MI vs DC WPL 2023 : મુંબઈ ઈન્ડિયન્સનું બેટિંગમાં સૌથી ખરાબ પ્રદર્શન, દિલ્હી કેપિટલ્સને મળ્યો માત્ર 110 રનનો ટાર્ગેટ

|

Mar 20, 2023 | 9:07 PM

Mumbai Indians vs Delhi Capitals Live Score in Gujarati : આજે ડબલ હેડરમાં બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ ટીમ વચ્ચે છે. બંને ટીમ ફાઈનલમાં પહોંચવા અને નંબર 1 પર પહોંચવા આજે મેદાન પર ઉતરી છે.

MI vs DC WPL 2023 : મુંબઈ ઈન્ડિયન્સનું બેટિંગમાં સૌથી ખરાબ પ્રદર્શન, દિલ્હી કેપિટલ્સને મળ્યો માત્ર 110 રનનો ટાર્ગેટ
WPL 2023 MI VS DC

Follow us on

વુમન્સ પ્રીમિયર લીગની 18મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીની ટીમ ટોસ જીતીને બોલિંગ કરવા ઉતરી હતી. બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયનની શરુઆત ખુબ ખરાબ રહી હતી. 58ના સ્કોર પર મુંબઈની અડધી ટીમ પેવિયલન પહોંચી હતી. 20 ઓવરના અંતે મુંબઈનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 109 રન રહ્યો હતો. દિલ્હી કેપિલ્સને જીતવા માટે 20 ઓવરમાં રનનો 110ટાર્ગેટ મળ્યો છે.

પ્રથમ ઈનિંગમાં મુંબઈ તરફથી હેલી મેથ્યુઝે 5 રન , યાસ્તિકા ભાટિયા 1 રન , નેટ સાઈવર-બ્રન્ટ 0 રન, હરમનપ્રીત કૌર 23 રન, એમેલિયા કેર 8 રન, ઈસી વોંગ 23 રન, પૂજા વસ્ત્રાકર 26 રન, અમનજોત કૌર 19 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી કેપ, જોનાસન અને શિખા પાંડે એ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે અરુધાતિ રેડ્ડીએ દિલ્હી માટે 1 વિકેટ લીધી હતી. જેમિમા રોડિરિઝે આજે દિલ્હી માટે શાનદાર ફિલિડિંગ કરી હતી. તેણે 2 શાનદાર કેચ અને એક રન આઉટ કર્યું હતું.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

 

મેચની કેટલીક રોમાંચક પ્રદર્શન

 

આવી છે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

 


દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ 11 – મેગ લેનિંગ (કેપ્ટન), શૈફાલી વર્મા, એલિસ કેપ્સી, જેમિમાહ રોડ્રિગ્સ, મેરિઝાન કેપ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), જેસ જોનાસન, રાધા યાદવ, અરુંધતી રેડ્ડી, શિખા પાંડે, પૂનમ યાદવ

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ 11 – હેલી મેથ્યુઝ, યાસ્તિકા ભાટિયા(વિકેટકીપર), નેટ સાઈવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર(કેપ્ટન), એમેલિયા કેર, ઈસી વોંગ, પૂજા વસ્ત્રાકર, અમનજોત કૌર, હુમૈરા કાઝી, જીંતિમાની કલિતા, સાયકા ઈશાક

વુમેન્સ પ્રીમિયર લીગનું શેડયુલ

 

4 માર્ચથી 26 માર્ચ વચ્ચે ટુર્નામેન્ટ રમાશે. 17 અને 19 માર્ચે લીગ રાઉન્ડમાં કોઈ મેચ રમાશે નથી. લીગ રાઉન્ડ 21 માર્ચે સમાપ્ત થશે, એલિમિનેટર ત્રણ દિવસ પછી ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે છે અને એક દિવસના વિરામ પછી ફાઇનલ મેચ રમાશે.

પ્રથમ પ્રીમિયર લીગની સૌથી મોંઘી ખેલાડીઓ

 

5 ટીમના 87 ખેલાડીઓ

 

માસ્કોટ શક્તિ

 

 

વુમેન્સ પ્રીમિયર લીગના માસ્કોટનું નામ શક્તિ છે. મહિલાઓને ધ્યાનમાં રાખીને આ માસ્કોટ તૈયાર કરવામાં આવ્યું છે. આ લીગની તમામ મેચ મહારાષ્ટ્રના સ્ટેડિયમમાં રમાશે. લીગની તમામ મેચમાં મહિલાઓને ફ્રિમાં એન્ટ્રી આપવામાં આવશે.

WPL 2023નું એન્થમ સોન્ગ

 

BCCIએ મહિલા પ્રીમિયર લીગની ઉદઘાટન સિઝન માટે એક આકર્ષક થીમ સોંગ રિલીઝ કર્યું છે. ‘યે તો બસ શુરુઆત હૈ’ શીર્ષક ધરાવતું આ ગીત ભારતીય મહિલા ક્રિકેટરોની હિંમત વધારવા માટે છે. જેમણે રમતના શિખર સુધી પહોંચવા માટે અસંખ્ય અવરોધોને પાર કર્યા છે.

થીમ સોંગ લીગનો ઉદ્દશેય અને ખેલાડીઓની ભાવનાને કેપ્ચર કરે છે. ગીતના બોલ ખેલાડીઓએ જે પડકારોનો સામનો કર્યો છે અને જે નિશ્ચય સાથે તેઓએ તેનો સામનો કર્યો છે તેની વાત કરે છે. આ ગીત ખેલાડીઓને તેમની યાત્રા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.

Published On - 9:00 pm, Mon, 20 March 23

Next Article