WPL 2023 : મુંબઈ બાદ દિલ્હીની ટીમ પણ પ્લેઓફમાં પહોંચી, હવે પ્લેઓફની એક જગ્યા માટે ત્રણ ટીમ વચ્ચે જંગ

હવે પ્લેઓફની એક જગ્યા માટે ગુજરાત જાયન્ટસ, યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર આ 3 ટીમો વચ્ચે જંગ થશે. ચાલો જાણીએ કઈ ટીમ કેવી રીતે પ્લેઓફમાં પહોંચી શકશે.

WPL 2023 : મુંબઈ બાદ દિલ્હીની ટીમ પણ પ્લેઓફમાં પહોંચી, હવે પ્લેઓફની એક જગ્યા માટે ત્રણ ટીમ વચ્ચે જંગ
WPL 2023
| Edited By: | Updated on: Mar 19, 2023 | 5:24 PM

વુમન્સ પ્રીમિયર લીગની ધમાકેદાર મેચો વચ્ચે દિલ્હી કેપિટલ્સની ટીમ પણ પ્લેઓફમાં પહોંચી છે. મુંબઈ ઈન્ડિયન્સ બાદ દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લેઓફમાં પહોંચનાર બીજી ટીમ બની ગઈ છે. હવે પ્લેઓફની એક જગ્યા માટે ગુજરાત જાયન્ટસ, યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર આ 3 ટીમો વચ્ચે જંગ થશે. પ્લેઓફની આ એક જગ્યા માટે યુપી વોરિયર્સની ટીમ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. ચાલો જાણીએ કઈ ટીમ કેવી રીતે પ્લેઓફમાં પહોંચી શકશે.

પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ કયાં સ્થાન પર ?

 

પોઈન્ટ ટેબલમાં મુંબઈની ટીમ 10 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. હમણા સુધીની 6 મેચમાં મુંબઈની 5 મેચમાં જીત અને 1 મેચમાં હાર થઈ છે. મુંબઈની ટીમ પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બની હતી. દિલ્હીની ટીમ 8 પોઈન્ટ સાથે હાલમાં પ્લેઓફમાં પહોંચનાર બીજી ટીમ બની છે. યુપીની ટીમ 6 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને, બેંગ્લોરની ટીમ 4 પોઈન્ટ સાથે ચોથા સ્થાને અને ગુજરાતની ટીમ ઓછા રન રેટને કારણે 4 પોઈન્ટ સાથે અંતિમ સ્થાને છે.

પ્લેઓફના સમીકરણ

  • યુપી વોરિયર્સે હમણા સુધીની 6 મેચમાં 3માં જીત અને 3માં હારનો સામનો કરવો પડયો છે. આ ટીમ હજુ 2 મેચ રમશે, જો તે એક મેચ પણ જીતશે તો તે સીધી 8 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પ્રવેશ કરશે.
  • ગુજરાત જાયન્સની હવે 1 મેચ રમાશે, જેમાં તે જીતશે તો પણ ખરાબ રન રેટને કારણે પોઈન્ટ ટેબલમાં અંતિમ સ્થાન પર રહેશે.
  • બેંગ્લોરની અંતિમ મેચ મુંબઈ સામે છે. તેણે આ મેચ જીતવી પડશે અને સાથે યુપી અને ગુજરાત પણ તેની તમામ મેચ હારે તો રન રેટને આધારે તે પ્લેઓફમાં જગ્યા બનાવી શકશે.

વુમેન્સ પ્રીમિયર લીગનું શેડયુલ

 

4 માર્ચથી 26 માર્ચ વચ્ચે ટુર્નામેન્ટ રમાશે. 17 અને 19 માર્ચે લીગ રાઉન્ડમાં કોઈ મેચ રમાશે નથી. લીગ રાઉન્ડ 21 માર્ચે સમાપ્ત થશે, એલિમિનેટર ત્રણ દિવસ પછી ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે છે અને એક દિવસના વિરામ પછી ફાઇનલ મેચ રમાશે.

પ્રથમ પ્રીમિયર લીગની સૌથી મોંઘી ખેલાડીઓ

 

5 ટીમના 87 ખેલાડીઓ

 

માસ્કોટ શક્તિ

 

 

વુમેન્સ પ્રીમિયર લીગના માસ્કોટનું નામ શક્તિ છે. મહિલાઓને ધ્યાનમાં રાખીને આ માસ્કોટ તૈયાર કરવામાં આવ્યું છે. આ લીગની તમામ મેચ મહારાષ્ટ્રના સ્ટેડિયમમાં રમાશે. લીગની તમામ મેચમાં મહિલાઓને ફ્રિમાં એન્ટ્રી આપવામાં આવશે.

WPL 2023નું એન્થમ સોન્ગ

 

BCCIએ મહિલા પ્રીમિયર લીગની ઉદઘાટન સિઝન માટે એક આકર્ષક થીમ સોંગ રિલીઝ કર્યું છે. ‘યે તો બસ શુરુઆત હૈ’ શીર્ષક ધરાવતું આ ગીત ભારતીય મહિલા ક્રિકેટરોની હિંમત વધારવા માટે છે. જેમણે રમતના શિખર સુધી પહોંચવા માટે અસંખ્ય અવરોધોને પાર કર્યા છે. થીમ સોંગનો ઉદ્દશેય અને ખેલાડીઓની ભાવનાને કેપ્ચર કરે છે. ગીતના બોલ ખેલાડીઓએ જે પડકારોનો સામનો કર્યો છે અને જે નિશ્ચય સાથે તેઓએ તેનો સામનો કર્યો છે તેની વાત કરે છે. આ ગીત ખેલાડીઓને તેમની યાત્રા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.