ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે. જો આ ફાઈનલ મેચમાં ભારત જીતશે તો ટીમ ઈન્ડિયા ત્રીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીતનારી ટીમ બનશે. આ ઉપરાંત આ મેચમાં ઓસ્ટ્રેલિયા પણ ટાઈટલ જીતવા માટે પ્રયાસ કરી રહી છે. હાલ ભારતનો સ્કોર નીચો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક સમાચાર સામે આવ્યા છે, જેમાં મેચ પહેલા જ લો સ્કોરની આગાહી કરવામાં આવી હતી.
ભારતીય ટીમના એક દિગ્ગજ ખેલાડીએ વર્લ્ડ કપની ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા જ ઓછા સ્કોરની આગાહી કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરીને તેની જાણકારી આપી હતી. તેમણે ફાઈનલ મેચ શરૂ થયાના 38 મિનિટ પહેલા જ પુરાવા સાથે આ આગાહી કરી હતી કે મેચ દરમિયાન લો સ્કોર જોવા મળશે.
દિનેશ કાર્તિકે આજે એટલે કે, 19 નવેમ્બરના રોજ બપોરે 1:22 કલાકે X પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, Not a high scoring game. જો આપણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચની વાત કરીએ તો તેમાં કાળી માટી છે અને સાથે જ નરમ, સૂકી અને ખાડાવાળી છે.
Not a high scoring game
Team batting second if dew around is better suited for a win
Though interestingly both teams might bat first I feel
Big game . Put runs on board #CricketWorldCup pic.twitter.com/1uDVusZYPa
— DK (@DineshKarthik) November 19, 2023
આ પણ વાંચો : વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતની જીત થાય તે માટે લોકો ઓનલાઈન મંગાવી રહ્યા છે નારિયેળ અને અગરબત્તી
ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ પીચ ચેક કરી હતી અને હાથ દ્વારા સ્પર્શ કરીને જોઈ હતી કે પીચ કેવી છે, જેથી જો ટોસ જીતે તો પહેલા બોલિંગ કરવી કે પછે બેટિંગ કરવી તેનો નિર્ણય લઈ શકે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે.
Wishing the Indian cricket team immense success in the World Cup final! Bring home the trophy and make the nation proud! Definitely India will win the World Cup and 1.3 billion hearts #CricketWorldCup2023 #ICCWorldCupFinal #INDvAUS #CWC2023Final pic.twitter.com/IJT1r8xeOC
— Mann ki Baat (@Atmanirbhar0) November 19, 2023
Published On - 6:07 pm, Sun, 19 November 23