથમ ઓવરમાં પોતાના બેટથી બે ચોગ્ગા અને એક છગ્ગા વડે 14 રન નિકાળ્યા હતા. જોકે પ્રથમ ઓવરના અંતિમ બોલ પર તે આઉટ થઈ પરત ફરી હતી. ગ્રેસ હેરિસે તેનો શિકાર કર્યો હતો. આગળની ઓવરના ત્રીજા બોલે ઓપનર સ્મૃતિ મંધાના આઉટ થઈ હતી. બેંગ્લોરની સુકાની મંધાના શૂન્ય રનમાંજ વિકેટ ગુમાવી પરત ફરી હતી.

જોકે એલિસ પેરી અને હેથર નાઈટે રમત સંભાળી હતી. જોકે પેરીનો શિકાર કરવામાં દેવિકા વૈદ્ય સફળ રહી હતી. પેરી 13 બોલનો સામનો કરીને 10 રન નોંધાવ્યા હતા. નાઈટે 21 બોલનો સામનો કરીને 24 રન નોંધાવ્યા હતા. નાઈટે પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. બાદમાં કણિકા આહૂજાએ શાનદાર રમત બેંગ્લોર માટે દર્શાવી હતી. તેણે યુપીને પરેશાન કરી દીધુ હતુ. એક સમયે મેચ યુપી તરફી સરકી હતી, એવા સમયે જ બેંગ્લોરને મેચમાં બનાવી રાખવાનો સફળ પ્રયાસ કણિકાએ કર્યો હતો. રિચા ઘોષે શાનદાર અણનમ ઈનીંગ રમી હતી. તેણે 32 બોલનો સામનો કરીને 3 ચોગ્ગા અને 1 છગ્ગા વડે 31 રન નોંધાવ્યા હતા. શ્રેયંકા પાટિલે અણનમ 5 રનનુ યોગદાન આપ્યુ હતુ.

Published On - 10:50 pm, Wed, 15 March 23