T20 World Cup: ટીમ ઈન્ડિયા 4 વાર ચેમ્પિયન બનવાથી ચૂકી ગઈ, જાણો ભારતનુ પ્રદર્શન કેવુ રહ્યુ

|

Feb 03, 2023 | 9:44 AM

Women's T20 World Cup 2023 ની શરુઆત આગામી 10 ફેબ્રુઆરીથી થવા જઈ રહી છે. દક્ષિણ આફ્રિકામાં રમાનાર વિશ્વકપથી ભારતને ખૂબ આશાઓ છે.

T20 World Cup: ટીમ ઈન્ડિયા 4 વાર ચેમ્પિયન બનવાથી ચૂકી ગઈ, જાણો ભારતનુ પ્રદર્શન કેવુ રહ્યુ
womens cricket team past performances in T20 World Cup

Follow us on

ભારતીય મહિલા ક્રિકેટ હાલમાં શાનદાર ફોર્મમાં લાગી રહી છે. ટી20 વિશ્વકપ પહેલા પ્રભાવિત કરનારુ પ્રદર્શન હાલમાં કરી રહી છે. આગામી 10 ફેબ્રુઆરીથી મહિલા ટી20 વિશ્વકપની શરુઆત થનારી છે. આ પહેલા ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં જ શાનદાર પ્રદર્શન દર્શાવી રહી છે. હાલમાં જ ત્રિકોણીય સિરીઝમાં ભારતે જીત મેળવી છે. જોકે ટી20 વિશ્વકપમાં ભારતને અત્યાર સુધી એક પણ વાર સફળતા મળી શકી નથી. આઈસીસી દ્વારા 7 વાર વિશ્વકપ ટૂર્નામેન્ટ યોજવામાં આવી છે. જેમાં ભારતીય મહિલા ટીમ 4 વાર ચૂકી ગઈ છે.

આગામી સપ્તાહથી શરુ થનાર ટી20 મહિલા વિશ્વકપમાં ભારતીય ટીમની 12 ફેબ્રુઆરીને રવિવારે પ્રથમ મેચ રમનાર છે. ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો એક બીજાને ટકરાઈને અભિયાનની શરુઆત કરશે. ભારતીય મહિલા ટીમ જોકે હાલમાં આત્મવિશ્વાસથી ભરપૂર છે અને પાકિસ્તાન સામે જીત સાથે વિજયી શરુઆત કરવા દમ લગાવશે. વિશ્વકપની શરુઆથ પહેલા ભારતીય મહિલા ટીમનુ ટી20 વર્લ્ડકપ પ્રદર્શન કેવુ રહ્યુ છે, તેની પર એક નજર ફેરવીશું.

ટીમ ઈન્ડિયાનુ કેવુ રહ્યુ પ્રદર્શન? એક નજર

પ્રથમ ટી20 વિશ્વકપ 2009: ઈંગ્લેન્ડમાં રમાયેલ પ્રથમ ટી20 વિશ્વ કપમાં ભારતીય ટીમની સફર સેમિફાઈનલ સુધી રહી હતી. ટીમ ઈન્ડિયા નોકઆઉટ મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારીને ફાઈનલમાં પહોંચવાનુ સપનુ પુરુ કરી શકી નહોતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા 146 રનના લક્ષ્યના જવાબમાં 93 રન જ નોંધાવી શકી હતી. આમ 52 રનથી કિવી મહિલા ટીમ સામે ભારતે હાર મેળવી હતી.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

દ્વીતીય ટી20 વિશ્વકપ 2010: વેસ્ટ ઈન્ડિઝમાં આયોજીત ટી20 વિશ્વકપમાં ભારતની સફર સેમિફાઈનલ સુધી જ રહી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સેમિફાઈનલમાં ભારતીય ટીમની હાર થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટથી મેચ જીતી હતી.

તૃતીય ટી20 વિશ્વકપ 2012: આ વિશ્વકપનુ આયોજન શ્રીલંકામાં થયુ હતુ. શ્રીલંકામાં રમાયેલ ટી20 વિશ્વકપમાં ભારતનુ પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યુ હતુ. ભારતે ગ્રુપ મેચની જ તમામ ત્રણ મેચોમાં હાર મેળવી હતી.

ચતુર્થ ટી20 વિશ્વકપ 2014: બાંગ્લાદેશમાં રમાયેલ વિશ્વકપમાં ભારતે ગ્રુપ મેચોના તબક્કાથી જ બહાર થવુ પડ્યુ હતુ. ભારતીય ટીમ માટે અહીં પણ સેમિફાઈનલ ખૂબ દૂર રહી ગઈ હતી. ભારતે 4 માંથી 2 જીત અને 2 મેચમાં હાર મેળવી હતી.

પાંચમો ટી20 વિશ્વકપ 2016: આ વખતે પ્રથમ વાર મહિલા ટી20 વિશ્વકપ ભારતમાં આયોજીત કરાયો હતો. ફરી એકવાર ભારતીય ટીમ ગ્રુપ તબક્કામાંથી બહાર થઈ હતી. ઘર આંગણે રમાયેલા વિશ્વકપના ગ્રુપ તબક્કામાં 4 મેચમાંથી માત્ર 1 જ મેચમાં ભારતની જીત થઈ હતી, જ્યારે 3 મેચોમાં હાર થઈ હતી.

છઠ્ઠો ટી20 વિશ્વકપ 2018: ફરી એકવાર વેસ્ટ ઈન્ડિઝમાં ટી20 વિશ્વકપનુ આયોજન થયુ હતુ. જ્યાં ભારતીય ટીમની સફર 8 વર્ષ બાદ સેમિફાઈનલ સુધી પહોંચી હતી. જોકે સેમિફાઈલમાં ઈંગ્લેન્ડ સામે હાર થતા ફરી નિરાશ થવુ પડ્યુ હતુ. ઈંગ્લેન્ડે સેમિફાઈનલ મેચમાં 8 વિકેટથી જીત મેળવી હતી.

સાતમો ટી20 વિશ્વકપ 2020: ઓસ્ટ્રેલિયામાં આયોજીત ટી20 વિશ્વકપમાં ભારતે અત્યાર સુધીનુ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતુ. ભારતીય ટીમની સફર આ વખતે ફાઈનલ સુધી પહોંચવાની રહી હતી. જોકે ઘર આંગણે રમી રહેલ ઓસ્ટ્રેલિયન ટીમે ભારત સામે મેચ જીતીને વિશ્વચેમ્પિયન બની હતી. ભારતીય ટીમ રનર્સ અપ રહીને પરત ફરી હતી. ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 185 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ અને ફાઈનલ મેચમાં 99 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

 

 

Published On - 9:42 am, Fri, 3 February 23

Next Article