IPL 2023 ની શરુઆત ભારતમાં શાનદાર થઈ છે. આ બાજુ પાકિસ્તાન હજુ એશિયા કપને લઈ BCCI સામે નિવેદનો કરીને વાતની ચર્ચાઓ કરી રહ્યુ છે. ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ એશિયા કપ માટે ખેડવાનુ નથી એ વાત નિશ્ચિત છે. તો બીજી તરફ પાકિસ્તાન પણ એશિયા કપને લઈ ચર્ચાઓ ગરમ રાખવાનો પ્રયાસ કરી રહ્યુ છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ શેઠી નિવેદન કરીને સદ્ધરતાના દાવા ઠોકવા લાગ્યા છે. તેઓ હવે એવી વાતો કરવા લાગ્યા છે કે, જે હાસ્યાસ્પદ ચર્ચાના મુદ્દા બની રહે.શેઠીએ બતાવ્યુ છે કે, PCB પાસે ખૂબ પૈસા છે, World Cup છોડવાથી તેમને કોઈ નુક્શાન નહીં થાય.
એશિયા કપ અને વિશ્વકપ બંને મહત્વની ટૂર્નામેન્ટને લઈ પાકિસ્તાને ચર્ચાનો મુદ્દો બનાવવા પ્રયાસ કર્યો છે. પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાને લઈ પહેલાથી જ ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે સ્પષ્ટતા કરી હતી. આમ છતાં પાકિસ્તાન હવે ભારતીય ટીમ તેમની ધરતી પર એશિયા કપ રમવા આવે એવી આશાઓ રાખી રહ્યુ છે. આ માટે વનડે વિશ્વકપને લઈ પાકિસ્તાન બતાવી રહ્યુ છે કે, તેઓ વિશ્વકપ નહીં રમવા માટે તૈયાર છે.
દુનિયાની દરેક ટીમો વિશ્વકપ રમવાને લઈ તમામ જોર લગાવી દેતી હોય છે, આ માટે પૂરી તૈયારીઓ કરવા પાછળ ખૂબ પૈસો અને સમય ખર્ચ કરતી હોય છે, ત્યાં હવે પાકિસ્તાને વિશ્વકપ છોડી દેવાની વાત કહી છે. પાકિસ્તાન માટે કહેવુ અને કરવુ એ વચ્ચેના ભેદને સમજ્યો નહીં હોય એવુ તો હશે જ નહીં. એટલે પાકિસ્તાન હાલ તો ICC નુ નાક દબાવવાનો પ્રયાસ કરતુ હોય એમ લાગી રહ્યુ છે.
ખાવા માટે પાકિસ્તાનમાં આટો નથી અને હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો ખજાનો ભરચક હોવાની વાતો અધ્યક્ષ નજમ સેઠીએ મીડિયા સમક્ષ કહી છે. પાકિસ્તાન સુપર લીગને લઈ તિજોરી ભરાઈ ગઈ હોવાનો દાવો શેઠીએ મીડિયા આગળ કર્યો હતો. કહ્યુ હતુ કે, PSL ની સફળતાને લઈ બોર્ડનો ખજાનો ભરાઈ ચૂક્યો છે અને તેમણે વિશ્વકપ નહીં રમવાનુ જોખમ ઉઠાવવુ પડે તો તૈયાર હોવાનુ બતાવ્યુ હતુ.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 8:16 pm, Fri, 31 March 23