WPL 2023 Closing Ceremony : ક્યારે યોજાશે વુમન્સ પ્રીમિયર લીગની ધમાકેદાર ક્લોઝિંગ સેરેમની, કોણ કરશે પરફોર્મ ? જાણો આ અહેવાલમાં

|

Mar 24, 2023 | 6:15 PM

WPL 2023ની ફાઈનલ મેચ 26 માર્ચના રોજ રમાશે. આ મેચ પહેલા માહિલા પ્રીમિયર લીગની ક્લોઝિંગ સેરેમની બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે યોજાશે. ઘણા કલાકારો આમાં પરફોર્મ કરતા જોવા મળશે. ક્લોઝિંગ સેરેમની સાંજે 6 વાગ્યાથી શરૂ થઈ શકે છે.

WPL 2023 Closing Ceremony : ક્યારે યોજાશે વુમન્સ પ્રીમિયર લીગની ધમાકેદાર ક્લોઝિંગ સેરેમની, કોણ કરશે પરફોર્મ ? જાણો આ અહેવાલમાં
wpl 2023 closing ceremony

Follow us on

WPL 2023ની ફાઈનલ મેચ 26 માર્ચના રોજ રમાશે. આ મેચ પહેલા વુમન્સ પ્રીમિયર લીગની ક્લોઝિંગ સેરેમની બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે યોજાશે. ઘણા કલાકારો આમાં પરફોર્મ કરતા જોવા મળશે. ક્લોઝિંગ સેરેમની સાંજે 6 વાગ્યાથી શરૂ થઈ શકે છે. આ ક્લોઝિંગ સેરેમનીમાં તમન્ના ભાટિયા, દીપિકા પાદુકોણ જેવી મોટી અભિનેત્રીઓ પરફોર્મ કરી શકે છે.

જો કે, આ વિશે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એક મહિલા ગાયક તેના સ્વરથી ક્લોઝિંગ સેરેમનીથી ક્લોઝિંગ સેરેમનીને યાદગાર બનાવી શકે છે. મહિલા ખેલાડીઓની ટુર્નામેન્ટ હોવાથી આ ક્લોઝિંગ સેરેમનીમાં પણ મહિલાઓનો દબદબો જોવા મળી શકે છે.

અંકિતા લોખંડે અને વિકી જૈન બંન્નેમાંથી કોણ વધુ પૈસાદાર છે, જુઓ ફોટો
Black and Red Carrot : કાળા અને લાલ ગાજર વચ્ચેનો શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 18-12-2024
સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો
પાકિસ્તાનમાં કેટલા છે હિન્દુ મંદિરો, કોણ રાખે છે તેની સંભાળ ?
ગુજરાતી સિંગર કૈરવી બુચે ડોક્ટર સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો

વુમન્સ પ્રીમિયર લીગની અંતિમ મેચ 26 માર્ચ એટલે કે રવિવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે. પરંતુ આ મેચ પહેલા બધી ટિકિટો વેચાઈ ગઈ  છે. બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે ફાઇનલ માટે ‘ફ્રી ટિકિટ’ ન હોવા છતાં  મોટી સંખ્યામાં ફેન્સ ટિકિટ ખરીદી હતી. બ્રેબોર્ન સ્ટેડિયમની 20,000 ની ક્ષમતા છે. વુમન્સ પ્રીમિયર લીગની ગ્રુપ સ્ટેજની મેચોમાં મહિલાઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવી હતી.

આ 2 ટીમો વચ્ચે રમાશે ફાઈનલ મેચ

પ્રથમ ફાઇનલિસ્ટ- દિલ્હી કેપિટલ્સએ મહિલા પ્રીમિયર લીગના ગ્રુપ સ્ટેજ પછી પોઇન્ટ ટેબલમાં નંબર 1 બન્યા પછી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો.
બીજો ફાઇનલિસ્ટ- મુંબઇ ઇન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચેના એલિમિનેટર મેચની વિજેતા ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ હશે.

20 મેચ બાદ પોઈન્ટ ટેબલની સ્થિતિ

આવુ હતું વુમન્સ પ્રીમિયર લીગનું શેડયુલ

 

 

પ્રથમ પ્રીમિયર લીગની સૌથી મોંઘી ખેલાડીઓ

 

5 ટીમના 87 ખેલાડીઓ

 

માસ્કોટ શક્તિ

 

વુમેન્સ પ્રીમિયર લીગના માસ્કોટનું નામ શક્તિ છે. મહિલાઓને ધ્યાનમાં રાખીને આ માસ્કોટ તૈયાર કરવામાં આવ્યું છે. આ લીગની તમામ મેચ મહારાષ્ટ્રના સ્ટેડિયમમાં રમાશે. લીગની તમામ મેચમાં મહિલાઓને ફ્રિમાં એન્ટ્રી આપવામાં આવશે.

WPL 2023નું એન્થમ સોન્ગ

 

BCCIએ મહિલા પ્રીમિયર લીગની ઉદઘાટન સિઝન માટે એક આકર્ષક થીમ સોંગ રિલીઝ કર્યું છે. ‘યે તો બસ શુરુઆત હૈ’ શીર્ષક ધરાવતું આ ગીત ભારતીય મહિલા ક્રિકેટરોની હિંમત વધારવા માટે છે. જેમણે રમતના શિખર સુધી પહોંચવા માટે અસંખ્ય અવરોધોને પાર કર્યા છે.

થીમ સોંગ લીગનો ઉદ્દશેય અને ખેલાડીઓની ભાવનાને કેપ્ચર કરે છે. ગીતના બોલ ખેલાડીઓએ જે પડકારોનો સામનો કર્યો છે અને જે નિશ્ચય સાથે તેઓએ તેનો સામનો કર્યો છે તેની વાત કરે છે. આ ગીત ખેલાડીઓને તેમની યાત્રા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.

Next Article