આફ્રિકા બાદ ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 3 નવા ચહેરાઓને મળી તક

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટીમની પસંદગીના 24 કલાકમાં ભારતીય પસંદગીકારોએ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથેની T20 ઈન્ટરનેશનલ અને ટેસ્ટ શ્રેણી માટે પણ ટીમની જાહેરાત કરી હતી. બંને શ્રેણી માટે પસંદ કરાયેલી 16 સભ્યોની ટીમની ખાસ વાત એ છે કે તેમાં 3 નવા ચહેરાઓને તક મળી છે.

આફ્રિકા બાદ ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 3 નવા ચહેરાઓને મળી તક
bcci
| Updated on: Dec 02, 2023 | 9:24 AM

10મી ડિસેમ્બરથી શરૂ થનારા ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા જ થઈ ગઈ હતી. હવે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટીમ પણ ફાઈનલ થઈ ગઈ છે. પસંદગીકારોએ માત્ર 24 કલાકના ગાળામાં 3 વિદેશી ટીમોનો સામનો કરવા માટે ભારતીય ટીમની પસંદગી કરી હતી. 30 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટીમની પસંદગી થયા બાદ, 1 ડિસેમ્બરે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથે રમાનારી T20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ શ્રેણી માટે પણ ભારતની 16 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી.

ત્રણ નવા ચેહરા ટીમમાં સામેલ

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથેની T20 અને ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં 3 સંપૂર્ણપણે નવા ચહેરા છે. આ એવી ખેલાડીઓ છે જેઓ સતત સારો દેખાવ કરી રહી હતી અને દેશ માટે રાહ જોઈ રહી હતી. આખરે તે ત્રણ ખેલાડીઓની રાહ પૂરી થઈ છે. તેમની મહેનત રંગ લાવી છે અને તેમને ટીમ ઈન્ડિયાની ટિકિટ મળી છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે

ભારતે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથે હોમ સિરીઝ રમવાની છે. પરંતુ, આ માટે ટીમ સિલેક્શન વિશે જણાવતા પહેલા અમે તમને જણાવી દઈએ કે અહીં અમે પુરુષોની ક્રિકેટની નહીં પરંતુ મહિલા ક્રિકેટ ટીમની વાત કરી રહ્યા છીએ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 6 થી 10 ડિસેમ્બર વચ્ચે ઈંગ્લેન્ડ સામે 3 T20 મેચ રમવાની છે જ્યારે 14મી ડિસેમ્બરથી એકમાત્ર ટેસ્ટ મેચ રમાશે. ઈંગ્લેન્ડ બાદ ભારતે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સાથે ટેસ્ટ રમવાની છે, જે 21મી ડિસેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે.

શ્રેયંકા-સાયકા-મન્નતની કિસ્મત ચમકી

3 ખેલાડીઓની ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પ્રથમ વખત પસંદગી થઈ છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે પસંદ કરાયેલા ત્રણ ખેલાડીઓ શ્રેયંકા પાટિલ, સાયકા ઈશાક અને મન્નત કશ્યપ છે. શ્રેયંકા પાટિલ અને સાયકા ઈશાક બંનેને WPLમાં તેમના સતત સારા પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. શ્રેયંકા અને મન્નતને ઈંગ્લેન્ડ સામેની T20 ટીમમાં જગ્યા મળી છે. જ્યારે લેફ્ટ આર્મ સ્પિનર ​​સાયકા ઈશાકને T20 અને ટેસ્ટ બંને ટીમમાં પસંદ કરવામાં આવી છે.

હરમનપ્રીત કૌર માટે ટેસ્ટ મેચ કેમ ખાસ હશે?

ઓસ્ટ્રેલિયા સામે એક ટેસ્ટ રમ્યા પછી, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 3 T20 અને 3 ODIની શ્રેણી રમવાની છે. જો કે આ માટે ભારતીય મહિલા ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર માટે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટેસ્ટ ખાસ બની રહશે, કારણ કે આના દ્વારા તે પ્રથમ વખત ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટની કેપ્ટનશીપ કરશે.

આ પણ વાંચો: જાડેજાને T20 ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવતા પસંદગીકારોની વિચારસરણી પર ઉઠયા સવાલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો