GG vs UPW WPL Match Result: ગુજરાત જાયન્ટ્સની બીજી હાર, યુપીના ‘વોરિયર્સે’ મેચ દિલધડક બનાવી, કિમની 5 વિકેટ

|

Mar 05, 2023 | 11:05 PM

Gujarat Giants UP Warriorz WPL Match Result: ગુજરાત જાયન્ટ્સે એક સમયે મેચને પોતાના તરફી બનાવી લીધી હતી, જોકે પહેલા કિરણ અને બાદમાં હેરિસની રમતે મેચ રોમાંચક બનાવી હતી.

GG vs UPW WPL Match Result: ગુજરાત જાયન્ટ્સની બીજી હાર, યુપીના વોરિયર્સે મેચ દિલધડક બનાવી, કિમની 5 વિકેટ
GG vs UPW WPL Match Result

Follow us on

WPL 2023 ની ત્રીજી મેચ ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. યુપી એ મેચને 3 વિકેટથી જીતી લીધી હતી. ગુજરાતની ટીમનુ સુકાન આજની મેચમાં સ્નેહ રાણાએ સંભાળ્યુ હતુ. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુક્શાન પર 169 રન મેળવ્યા હતા. યુપી વોરિર્યસે ટોસ હારીને રનચેઝ કરતા શરુઆત મુશ્કેલ રહી હતી. જોકે બાદમાં કિરણ નવગીરે રમતને સંભાળતા યુપીને ટીમને રાહત સર્જાઈ હતી. જોકે એક સમયે ત્રીજી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવતા યુપીની ટીમ પર મુશ્કેલીઓ ઉતરી આવી હતી. પરંતુ કિરણની રમતે મુશ્કેલ સ્થિતીમાંથી ટીમને મેચમાં બનાવી રાખવા પ્રયાસ કર્યો હતો. કિરણે અડધી સદી નોંધાવી હતી. અંતમાં હેરિસે રમતને રોમાંચક બનાવી દીધી હતી.

ગ્રેસ હેરિસે ચોગ્ગા અને છગ્ગા વડે રમતને રોમાંચક પળોમાં લઈ આવી હતી. તેણે 26 બોલનો સામનો કરીને 59 રન નોંધાવ્યા હતા.  સોફી એક્લેસ્ટેને પણ તેને રમતમાં સાથ પૂરાવતા બંને આક્રમક અંદાજથી રન નિકાળ્યા હતા. 7 વિકેટ ગુમાવી દેવા બાદ બંનેએ લડત દર્શાવી હતી. સોફીએ 12 બોલનો સામનો કરીને 22 રન નોંધાવ્યા હતા.  અંતિમ ઓવરમાં 19 રનની જરુર હતી અને હેરિસના છગ્ગાએ મેચનો રોમાંચ વધારી દીધો હતો.

કિરણની લડાયક અડધી સદી

એક સમયે બીજી ઓવરમાં યુપી વોરિયર્સની ટીમ મુશ્કેલ સ્થિતીમાં મુકાઈ ચુક્યુ હતુ. પરંતુ ત્યાર બાદ કિરણ નવગીરે રમતને સંભાળી લીધી હતી. તેણે 43 બોલમાં 53 રનની ઈનીંગ રમી હતી. આ દરમિયાન 2 છગ્ગા અને 5 ચોગ્ગા નોંધાવ્યા હતા. યુપીની ટીમને મુશ્કેલ સ્થિતીમાંથી મક્કમ રમત વડે ઉગારવા માટે તેણે પ્રયાસ કર્યો હતો. કિરણની રમતે ગુજરાતની ચિંતાઓને વધારી દીધી હતી. તેણે એક્લા હાથે લડત આપી હતી. બીજી તરફ તેને દીપ્તીએ સ્ટ્રાઈક સતત કિરણ પાસે રહેવાનો દેવાનો પ્રયાસ કરને સાથ આપ્યો હતો. આમ કિરણ એકલા હાથે રન નિકાળવા લાગી હતી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ઓપનર એલિસા હીલી એ 8 બોલનો સામનો કરીને 7 રન નોંધાવ્યા હતા. જ્યારે શ્વેતા સેહરાવતે 6 બોલનો સામનો કરીને 5 રન નોંધાવ્યા હતા. તાહિલા મેકગ્રાથે શૂન્ય રને જ વિકેટ ગુમાવી હતી. હીલી, શ્વેતા અને તાહિલાએ ઈનીંગની ત્રીજી ઓવરમાં વિકેટ ગુમાવી હતી. ત્રણેય એક જ ઓવરમાં વિકેટ ગુમાવી પરત ફર્યા હતા. ત્યારબાદ સતત ગુજરાતની ટીમ વિકેટની શોધ કરી રહ્યુ હતુ. આ દરમિયાન દીપ્તીએ વિકેટ ગુમાવતા રાહત સર્જાઈ હતી. દીપ્તીને માનસી જોષીએ ક્લીન બોલ્ડ કરી દીધી હતી. દીપ્તી શર્મા 16 બોલનો સામનો કરીને 11 રન નોંધાવી પરત ફરી હતી. સિમરન શેખ શૂન્ય અને દેવિકા વૈદ્ય 4 રન નોંધાવીને પરત ફરી હતી.

કિમ ગાર્થનો તરખાટ

જબરદસ્ત બોલિંગ કિમ ગાર્થે કરી હતી. ઈનીંગની ત્રીજી ઓવર લઈને આવેલા કિમ ગાર્થે એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આવી જ રીતે વધુ એક ઓવર લઈને આવતા 13મી ઓવરમાં 2 વિકેટ સળંગ ઝડપી હતી. આમ પાંચ વિકેટ તેણે ઝડપી હતી.

Published On - 10:59 pm, Sun, 5 March 23

Next Article