World Cup 2023 : તમીમ ઈકબાલને પડતો મૂક્યા બાદ બાંગ્લાદેશના કેપ્ટને રોહિત શર્માનું નામ કેમ લીધું?

|

Sep 28, 2023 | 9:20 PM

સિનિયર ખેલાડી તમીમ ઈકબાલ બાંગ્લાદેશ વર્લ્ડ કપ ટીમમાંથી બહાર થઈ ગયો છે, જે બાદ શાકિબ અલ હસને તમીમ ઈકબાલને સ્વાર્થી ખેલાડી ગણાવ્યો હતો. સાથે જ તમીમને બાદ કરતાં શાકિબે પણ રોહિત શર્માનું નામ લીધું હતું. જાણો શું છે કહાની?

World Cup 2023 : તમીમ ઈકબાલને પડતો મૂક્યા બાદ બાંગ્લાદેશના કેપ્ટને રોહિત શર્માનું નામ કેમ લીધું?
Shakib & Rohit

Follow us on

કોઈ મોટી ટૂર્નામેન્ટ પહેલા બાંગ્લાદેશ (Bangladesh) ક્રિકેટ ટીમમાં કોઈ વિવાદ ન થાય તે શક્ય નથી. આ વખતે પણ કંઈક આવું જ થયું છે. વાસ્તવમાં બાંગ્લાદેશની વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરવામાં આવી હતી અને પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલ (Tamim Iqbal) ને તેમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને તમીમ ઈકબાલને બહાર રાખવા પાછળ મોટું કારણ જણાવ્યું છે. શાકિબ અલ હસને (Shakib Al Hasan) આરોપ લગાવ્યો કે તમીમ ઈકબાલ સ્વાર્થી છે અને ટીમ વિશે વિચારતો નથી. શાકિબે કહ્યું કે જો તમીમને ટીમના સારા માટે મિડલ ઓર્ડરમાં રમવાનું કહેવામાં આવે તો તેમાં ખોટું શું છે?

શાકિબે રોહિતનું ઉદાહરણ આપ્યું

એક ઈન્ટરવ્યુમાં રોહિત શર્માનું ઉદાહરણ આપતા શાકિબ અલ હસને કહ્યું કે જ્યારે આટલો મોટો ખેલાડી ઓપનર બની શકે છે અને 10000 રન પણ બનાવી શકે છે. આ સિવાય જો ટીમના ભલા માટે રોહિત શર્મા નંબર 3 અને નંબર 4 પર પણ બેટિંગ કરી શકે છે તો તેમાં વાંધો શું છે? શાકિબે કહ્યું કે, ખેલાડીએ ટીમ માટે ગમે ત્યાં બેટિંગ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. કારણ કે ટીમ સર્વોચ્ચ છે. તમે 100 કે 200 રન બનાવો, ટીમ હારી જાય તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે તમારી વ્યક્તિગત સિદ્ધિ સાથે શું કરશો?

આ પણ વાંચો : World Cup 2023 : ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાની ફેન જેને રોહિત ચા પીવડાવે છે, ધોની મેચની ટિકિટ આપે છે

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

શાકિબે તમીમ પર લગાવ્યો આરોપ

શાકિબ અલ હસને વધુમાં કહ્યું કે તમીમ ટીમ વિશે બિલકુલ વિચારી રહ્યો નથી. લોકો આ સમજી શકતા નથી. આખરે તમીમને આ પ્રસ્તાવ શા માટે આપવામાં આવ્યો? તે ટીમના ભલા માટે હતું. આમાં ખોટું શું છે? જો તમે ટીમ માટે રમો છો તો તમને આ પ્રસ્તાવો સ્વીકારવામાં શું તકલીફ છે?

તમીમ ઈકબાલ સાથે છે સમસ્યા !

તમીમ ઈકબાલ છેલ્લા એક વર્ષમાં બહુ ઓછું ક્રિકેટ રમ્યો છે. ક્યારેક તે ઘાયલ થયો તો ક્યારેક તેણે ટીમમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું. આ ખેલાડી એશિયા કપમાં પણ રમ્યો નહોતો. તમિમે ન્યુઝીલેન્ડ શ્રેણીમાં પણ ભાગ લીધો ન હતો. તાજેતરમાં જ તમીમ સંન્યાસ પણ લઈ ચૂક્યો હતો પરંતુ બાંગ્લાદેશના PMના હસ્તક્ષેપ બાદ તેણે બીજા જ દિવસે નિવૃત્તિ પાછી લઈ લીધી હતી અને હવે તેને વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article