WPL 2023: આ 3 ભારતીય મહિલા ખેલાડીઓની રમત જ નહીં તેમની ખૂબસૂરતી પર દિવાના રહ્યા ફેન!

|

Mar 27, 2023 | 9:08 PM

WPL 2023 નુ સમાપન થઈ ચુક્યુ છે અને મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ સિઝનની ચેમ્પિયન બન્યુ છે, લીગમાં કેટલીક શાનદાર ક્રિકેટ જોવા મળી હતી અને આ સાથે કેટલીક મહિલા ખેલાડીઓની ખૂબસૂરતી પણ ફેન્સને પસંદ આવી છે.

WPL 2023: આ 3 ભારતીય મહિલા ખેલાડીઓની રમત જ નહીં તેમની ખૂબસૂરતી પર દિવાના રહ્યા ફેન!
Indian glamorous cricketers

Follow us on

વુમન્સ પ્રીમિયર લીગ ની પ્રથમ સિઝન સમાપ્ત થઈ ચુકી છે. આ પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે દિલ્હી કેપિટલ્સ ટીમને હરાવીને જીત મેળવી હતી. પ્રથમ સિઝનની ચેમ્પિયન મુંબઈની ટીમે શરુઆતથી જ શાનદાર રમત દર્શાવી હતી. ભારતમાં મહિલાઓ માટેની ક્રિકેટ લીગની શરુઆત સાથે એક શાનદાર માહોલ સર્જ્યો હતો. મહિલા ક્રિકેટરો માટે જાણે કે નવા યુગની શરુઆત થઈ છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ માટે તમામ શક્ય પ્રયાસો કરીને ટૂર્નામેન્ટની સફળ શરુઆત કરાવી હતી. આ દરમિયાન ખેલાડીઓના ગ્લેમરની પણ ચર્ચા ખૂબ રહી હતી.

વિશ્વની સૌથી સુંદર મહિલા ક્રિકેટર સહિત અનેક વિદેશી ખેલાડીઓએ WPL 2023માં હિસ્સો લીધો હતો. પ્રથમ સિઝનમાં 5 ટીમો સાથેની આ ટૂર્નામેન્ટમાં અનેક મહિલા ખેલાડીઓએ પોતાના રમતના પ્રભાવ સાથે લુક્સ વડે ફેન્સને આકર્ષિત કર્યા હતા. ભારતીય ખેલાડીઓ પણ આમાં પાછળ નહોતી.અહીં એવી ટોપ 3 ક્રિકેટર્સ વિશે બતાવીશુ જે પોતાના ગ્લેમરસ લુક્સને લઈ ચર્ચામાં રહી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

RCB ની સુકાની સ્મૃતિ મંધાના

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મહિલા ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાના સુપર સ્ટાર છે. તે આ યાદીમાં સૌથી આગળ છે. મંધાના WPLના ઓક્શનમાં સૌથી મોંઘી ખેલાડી રહી હતી. તેને બેંગ્લોરે પોતાની સાથે સાડા ત્રણ કરોડ રુપિયામાં જોડી હતી. જોકે મંધાનાની ટીમ અને પોતે ખાસ પ્રદર્શન કરી શકી નહોતી. 18ની સરેરાશ સાથે તેણે લીગમાં માત્ર 149 રન નોંધાવ્યા હતા.

 

તાનિયા ભાટીયા, દિલ્હી કેપિટલ્સ

આ ખેલાડીની ચર્ચા પણ સિઝન દરમિયાન ખૂબ રહી હતી. દિલ્હી કેપિટલ્સની વિકેટકીપર બેટર તાનિયા પ્રદર્શન અને લુક્સ બંને રીતે ચર્ચામાં રહી હતી. 25 વર્ષિય વિકેટકીપરે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે 9 મેચમાં 10 શિકાર વિકેટની પાછળ રહીને ઝડપ્યા હતા. દિલ્હી ટીમ ફાઈનલમાં પહોંચી હતી. જ્યાં તેણે મુંબઈ સામે હારનો સામનો કર્યો હતો.

 

હરલીન દેઓલ, ગુજરાત જાયન્ટ્સ

ગુજરાત જાયન્ટ્સ ટીમની હરલીન દેઓલ ટુર્નામેન્ટમાં સારા ફોર્મમાં જોવા મળી હતી. જોકે ગુજરાતની ટીમના હાલ પણ બેંગ્લોર જેવા જ રહ્યા હતા. 24 વર્ષીય હરલીન દેઓલ તેના પ્રદર્શન સાથે તેની ખૂબસૂરતીને લઈ ચર્ચામાં રહી હતી. ગુજરાત તરફથી સૌથી વધારે રન નોંધાવવાની યાદીમાં તે બીજા ક્રમે રહી હતી. તેણે 125 રનથી વધારેના સ્ટ્રાઈક રેટથી તેણે રન બનાવ્યા હતા. ગુજરાતની ટીમની સફર પ્રથમ સિઝનમાં પોઈન્ટ્સ ટેબલમાં અંતિમ ક્રમે રહીને પુરી થઈ હતી.

 

 

ભારતીય મહિલા ક્રિકેટરોને બીસીસીઆઈએ પહેલાથી જ એક સારી ભેટ આપી હતી. હવે વાર્ષિક સેલેરીને મામલે ભારતીય ક્રિકેટ ટીમની ખેલાડીઓને પુરુષોના સમાન પૈસા મેળવશે. એટલે કે ભારતીય મહિલા અને પુરુષ ક્રિકેટરોની સેલેરી સમાન રહેશે. આ પહેલા ન્યુઝીલેન્ડ પણ આમ જ સેલેરી મામલે સમાનતા રાખી છે.

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 8:10 pm, Mon, 27 March 23

Next Article