GG vs UP WPL Match Result: ગુજરાતને રોમાંચક મેચમાં હરાવી UP એ Playoffs માં સ્થાન મેળવ્યુ, હેરિસ-મેકગ્રાની અડધી સદી

Gujarat Giants Vs UP Warriorz WPL Match Result: ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સની ટીમ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. મેચમાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી.

GG vs UP WPL Match Result: ગુજરાતને રોમાંચક મેચમાં હરાવી UP એ Playoffs માં સ્થાન મેળવ્યુ, હેરિસ-મેકગ્રાની અડધી સદી
GG vs UP Match Highlights
| Edited By: | Updated on: Mar 20, 2023 | 7:20 PM

ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે WPL 2023 ની 17મી મેચ રમાઈ હતી. આ મેચ મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રમાઈ હતી. ગુજરાત જાયન્ટ્સ ટીમની કેપ્ટન સ્નેહ રાણાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરીને લક્ષ્ય બચાવવાની યોજના અમલમાં મુકી હતી. ગુજરાતની ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની 8મી મેચ રમી રહી હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 178 રનનો સ્કોર 6 વિકેટના નુક્શાન પર નોંધાવ્યો હતો. યુપીની ગ્રેસ હેરિસ અને તાહિલા મેકગ્રા બંનેએ અડધી સદી નોંધાવી હતી. ગુજરાતને યુપીએ 3 વિકેટે હરાવ્યુ હતુ અને પ્લેઓફ્સમાં સ્થાન મેળવ્યુ હતુ.

ગુજરાત ટીમની એશ્લે ગાર્ડનર અને ડી હેમલત્તાએ અડધી અડધી સદી નોંધાવી હતી. બંનેની રમત વડે ગુજરાતે યુપી સામે લડાયક પડકાર ખડક્યો હતો. ગુજરાતની ટીમે ટૂર્નામેન્ટમાં અગાઉ 7 મેચ રમીને 2 મેચ જીતી હતી. આમ 5 મેચ હાર્યા હતા.  યુપીની ટીમેે 7 મેચ રમીને 4 જીતી હતી. આમ પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને રહીને પ્લેઓફ્સમાં પહોંચી છે.

ઓપનર સસ્તામાં નિપટ્યા

યુપીની શરુઆત ગુજરાત સામે ખરાબ રહી હતી. યુપીએ 19રનના સ્કોરમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે 39 રનના સ્કોરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. યુપીની ઓપનર દેવિકા વૈદ્ય અને એલિસા હીલીની જોડી 14 રનમાં જ તૂટી ગઈ હતી. યુપીની કેપ્ટન એલિસાને મોનિકા પટેલે હરલીનના હાથમાં કેચ ઝડપાવીને પ્રથમ ઝટકો આપ્યો હતો. હીલીએ 8 બોલનો સામનો કરીને 12 રન નોંધાવ્યા હતા. આગળની ઓવરમાં કિરણ નવગિરેને કિમ ગાર્થે સસ્તામાં આઉટ કરી હતી. નવગિરે અગાઉ તોફાની રમત રમી સૌનુ ધ્યાન ખેંચ્યુ હતુ. જેને ગાર્થે સસ્તામાં પરત કરી દીધી હતી. નવગિરેએ 4 બોલનો સામનો કરીને 4 વિકેટ ઝડપી હતી. દેવિકા વૈદ્ય ત્રીજી વિકેટના રુપમાં પરત ફરી હતી. તે 7 રન નોંધાવીને પરત ફરી હતી. તેને તનુજા કંવરે પોતાનો શિકાર બનાવી હતી.

મેકગ્રા-હેરિસની અડધી સદી

તાહિલા મેકગ્રા અને હેરિસે અડધી-અડધી સદીનોંધાવી હતી. મેકગ્રાએ 38 બોલનો સામનો કરીને 57 રન નોંધાવ્યા હતા. મેકગ્રાએ 11 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની રમતે યુપીને મેચમાં બનાવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હેરિસ સાથે તેની મહત્વની ભાગીદારી રહી હતી. હેરિસે પણ મેકગ્રાના બાદ યુપીની જવાબદારી પોતાના ખભે લેતા ગુજરાતની ટીમને માટે ચિંતા વધી ચુકી હતી. હેરિસે 41 બોલમાં 72 રન નોંધાવ્યા હતા. 7 ચોગ્ગા અને 4 છગ્ગા જમાવ્યા હતા. દીપ્તી શર્માએ 6 રન અને સોફી એકલસ્ટને અણનમ 19 રન નોંધાવ્યા હતા. સિમરન શેખે 1 રન નોંધાવ્યો હતો. અંજલી સરવાની શૂન્ય રને અણનમ રહ્યો હતો.

Published On - 6:56 pm, Mon, 20 March 23