WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ક્યારે રમાશે? સામે આવી તારીખ જાણો કઈ તારીખે રમાશે

આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ આગામી જૂન મહિનામાં રમાનારી છે. આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચોની સિરીઝ રમાનારી છે, આમ ટીમ ઈન્ડિયા સિરીઝ વડે ફાઈનલની ટિકિટ મેળવી શકે છે.

WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ક્યારે રમાશે? સામે આવી તારીખ જાણો કઈ તારીખે રમાશે
ટીમ ઈન્ડિયાની નજર ICC WTC ફાઈનલ પર છે
| Edited By: | Updated on: Jan 21, 2023 | 7:04 PM

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ આગામી જૂન માસમાં રમાઈ શકે છે. ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચવાની રેસમાં આગળ છે. હાલમાં ભારત બીજા સ્થાને છે. આવી સ્થિતીમાં ભારતીય ટીમ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં હિસ્સો લઈ શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફેબ્રુઆરી માસથી 4 ટેસ્ટ મેચોની સિરીઝ રમાઈ શકે છે. જેમાં ભારતે 3 ટેસ્ટ મેચ જીતવી જરુરી છે, આ જીત સાથે ફાઈનલમાં સ્થાન પાકુ થઈ જશે. અહેવાલો મુજબ ફાઈનલ મેચ ઓવલમાં રમાનારી છે અને તેની તારીખો પણ સામે આવી છે.

મીડિયા રિપોર્ટસ મુજબ આઈસીસી ટેસ્ટ ચેમ્પિનશિપની ફાઈનલ મેચ જૂન માસની 8મી તારીખે શરુ થઈ શકે છે. જોકે આ માટે હજુ સુધી સત્તાવાર રીતે તારીખની ઘોષણા કરવામાં આવી નથી. જોકે સુત્રો મુજબ 8 થી 12 જૂન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ શકે છે.

જૂનમાં રમાનાર હોવાથી રાહત

ભારતમાં આ પહેલા આઈપીએલ ટૂર્નામેન્ટ રમાશે. આમ ઈન્ડિયન પ્રીમિયર લીગના સમાપન બાદ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મેચ રમાવાને લઈ રાહત છે. આઈપીએલ વિશ્વની સૌથી વધારે આકર્ષણ ધરાવતી લીગ છે. અહીં દેશ વિદેશના સ્ટાર ખેલાડીઓ હિસ્સો લેતા હોય છે. આમ ફાઈનલમાં સ્થાન મેળવનારી બંને ટીમોને માટે રાહત રુપ તારીખ રહી શકે છે. કારણ કે આઈપીએલ ફાઈનલ અને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ વચ્ચે દિવસોનો આરામ મળશે. સાથે જ આ સમયગાળા દરમિયાન પૂરતી તૈયારીઓ પણ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈલ માટે ખેલાડીઓ કરી શકે છે.

ખાસ કરીને ભારતીય ટીમના ચાન્સીસ વધારે છે. ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી શકે તેવો સંકેતો જોવા મળી રહ્યા છે. અગાઉ 2021માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. આ વખતે ભારત ફાઈનલમાં પહોંચવા માટે ગત સિઝનની કસર પૂર કરવા માટે પ્રયાસ કરી શકે છે.

ઓસ્ટ્રેલિયા ટોપ પર, ભારત બીજા સ્થાને

એવા પણ અહેવાલો છે કે બોર્ડર ગાવસ્કર શ્રેણીની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયા બેંગ્લોરમાં એક નાનો કેમ્પ યોજી શકે છે. જોકે ઓસ્ટ્રેલિયા શ્રેણી પહેલા કોઈ પ્રેક્ટિસ મેચ રમશે નહીં. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા 75.56 ટકા માર્ક્સ સાથે ટોપ પર છે. તે જ સમયે, ભારત 58.93 ટકા માર્ક્સ સાથે બીજા સ્થાને છે. શ્રીલંકા 53.33 ટકા સાથે ત્રીજા અને દક્ષિણ આફ્રિકા 48.72 ટકા સાથે ચોથા ક્રમે છે.

Published On - 5:12 pm, Sat, 21 January 23