WPL 2023 ની તારીખ આવી સામે, 22 દિવસ સુધી ચાલશે મહિલા લીગનુ ઘમાસાણ, જાણો પૂરી વિગત

BCCI આ વર્ષથી ઈન્ડિયન પ્રીમિયર લીગની જેમ જ મહિલા પ્રીમિયર લીગની શરુઆત કરી રહ્યુ છે. આ માટે 5 ટીમોનુ ઓક્શન થયા બાદ હવે આગામી સપ્તાહે ખેલાડીઓનુ ઓક્શન થનારુ છે.

WPL 2023 ની તારીખ આવી સામે, 22 દિવસ સુધી ચાલશે મહિલા લીગનુ ઘમાસાણ, જાણો પૂરી વિગત
WPL 2023 dates confirmed by Arun Dhumal
| Edited By: | Updated on: Feb 06, 2023 | 11:49 PM

આગામી મહિને ભારતમાં મહિલા ક્રિકેટ લીગનુ ઘમાસાણ મચશે. વિશ્વભરની મહિલા ખેલાડીઓ ભારતમાં ચોગ્ગા છગ્ગાની આતશબાજી કરશે, સાથે જ એક્સ્પ્રેસ અને ફીરકી મહિલા બોલરો પણ બેટરોને દાંડીયા રમાડશે. આ રોમાંચની આતુરતા પુર્વક લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. જે હવે વાસ્તવિક સ્વરુપમાં જોવા મળી શકે છે. BCCI એ મહિલા પ્રીમિયર લીગને સફળ બનાવવા માટે ખૂબ મહેનત હાથ ધરી છે. જોકે ટૂર્નામેન્ટના શેડ્યૂલને લઈ હવે રાહ જોવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ્સનુસાર મહિલા લીગની શરુઆત આગામી મહિને પ્રથમ સપ્તાહમાં મહિના પ્રથમ શનિવારથી થશે. એટલે કે 4 માર્ચથી શરુઆત થઈ શકે છે. પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાય એવી આશા છે. ટૂર્નામેન્ટનુ આયોજન મુંબઈમાં કરવામાં આવ્યુ છે અને 4 થી 26 માર્ચ સુધી ટૂર્નામેન્ટ મુંબઈમાં જ રમાશે.

આઈપીએલના અઘ્યક્ષે બતાવી મહત્વની જાણકારી

ઈન્ડિયન પ્રીમિયર લીગના અધ્યક્ષ અરુણ ધૂમલે આ અંગેની વિગતો આપી હોવાનુ મીડિયા રિપોર્ટસમાં બતાવ્યુ છે. એક સમાચાર સંસ્થા સાથે વાત કરતા ધૂમલે કહ્યુ હતુ કે, મહિલા પ્રીમિયર લીગ 4 માર્ચ થી લઈને 26 માર્ચ સુધી રમાશે. ટૂર્નામેન્ટની તમામ મેચો મુંબઈમાં રમાનાર છે. જે મેચો બ્રેબોન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાનાર છે.

આઈપીએલ ના અધ્યક્ષે આગળ વાત કરવા દરમિયાન એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે, લીગની ખેલાડીઓનુ ઓક્શન પાકિસ્તાન સામેની મેચ બાદ કરવામાં આવશે. આ મેચ ટી20 મહિલા વિશ્વકપમાં રમાનાર છે. જેના એક દીવસ બાદ 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં ઓક્શન યોજવામાં આવશે.

ટૂર્નામેન્ટ 22 મેચોની રહેશે

BCCI, જોકે, અગાઉ 2018 થી પુરુષોની IPL સાથે વિમેન્સ T20 ચેલેન્જરનું આયોજન કરી રહ્યું હતું. WPLમાં કુલ 22 મેચો રમાશે અને ટેબલમાં ટોચ પર રહેનારી ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય થશે. ટાઈટલ મેચમાં જગ્યા બનાવવા માટે બીજા અને ત્રીજા સ્થાનની ટીમ વચ્ચે નોકઆઉટ મેચ રમાશે.

ટીમોએ પણ આ લીગ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને હાલમાં તેઓ કોચિંગ સ્ટાફની ભરતીમાં વ્યસ્ત છે. મિતાલી રાજથી લઈને ઝુલન ગોસ્વામી આ લીગમાં કોચિંગ કરતી જોવા મળશે

ઓક્શન માટે દોઢ હજાર ખેલાડીનુ રજીસ્ટ્રેશન

લગભગ 1500 મહિલા ક્રિકેટ ખેલાડીઓએ લીગ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને અંતિમ યાદી આ સપ્તાહના અંતમાં જાહેર થવાની ધારણા છે. હરાજીમાં દરેક ફ્રેન્ચાઇઝી ટીમ ખેલાડીઓ પર 12 કરોડ રૂપિયાનો ખર્ચ કરી શકે છે. ટીમોએ ઓછામાં ઓછા 15 અને વધુમાં વધુ 18 ખેલાડીઓ માટે સફળતાપૂર્વક બોલી લગાવવી પડશે.