MI vs RCB WPL Match Result : બેંગ્લોર સામે મુંબઈની 4 વિકેટથી જીત, પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે ફરી ટોપ પર પહોંચ્યુ

Mumbai indians vs royal challengers bangalore : વુમન્સ પ્રીમિયર લીગની 19મી મેચ આજે ડીવાય સ્ટેડિયમમાં મુંબઈ અને બેંગ્લોરની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં હાર સાથે રોયલ ચેલેન્જર બેંગ્લોરના અભિયાનનો અંત આવ્યો છે.

MI vs RCB WPL Match Result : બેંગ્લોર સામે મુંબઈની 4 વિકેટથી જીત, પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે ફરી ટોપ પર પહોંચ્યુ
MI vs RCB WPL Match Result
| Edited By: | Updated on: Mar 21, 2023 | 6:58 PM

વુમન્સ પ્રીમિયર લીગની 19મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ વચ્ચે રમાઈ હતી. બંને ટીમની લીગ સ્ટેજની આ અંતિમ મેચ હતી. બેંગ્લોરની ટીમે આપેલા 126 રનના ટાર્ગેટને મુંબઈની ટીમે સરળતાથી ચેઝ કરીને 4 વિકેટથી જીત મેળવી છે. ટોસ હાર્યા બાદ આરસીબી પ્રથમ બેટિંગ કરવા આવી હતી. કેપ્ટન સ્મૃતિ મંધાના અને સોફી ડિવાઈન ઓપનર તરીકે મેદાનમાં ઉતર્યા હતા.

જોકે, ડિવાઇન ખાતું ખોલાવ્યા વિના જ રનઆઉટ થઈ હતી. સ્મૃતિ મંધાનાએ રનની ગતિ વધારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે 24 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ ટૂર્નામેન્ટની 8 મેચમાં તે એક પણ વખત અડધી સદી ફટકારી શકી નથી.બેંગ્લોરને ત્રીજો ઝટકો હિથર નાઈટના રૂપમાં લાગ્યો, જે અમાલિયા કેરની બોલ પર 12 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.RCBની ચોથી વિકેટ કનિકા આહુજાના રૂપમાં પડી જે 12 રન બનાવી શકી હતી.

એલિસ પેરીએ રનરેટ વધારવાનો પ્રયાસ કરતા જ તે 29 રનના અંગત સ્કોર પર એલબીડબ્લ્યુ આઉટ થઈ ગઈ હતી. આ જ ઓવરમાં શ્રેયંકા પાટિલ પણ ક્લીન બોલ્ડ થઈ હતી. તે 3 રન બનાવી શકી હતી.મુંબઈ તરફથી સાઈકા ઈશાકને સાતમી વિકેટ મળી હતી. તેણે મેગન શુટને એલબીડબલ્યુ આઉટ કર્યો. ત્યાર બાદ રિચા 29 રન પેવેલિયન પરત ફરી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 16.3 ઓવરમાં 6 વિકેટના નુકશાન સાથે આ ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

પોઈન્ટ ટેબલમાં ફરી મુંબઈ ટોપ પર

આજની મેચમાં જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 12 પોઈન્ટને કારણે ટોપ પર છે. દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સની મેચ આ ટુર્નામેન્ટ માટે મહત્વની સાબિત થશે. જો દિલ્હી સારી રન રેટથી મેચ જીતશે તો તે સીધી ફાઈનલમાં પહોંચશે અને મુંબઈ-યુપી વચ્ચે એલિમિનેટર મેચ રમાશે.

આવી હતી બંને ટીમની પ્લેઈગ ઈલેવન

 


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: સ્મૃતિ મંધાના , સોફી ડેવાઇન, એલિસ પેરી, હીથર નાઈટ, રિચા ઘોષ , કનિકા આહુજા, શ્રેયંકા પાટિલ, દિશા કાસટ, મેગન શુટ, આશા શોભના, પ્રીતિ બોઝ.

મુંબઈ ઈન્ડિયન્સ: હેલી મેથ્યુસ, યાસ્તિકા ભાટિયા, નેટ સીવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર , એમેલિયા કાર, ઈસ્સી વોંગ, અમનજોત કૌર, હુમૈરા કાઝી, ધારા ગુજ્જર, જીંતિમાની કલિતા, સાયકા ઈશાક.

વુમેન્સ પ્રીમિયર લીગનું શેડયુલ

 

4 માર્ચથી 26 માર્ચ વચ્ચે ટુર્નામેન્ટ રમાશે. 17 અને 19 માર્ચે લીગ રાઉન્ડમાં કોઈ મેચ રમાશે નથી. લીગ રાઉન્ડ 21 માર્ચે સમાપ્ત થશે, એલિમિનેટર ત્રણ દિવસ પછી ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે છે અને એક દિવસના વિરામ પછી ફાઇનલ મેચ રમાશે.

પ્રથમ પ્રીમિયર લીગની સૌથી મોંઘી ખેલાડીઓ

 

5 ટીમના 87 ખેલાડીઓ

 

માસ્કોટ શક્તિ

 

 

વુમેન્સ પ્રીમિયર લીગના માસ્કોટનું નામ શક્તિ છે. મહિલાઓને ધ્યાનમાં રાખીને આ માસ્કોટ તૈયાર કરવામાં આવ્યું છે. આ લીગની તમામ મેચ મહારાષ્ટ્રના સ્ટેડિયમમાં રમાશે. લીગની તમામ મેચમાં મહિલાઓને ફ્રિમાં એન્ટ્રી આપવામાં આવશે.

WPL 2023નું એન્થમ સોન્ગ

 

BCCIએ મહિલા પ્રીમિયર લીગની ઉદઘાટન સિઝન માટે એક આકર્ષક થીમ સોંગ રિલીઝ કર્યું છે. ‘યે તો બસ શુરુઆત હૈ’ શીર્ષક ધરાવતું આ ગીત ભારતીય મહિલા ક્રિકેટરોની હિંમત વધારવા માટે છે. જેમણે રમતના શિખર સુધી પહોંચવા માટે અસંખ્ય અવરોધોને પાર કર્યા છે.

થીમ સોંગ લીગનો ઉદ્દશેય અને ખેલાડીઓની ભાવનાને કેપ્ચર કરે છે. ગીતના બોલ ખેલાડીઓએ જે પડકારોનો સામનો કર્યો છે અને જે નિશ્ચય સાથે તેઓએ તેનો સામનો કર્યો છે તેની વાત કરે છે. આ ગીત ખેલાડીઓને તેમની યાત્રા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.

Published On - 6:50 pm, Tue, 21 March 23