World Cup Super League : નેધરલેન્ડને હરાવીને ઈંગ્લેન્ડ ટોપ પર પહોંચ્યું, આ છે પોઈન્ટ ટેબલની તાજેતરની સ્થિતિ

England tour of Netherland: નેધરલેન્ડ (Netherland Cricket) ને શ્રેણીમાં 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડ (England Cricket) ની ટીમ આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ટીમના 125 પોઈન્ટ છે.

World Cup Super League : નેધરલેન્ડને હરાવીને ઈંગ્લેન્ડ ટોપ પર પહોંચ્યું, આ છે પોઈન્ટ ટેબલની તાજેતરની સ્થિતિ
England Cricket vs Netherland Cricket (PC: ESPNcricinfo)
| Edited By: | Updated on: Jun 23, 2022 | 2:21 PM

ઇંગ્લેન્ડે (England Cricket) નેધરલેન્ડ (Netherland Cricket) સામેની ત્રીજી અને છેલ્લી વનડેમાં વિજય નોંધાવીને શ્રેણી 3-0 થી જીતી લીધી હતી. ઈંગ્લેન્ડે શ્રેણીની પ્રથમ મેચ 232 રને, બીજી મેચ 6 વિકેટથી અને છેલ્લી મેચ 8 વિકેટથી જીતી હતી. ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ (World Cup Super League) ના પોઈન્ટ ટેબલમાં આ જીતનો ફાયદો ઈંગ્લેન્ડને પણ થયો છે. હવે ઈંગ્લેન્ડ 125 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. ટીમે બાંગ્લાદેશને પાછળ છોડી દીધું છે.

125 પોઇન્ટ સાથે ઇંગ્લેન્ડ ટોચ પર

વર્લ્ડ કપ સુપર લીગમાં ઈંગ્લેન્ડ 125 પોઈન્ટ સાથે પ્રથમ અને બાંગ્લાદેશ 120 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. અફઘાનિસ્તાનની ટીમ 100 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. પાકિસ્તાનની ટીમ હવે 90 પોઈન્ટ સાથે ચોથા સ્થાને પહોંચી ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમના પણ 80 પોઈન્ટ છે અને ટીમ 5માં સ્થાન પર છે.

 

 

ટીમ ઇન્ડિયા છઠ્ઠા સ્થાન પર

ભારતીય ટીમ 79 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 70 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. આયર્લેન્ડ 68 પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે. શ્રીલંકા (Sri Lanka Cricket) ની ટીમ 62 પોઈન્ટ સાથે નવમા નંબર પર છે. ન્યુઝીલેન્ડ (New Zealand Cricket) 60 પોઈન્ટ સાથે 10મા અને દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) 49 પોઈન્ટ સાથે 11મા ક્રમે છે.

આ ટીમોનો થશે ડાયરેક્ટ પ્રવેશ

તમને જણાવી દઈએ કે 2023 માં ભારતમાં રમાનારી ODI વર્લ્ડ કપ (ODI World Cup) ને ધ્યાનમાં રાખીને વર્લ્ડ કપ સુપર લીગ (World Cup Super League) ખૂબ જ મહત્વપૂર્ણ છે. વર્લ્ડ કપ સુપર લીગના પ્રથમ આઠ સ્થાન પર રહેલી ટીમોને ટૂર્નામેન્ટમાં સીધો પ્રવેશ મળશે. જોકે ટીમ ઈન્ડિયા (Team India) પર યજમાન હોવાને કારણે વર્લ્ડ કપ સુપર લીગ પર કોઈ અસર નહીં થાય. બીજી તરફ જે ટીમો ટોપ 8માં સ્થાન મેળવી શકશે નહીં તેમને ક્વોલિફાય થવાની વધુ એક તક મળશે.