World Cup 1983: ઇંગ્લેન્ડમાં ભારતે ઇતિહાસ રચ્યો હતો, ધુરંધર ટીમને હરાવી વિશ્વ વિજેતા ટીમ બની હતી

|

Jun 25, 2021 | 2:37 PM

ભારતે આજના દિવસે ક્રિકેટ જગતમાં ઇતિહાસ રચ્યો હતો. જેણે આવનારી પેઢીઓ માટે એક ઉદાહરણ રચ્યુ હતુ. સાથે જ દેશમાં ક્રિકેટને એક નવા મુકામ પર લઇ જનાર પાયાનો પત્થર મુક્યો હતો.

1 / 8
ભારતીય ટીમ (Team India) આજના સમયમાં ખૂબ જ દમદાર બની ચુકી છે. ભારતીય ટીમ જે ટૂર્નામેન્ટમાં ઉતરે, તેમાં એ પ્રબળ દાવેદાર બની રહેતી હોય છે. જોકે આ મુકામ હાંસલ કરવો ભારતીય ટીમ માટે સરળ નહોતો રહ્યો. વર્ષોની મહેનતે તેને આ સફળતા અપાવી છે. તે મહેનતને કરવા માટે નો જુસ્સો ભારતને 1983માં મળ્યો હતો. કપિલ દેવ (Kapil Dev) ની કેપ્ટનશીપ ધરાવતી ટીમે, તે સમયની ખતરનાક ટીમ વેસ્ટઇન્ડીઝ (West Indies) ને પછાડી દઇ પોતાનો પ્રથમ વિશ્વકપ હાંસલ કર્યો હતો. તે જીત વડે જ ભારતને આત્મવિશ્વાસ મળ્યો કે, તે કંઇ પણ કરી શકે છે.

2 / 8
ભારતીય ટીમ આ વિશ્વકપમાં જીતના દાવેદારના રુપમાં નહોતી મેદાને ઉતરી. કોઇએ કલ્પના પણ નહોતી કરી કે, ભારત આ વિશ્વકપ જીતી જશે. જોકે કપિલ દેવની કેપ્ટનશીપમાં ભારતે તે કામ કરી દીધુ. ફાઇનલમાં તેની ટક્કર બે વખતની વિશ્વવિજેતા વેસ્ટઇન્ડીઝ સાથે થયો હતો. તે સમયે વન ડે મેચ 60 ઓવરની રમાતી હતી. ભારતે પ્રથમ બેટીંગ કરતા ટીમ 54.4 ઓવરમાં 183 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.

3 / 8
ભારત તરફ થી સૌથી વધારે 38 રન ઓપનર કૃષ્ણાચારી શ્રીકાંત એ બનાવ્યા હતા. તેના બાદ મોહિંદર અમરનાથ એ 26 રનનુ યોગદાન આપ્યુ હતુ.

4 / 8
વેસ્ટઇન્ડીઝ જેવી મજબૂત ટીમ માટે લક્ષ્ય સરળ હતુ. જોકે મદન લાલ અને અમરનાથની આગેવાનીમાં ભારતીય બોલરોએ વેસ્ટઇન્ડીઝના દિગ્ગજોને ધરાશયી કરી દીધા હતા. વેસ્ટઇન્ડીઝ ટીમ 52 ઓવરમાં 140 રન જ બનાવી શકી હતી.

5 / 8
 આ મેચમાં ભારતની જીત માટે મહત્વની પળ કપિલ દેવે ઝડપેલો કેચ રહી હતી. વેસ્ટ ઇન્ડીઝના સર ગોર્ડન ગ્રીનીઝ, ડેસમંડ હેંન્સીની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે વિવિયન રિચર્ડસન ક્રિઝ પર હતા. તેઓ પોતાના તોફાની અંદાજ મુજબ બેટીંગ કરી રહ્યા હતા. મદન લાલના બોલ પર તેમણે હવામાં એક શોટ રમ્યો હતો જેને કપિલ દેવ એ શોર્ટ ફાઇનલ લેગ થી પાછળની બાજુ લાંબી દોડ લગાવીને કેચ ઝડપ્યો હતો.

6 / 8
અહીંથી મેચ વેસ્ટઇન્ડીઝના હાથમાં થી સરકી ગઇ હતી. અંતમાં જેફ ડઝન અને મેલ્કમ માર્શલ એ કેટલીક કોશિષ કરી હતી પરંતુ સફળ રહ્યા નહી. ભારતે સૌના આશ્વર્ય વચ્ચે ક્લાઇવ લોયડની કેપ્ટનશીપ વાળી વેસ્ટઇન્ડીઝને પછાડી દીધુ હતુ. આ સાથે જ ભારતે પ્રથમ વખત વિશ્વકપ જીત્યો હતો.

7 / 8
ભારતની આ જીત ના હિરો રહ્યા હતા ઓલરાઉન્ડર ખેલાડી મોહિન્દર અમરનાથ. જેમણે 26 રન બનાવવાની સાથે ત્રણ વિકેટ પણ પોતાના નામે કરી હતી. તેમને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા હતા.

8 / 8
આજે પણ પુરી દુનિયાની નજરમાં કપિલ દેવની લોર્ડઝના મેદાનની બાલ્કનીમાં, વિશ્વકપની ટ્રોફી ઉઠાવતી તસ્વીર તરવરે છે. ભારતમાં આજે પણ તે તસ્વીર નુ દૃશ્ય પ્રેરણાત્મક રુપે જોવાય છે.

Next Photo Gallery