‘હાર કે બાદ હી જીત હે’ આ સોંગના શબ્દો ટીમ ઈન્ડિયા (Team India) ના કેપ્ટન રોહિત શર્મા સાથે બરાબર કનેક્ટ થાય છે. આજથી 12 વર્ષ પહેલા વર્લ્ડ કપ 2011ની ભારતીય ટીમાં પસંદગી ન થયા બાદ રોહિત શર્મા ( Rohit Sharma) એ એક ટ્વિટ કરી ફેન્સને અને દેશવાસીઓને એક વચન આપ્યું હતું, કે તે પોતાના પ્રદર્શનથી બધાને જવાબ આપશે. આજે આ સમય આવી ગયો છે અને રોહિત વર્લ્ડ કપ (World Cup 2023) માં વાંચર ફરી એક વાર પૂરું કર્યું છે.
બુધવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ શરૂ થઈ ત્યારે કોહલીના નામના નારા લાગી રહ્યા હતા, પરંતુ જ્યારે મેચ સમાપ્ત થઈ ત્યારે ફેન્સના મોં પર કોહલી નહીં પરંતુ રોહિતનું નામ ગુંજી રહ્યું હતું. જેનું કારણ તેની શાનદાર સદી અને ધમાકેદાર ઈનિંગ હતી. ભારતીય કેપ્ટને તોફાની બેટિંગ કરી માત્ર 63 બોલમાં સદી ફટકારી હતી.
Most sixes in international cricket ✅
Most hundreds in @cricketworldcup history ✅
Fastest-ever Cricket World Cup hundred by an Indian ✅Rohit Sharma eclipsed several records during his 131 #CWC23 #INDvAFG pic.twitter.com/P6E6M50LeJ
— ICC (@ICC) October 11, 2023
રોહિતની આ સદી ઘણી ખાસ હતી, કારણ કે આ સાથે તે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો હતો. રોહિતે ત્રણ વર્લ્ડ કપમાં માત્ર 19 ઈનિંગ્સમાં 7મી વખત સદી ફટકારી હતી. આ રીતે તે સચિન તેંડુલકર (44 ઇનિંગ્સ, 6 સદી) કરતા આગળ નીકળી ગયો. માત્ર સદી જ નહીં, પરંતુ તે વર્લ્ડ કપમાં સૌથી ઓછી ઈનિંગ્સમાં 1000 રન બનાવનાર બેટ્સમેન પણ બન્યો હતો. રોહિત માટે આ સિદ્ધિઓ ખૂબ જ ખાસ છે કારણ કે 12 વર્ષ પહેલા તેને વર્લ્ડ કપમાં જ આટલો મોટો ફટકો પડ્યો હતો, ત્યારપછી અહીં સુધી પહોંચવાની આશા ભાગ્યે જ હતી.
From this in 2011, to becoming the highest ever century maker in World Cup History , scoring 7 hundreds in just 2 World Cups plus 2 matches, just proves again that “Never ever give up” and that Champions find a way to live their dream. #RohitSharma #INDvsAFG pic.twitter.com/o6gJxrhvk2
— VVS Laxman (@VVSLaxman281) October 11, 2023
2011માં પણ ભારતમાં વર્લ્ડ કપ યોજાયો હતો. તે સમયે રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4 વર્ષ વિતાવ્યા હતા. આ હોવા છતાં, તે પોતાનું સ્થાન સંપૂર્ણ રીતે નિશ્ચિત કરી શક્યો ન હતો અને તેથી તેને ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપમાં સ્થાન મળ્યું ન હતું. તે સમયે રોહિતે જે ટ્વીટ કર્યું હતું તે હવે તેની કરિયરનો ખાસ ભાગ બની ગયું છે. ત્યારે રોહિતે લખ્યું હતું કે આ તેના માટે મોટો આંચકો હતો પરંતુ તે આગળ વધવા માંગે છે.
આ પણ વાંચો : IND vs PAK : ભારતે પાકિસ્તાનને મહા મુકાબલા પહેલા જ હરાવ્યું, આ મામલે પાછળ છોડ્યું
People have questioned whether I deserve to be on the team for the world cup, I prefer to answer with my bat 🙂 🙂
— Rohit Sharma (@ImRo45) April 17, 2010
રોહિત બહુ આગળ વધી ગયો છે એમ કહેવું ખોટું નહીં હોય. માત્ર વર્લ્ડ કપની અવગણના કરવામાં આવી હતી એટલું જ નહીં તેના એક વર્ષ પહેલા પણ રોહિતની પસંદગી પર સવાલો ઉઠ્યા હતા. પછી વાત T20 વર્લ્ડ કપની હતી, જેમાં તેની પસંદગી કરવામાં આવી હતી. તે સમયે પણ રોહિતે ટ્વીટ કર્યું હતું કે ઘણા લોકો વર્લ્ડ કપમાં તેની પસંદગી પર સવાલ ઉઠાવી રહ્યા છે પરંતુ તે તેના બેટથી જવાબ આપશે. આજે 13 વર્ષ બાદ રોહિતના બેટએ સારો જવાબ આપ્યો છે.
Published On - 9:58 am, Thu, 12 October 23