WPL 2023 Play-off: કઈ ટીમો પહોંચી પ્લેઓફમાં, હવે નંબર-1 પર ટકી રહેવાની રેસ, જાણો કોનુ પલડું છે ભારે

|

Mar 20, 2023 | 10:42 PM

WPL 2023 ની 17મી મેચમાં ગુજરાત જાયન્ટ્સને હરાવીને યુપી વોરિયર્સે પ્લેઓફમાં સ્થાન મેળવી લીધુ છે. પ્લેઓફમાં પહોંચનારી ટીમોની પુરી વિગત અહીં જાણો, પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને રહેનારી ટીમને સીધા જ ફાઈનલમાં પહોચશે. જ્યારે બાકીને બંને ટીમો વચ્ચે એલિમિનેટર રમવી પડશે.

WPL 2023 Play-off: કઈ ટીમો પહોંચી પ્લેઓફમાં, હવે નંબર-1 પર ટકી રહેવાની રેસ, જાણો કોનુ પલડું છે ભારે
WPL 2023 Play Off Qualified Teams

Follow us on

મહિલા ક્રિકેટ લીગ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. WPL 2023 માં પ્લેઓફમાં સ્થાન મેળવનારી ત્રણ ટીમોનો નિર્ણય થઈ ચુક્યો છે. ગુજરાત જાયન્ટ્સ ટીમને હરાવીને યુપી વોરિયર્સ ત્રીજા સ્થાને પ્લેઓફમાં પહોંચી ચુકી છે. IPL કરતા WPL નુ ફોર્મેટ અલગ છે. જેને લઈ અહીં ચારને બદલે માત્ર 3 જ ટીમો પ્લેઓફમાં સ્થાન મેળવી શકે છે. આ ત્રણેય સ્થાન હવે નક્કી થઈ ચુક્યા છે. લીગ તબક્કાની 17મી મેચનુ પરિણામ આવવા સાથે જ ત્રણેય ટીમો પ્લેઓફમાં કઈ છે એ ચિત્ર સ્પષ્ટ થઈ ચુક્યુ છે.આ મેચ સોમવારે રમાઈ હતી.

પ્લેઓફમાં પહોંચવા માટે 8 પોઈન્ટ્સ જરુરી હતા. એ યુપીની ટીમે આ આંકડાને ગુજરાતની ટીમને હરાવીને સોમવારે મેળવી લીધો હતો. હજુ એક મેચ યુપીની ટીમે રમવાની બાકી છે.યુપીની ટીમે ટૂર્નામેન્ટમાં 7 મેચ રમીને 4 મેચોમાં જીત મેળવી છે. આમ 8 પોઈન્ટ યુપીએ મેળવી લીધા હતા. ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો હવે લીગ તબક્કામાં જ બહાર થઈ જવા પામી છે. જોકે બેંગ્લોરે હજુ એક મેચ ટૂર્નામેન્ટમાં રમવાની બાકી છે.

કઈ ટીમો પહોંચી પ્લેઓફમાં?

WPL 2023 માં કુલ પાંચ ટીમોએ હિસ્સો લીધો હતો. આ પૈકીની ત્રણ ટીમો પ્લેઓફમાં કઈ પહોંચી છે એ ચિત્ર સ્પષ્ટ થઈ ચુક્યુ છે. મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સની ટીમો પ્લેઓફમાં પહોંચી ચુકી છે. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી પહેલા જ પ્લેઓફમાં પહોંચવાની ટિકિટ મેળવી હતી. ત્યાર બાદ દિલ્હી કેપિટલ્સ બીજા સ્થાને રહેતા પ્લેઓફની ટિકિટ મેળવી હતી. જ્યારે યુપીની ટીમ ત્રીજા સ્થાને રહીને પ્લેઓફમાં પહોંચી હતી.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

સીધુ જ ફાઈનલમાં કોણ પહોંચશે?

હવે ટૂર્નામેન્ટમાં નંબર-1 નુ સ્થાન મેળવવા માટે હવે મુંબઈ અને દિલ્હીની ટીમો વચ્ચે રેસ રહેશે. હાલમાં સોમવાર સુધી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 18મી મેચ પહેલા નંબર વનના સ્થાન પર રહી હતી. મુંબઈની ટીમ પાસે 10 પોઈન્ટ હતા. જ્યારે દિલ્હીની ટીમે પણ મુંબઈને હરાવીને 5 પોઈન્ટ મેળવ્યા હતા. હવે દિલ્હી નંબર 1 ના સ્થાને સોમવારે રમાયેલી બીજી મેચના અંતે મેળવ્યુ છે. હજુ બંને ટીમોને એક એક મેચ રમવાની બાકી છે. આમ બંને માંથી કોણ નંબર વનના સ્થાને રહેશે એ જોવુ રહ્યુ.

ગ્રૂપ સ્ટેજની તમામ મેચો પછી, જે ટીમ સૌથી વધુ પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાન પર હશે તેને ફાઇનલમાં સીધું સ્થાન મળશે. બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. જે ટીમ આ મેચ જીતશે તે ફાઇનલમાં પહોંચશે. એલિમિનેટર મેચ 24 માર્ચે અને ફાઈનલ 26 માર્ચે યોજાશે.

 

 

Published On - 10:27 pm, Mon, 20 March 23

Next Article