ભારત દક્ષિણ આફ્રિકાની કરશે યજમાની, ODI, T20 અને ટેસ્ટ મેચની શ્રેણી રમાશે

|

May 03, 2024 | 6:19 PM

હાલમાં, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ, જે બાંગ્લાદેશમાં 5 મેચની T20 શ્રેણી રમી રહી છે, તે આ વર્ષે જૂન-જુલાઈમાં દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે. ભારત અને દક્ષિણ આફ્રિકા ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમતા જોવા મળી શકે છે. બેંગ્લોર અને ચેન્નાઈમાં આ સિરીઝના તમામ મુકાબલાઓ યોજાશે.

ભારત દક્ષિણ આફ્રિકાની કરશે યજમાની, ODI, T20 અને ટેસ્ટ મેચની શ્રેણી રમાશે
Indian Womens Cricket Team

Follow us on

ભારતની મહિલા ક્રિકેટ ટીમ જૂન-જુલાઈમાં દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે. બંને દેશો વચ્ચે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મેચ રમાશે. બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ODI શ્રેણીની મેચો રમાશે. જ્યારે ચેન્નાઈનું ચેપોક સ્ટેડિયમ એક ટેસ્ટ મેચ સિવાય 3 T20 મેચની યજમાની કરશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ શ્રેણી શ્રીલંકામાં યોજાનારા એશિયા કપ અને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે મહત્વપૂર્ણ રહેશે.

ત્રણેય ફોર્મેટમાં સિરીઝ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 28 જૂનથી એકમાત્ર ટેસ્ટ મેચ રમાશે. 6 મહિનામાં ભારતની આ ત્રીજી ટેસ્ટ હશે. દક્ષિણ આફ્રિકાની આ એકંદરે ત્રીજી ટેસ્ટ હશે. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, T20 શ્રેણીની મેચો 5, 7 અને 9 જુલાઈએ રમાશે. જો કે, ભારત-દક્ષિણ આફ્રિકા મેચોના આ શેડ્યૂલ અંગે BCCI દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

1976 પછી ચેન્નાઈમાં ટેસ્ટ મેચ રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 28 જૂનથી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમાશે. આ મેદાન પર રમાનારી આ બીજી ટેસ્ટ હશે. આ પહેલા ચેન્નાઈમાં નવેમ્બર 1976માં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

દક્ષિણ આફ્રિકા સાથેની શ્રેણી બાદ ટીમ ઈન્ડિયાનો પ્લાન

દક્ષિણ આફ્રિકા સાથે ત્રણ ફોર્મેટની શ્રેણી રમ્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપ રમવા માટે શ્રીલંકા જવા રવાના થશે. એશિયા કપ પછી આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં T20 વર્લ્ડ કપ છે, જેનું આયોજન બાંગ્લાદેશમાં થવાનું છે.

બાંગ્લાદેશમાં 5 T20 મેચોની શ્રેણી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં બાંગ્લાદેશના પ્રવાસે છે, જ્યાં તે 5 T20 મેચોની શ્રેણી રમી રહી છે. ભારતે આ T20 શ્રેણીની પ્રથમ 3 મેચ જીતીને શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતે પ્રથમ T20 મેચ 44 રને જીતી લીધી હતી. બીજી T20માં બાંગ્લાદેશને ડકવર્થ લુઈસ દ્વારા 19 રને પરાજય આપ્યો હતો. ત્રીજી T20 9 બોલ બાકી રહેતા 7 વિકેટે જીતી હતી. શ્રેણીની બાકીની 2 મેચ 6 અને 9 મેના રોજ રમાશે.

આ પણ વાંચો : T20 World Cup 2024 : રોહિત શર્માએ કરી એવી માંગ, T20 WCમાં ફસાઈ જશે વિરાટ કોહલી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article