WPL 2023 Final: 24માંથી 19 ડોટ બોલ, માત્ર 5 રન આપીને ઝડપ્યા 3 શિકાર, ખતરનાક બોલિંગ-Video

WPL 2023 Final, Mumbai Indians vs Delhi Capitals: મુંબઈ ઈન્ડિયન્સ ટીમની હેલી મેથ્યૂઝે પોતાની કમાલની બોલિંગ વડે જ મેચમાં ટીમનુ પલડું શરુઆતથી જ ભારે કરી દીધુ હતુ.

WPL 2023 Final: 24માંથી 19 ડોટ બોલ, માત્ર 5 રન આપીને ઝડપ્યા 3 શિકાર, ખતરનાક બોલિંગ-Video
Hayley Matthews એ કરી ખતરનાક બોલિંગ
| Edited By: | Updated on: Mar 26, 2023 | 10:43 PM

મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે WPL 2023 Final મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સની સુકાની મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. જોકે દિલ્હીની ટીમ પડકાર મોટો રાખી શકી નહોતી. જોકે મુંબઈને પણ આસાનીથી લક્ષ્યની નજીક પહોંચવા દીધુ નહોતુ. દિલ્હીની ટીમે 131 રનનો સ્કોર 9 વિકેટના નુક્શાન પર નોંધાવ્યો હતો. દિલ્હીની ટીમને સૌથી વધારે મુશ્કેલી મુંબઈની હેલિ મેથ્યૂઝે કરી દીધી હતી. તેણે 4 ઓવરમાંથી 2 મેડન કરીને 3 શિકાર ઝડપ્યા હતા.

મુંબઈની ટીમની શરુઆત ખાસ રહી નહોતી. હેલિ મેથ્યૂઝ અને યાસ્તિકા ભાટીયાએ ઝડપથી વિકેટ ગુમાવી દીધી હતી. જેને લઈ પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બની ઈતિહાસ રચવાનો પ્રયાસ કરવા માટે મુંબઈએ આગળની રમત ખૂબ જ સાવચેતી પૂર્વક રમી હતી. બીજી તરફ દિલ્હીએ પણ બોલિંગ કસીને કરવાનો પ્રયાસ કર્યો હતો.

મેથ્યૂઝે દિલ્હીને પરેશાન કરી દીધુ

શરુઆતમાં વોંન્ગે જબરદસ્ત બોલિંગ વડે ટોપ ઓર્ડરને પરેશાન કરી દીધો હતો. તેણે શેફાલી વર્મા, એલિસ કેપ્સિ અને રોડ્રિગ્ઝને ઝડપથી આઉટ કરીને ટીમને મોટી રાહત અપાવી હતી. જોકે બાદમાં મેથ્યૂઝે પરેશાની કરવાની શરુઆત કરી હતી. એક બાદ એક કરકસર ભરી ઓવરો કરવાની શરુ કરીને દિલ્હીનુ દબાણ વધારી દીધુ હતુ. આ દબાણ દરમિયાન તેણે 3 વિકેટ ઝડપી લીધી હતી. આમ દિલ્હીનુ સ્કોરબોર્ડ ચાલવા જ દીધુ નહોતુ તેણે્.

મેથ્યૂઝે 4 ઓવર કરી હતી. જેમાંથી 2 ઓવર મેડન કરી હતી. આમ 24 બોલમાંથી 19 બોલ પર તેણે એક પણ વખત રન લેવાનો મોકો આપ્યો નહોતો. આ દરમિયાન તેણે 4 ઓવરમાં માત્ર 5 જ રન આપ્યા હતા. આમ દિલ્હીનુ આ દરમિયાનની ઓવરોમાં દબાણ કેવુ સર્જાયુ હશે એ જોઈ શકાય છે.

 

WPL 2023 માં સૌથી વધુ વિકેટ

આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સની બોલર મેથ્યૂઝના નામે સિઝનમાં 16 વિકેટ નોંધાઈ છે. તેણે 10 મેચમાં આ વિકેટો ઝડપી છે. યુપી વોરિયર્સની સોફી એક્લેસ્ટને પણ 16 વિકેટ સિઝનમાં ઝડપી છે. આમ તેણે તેની સાથે બરાબરી કરી લીધી છે. જોકે મેથ્યૂઝની ઈકોનોમી રેટ સારી હોવાને લઈ તે પ્રથમ સ્થાને રહી છે અને એક્લેસ્ટન પાછળ ધકેલાઈ ગઈ હતી.

Published On - 10:31 pm, Sun, 26 March 23