Women Asia Cup 2022: શનિવારે પ્રથમ દિવસે જ ભારત અને શ્રીલંકા વચ્ચે થશે ટક્કર, જાણો શેડ્યૂલ

|

Sep 30, 2022 | 10:17 PM

શનિવારથી મહિલા એશિયા કપ 2022 (Women Asia Cup 2022) ની શરુઆત થઈ રહી છે. ભારતીય ટીમ (Indian Women Cricket Team) પ્રથમ દિવસે જ શ્રીલંકા સામે મેદાને ઉતરી અભિયાનની શરુઆત કરશે. પાકિસ્તાન સામે ભારતીય ટીમ 7મી ઓક્ટોબરે થશે.

Women Asia Cup 2022: શનિવારે પ્રથમ દિવસે જ ભારત અને શ્રીલંકા વચ્ચે થશે ટક્કર, જાણો શેડ્યૂલ
Indian Women Cricket Team

Follow us on

મહિલા એશિયા કપ 2022 (Women Asia Cup 2022) ની શરુઆત શનિવારથી થઈ રહી છે. એશિયા કપમાં ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, થાઈલેન્ડ, શ્રીલંકા, મલેશિયા અને યુએઈની ટીમો હિસ્સો લઈ રહી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ યજમાન બાંગ્લાદેશ અને થાઈલેન્ડ વચ્ચે રમાનારી છે. જ્યારે ભારતીય ટીમ (Indian Women Cricket Team) પણ ટૂર્નામેન્ટની શરુઆતના પ્રથમ દિવસે જ પોતાનુ અભિયાન શરુ કરશે. ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) ની મહિલા ટીમો પ્રથમ દિવસે બપોરે એક બીજા સામે મેદાને ઉતરશે.

બાંગ્લાદેશમાં આયોજીત મહિલા વિશ્વકપ રાઉન્ડ રોબિન આધારિત રમાશે. એટલ કે ટૂર્નામેન્ટમાં હિસ્સો લેનારી તમામ ટીમો ઓછામાં ઓછુ એક વાર એકબીજા સામે ટકરાશે. જેમાં સૌથી વધુ પોઈન્ટ મેળવનારી ટોપ 4 ટીમોને સેમિફાઈનલ રમવાનો મોકો મળશે. જેમાં પ્રથમ સેમિફાઈનલ મેચ 13 ઓક્ટોબરે રમનાર છે. જ્યારે 15 ઓક્ટોબરે એશિયાકપ 2022ની ફાઈનલ મેચ રમાનારી છે.

ભારતીય ટીમનુ શેડ્યૂલ

હાલમાં જ ઈંગ્લેન્ડને ક્લીન સ્વીપ કરીને શ્રેણી વિજય મેળવનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જોશમાં છે. ભારતીય ટીમ એશિયા કપમાં પોતાના અભિયાનની શરુઆત શનિવારે કરશે. શ્રીલંકા સામે પ્રથમ મેચ રમીને ભારત વિજયી શરુઆત ઈચ્છશે. જોકે આ તબક્કામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈ ખૂબ રોમાંચ વર્તાઈ રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 7મી ઓક્ટોબરે મેચ રમાનારી છે. જે મેચને લઈ બંને દેશો સહિત વિશ્વના ક્રિકેટ ચાહકો પણ રાહ જોઈ રહ્યા છે. ભારતીય ટીમના શેડ્યૂલ પર કરો નજર

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

 

એશિયા કપ 2022 ટીમ ઈન્ડિયા શેડ્યૂલ
તારીખ મેચ સમય
1, ઓક્ટોબર ભારત v/s શ્રીલંકા બપોરે 1 કલાકે
3, ઓક્ટોબર ભારત v/s મલેશિયા બપોરે 1 કલાકે
4, ઓક્ટોબર ભારત v/s યુએઈ બપોરે 1 કલાકે
7, ઓક્ટોબર ભારત v/s પાકિસ્તાન બપોરે 1 કલાકે
8, ઓક્ટોબર ભારત v/s  બાંગ્લાદેશ બપોરે 1 કલાકે
10, ઓક્ટોબર ભારત v/s થાઈલેન્ડ બપોરે 1 કલાકે

 

ક્યાં જોઈ શકાશે એશિયા કપ 2022 લાઈવ

ભારતીય ચાહકો ભારતની મહિલા ટીમના જોશનો રોમાંચ લાઈવ નિહાળવા માટે ઉત્સુક છે. મહિલા એશિયા કપ 2022 ની મેચોનુ લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સના વિવિધ નેટવર્ક પર જોઈ શકાશે. આ ઉપરાંત લાઈવ સ્ટ્રિમીંગ મોબાઈલ, ટેબ્લેટ, કોમ્પ્યુટર અને લેપટોપ પર જોવા માટે ડિઝની પ્લસ હોટસ્ટાર પર મેચનુ પ્રસારણ ઉપલબ્ધ છે.

એશિયા કપમાં ભારતની સ્થિતી

ભારતીય ટીમે એશિયા કપની 6 સિઝન જીતવામાં સફળ રહી છે. અત્યાર સુધીમાં 7 સિઝન રમાઈ ચુકી છે. જેમાં માત્ર એક જ વાર ટીમ ઈન્ડિયાના હાથ ટ્રોફીથી દૂર રહ્યા હતા. બાંગ્લાદેશે અપસેટ સર્જીને ભારતને હાર આપી વર્ષ 2018ની ટ્રોફી જીતી લીધી હતી. 2004માં મહિલા એશિયા કપની શરુઆત કરવામાં આવી હતી. પ્રથમ સિઝનનુ આયોજન શ્રીલંકામાં કરવામાં આવ્યુ હતુ. જે સિઝન ભારતને નામે રહી હતી. વન ડે ફોર્મેટમાં શરુ થયેલી આ ટૂર્નામેન્ટ આગળના ત્રણ વર્ષ સુધી આ ફોર્મેટમાં આયોજીત કરાઈ હતી. વર્ષ 2012 માં એશિયા કપનુ આયોજન ટી20 ફોર્મેટમાં પ્રથમ વાર કરવામાં આવ્યુ હતુ.

 

Published On - 11:27 am, Fri, 30 September 22

Next Article