Indian Cricket Team : ભારતીય ટીમે રચ્યો ઇતિહાસ, મહિલા Asia Cupમાં થાઈલેન્ડને 9 વિકેટે હરાવ્યું

થાઈલેન્ડે મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી, પરંતુ ભારતની શાનદાર બોલિંગ સામે 20 ઓવર રમવી તેમના માટે મુશ્કેલ બની ગઈ હતી. થાઈલેન્ડની આખી ટીમ માત્ર 15.1 ઓવરમાં ડગઆઉટમાં પરત ફરી ગઈ હતી.

Indian Cricket Team : ભારતીય ટીમે રચ્યો ઇતિહાસ, મહિલા Asia Cupમાં થાઈલેન્ડને 9 વિકેટે હરાવ્યું
ભારતીય ટીમે ઇતિહાસ રચ્યો , 37 રનમાં ઓલઆઉટ થઈ ટીમ
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 10, 2022 | 3:45 PM

Asia Cup : મહિલા એશિયા કપ (Asia Cup)માં ભારતની રમત શાનદાર જોવા મળી રહી છે. ભારતે થાઈલેન્ડની ટીમને માત્ર 37 રન પર જ ઓલઆઉટ કરી હતી. આ તે ટીમ છે આ એ જ ટીમ છે જેણે થોડા દિવસ પહેલા પાકિસ્તાનને કચડી નાખ્યું હતું. તે રોમાંચક મુકાબલામાં પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ (Pakistan women’s cricket team) ને છેલ્લી ઓવર સુધી ફાઈટ કરી હાર આપી હતી પરંતુ હવે જ્યારે તેનો સામનો ભારતીય મહિલા ટીમ સામે થયો તો તેની રમત સારી ચાલી નહિ, અંતે પરિણામ એ આવ્યું કે, ટીમ માત્ર 37 રન બનાવીને જ પેવેલિયન પરત ફરી હતી. આ સ્કોર મહિલાઓના T20Iમાં બીજો સૌથી નબળો સ્કોર રહ્યો છે

આ ટક્કરમાં થાઈલેન્ડે

પ્રથમ બેટિંગ કરી હતી, પરંતુ ભારતની શાનદાર બોલિંગ સામે 20 ઓવર રમવી તેમના માટે મુશ્કેલ બની ગઈ હતી. થાઈલેન્ડની આખી ટીમ માત્ર 15.1 ઓવરમાં ડગઆઉટમાં પરત ફરી ગઈ હતી.

 

9 બેટ્સમેન ડબલ ડિજિટથી દૂર રહ્યા

ભારતની શાનદાર બોલિંગ સામે થાઈલેન્ડના 4 બેટસ્મેન તો ખોતું પણ ખોલાવી શક્યા નહિ. જ્યારે બેટિંગ લાઈન અપમાં માત્ર માત્ર એક જ ખેલાડીએ ડબલ ડિજિટનો સ્કોર કર્યો હતો. સૌથી વધુ રન બનાવનાર બેટ્સ્મેનનો સ્કોર 12 રન રહ્યો તો બીજા નંબર પર બેટ્સ્મેને 6 રનનો સ્કોર કર્યો હતો.

 

 

ભારત તરફથી સૌથી વધુ 3 વિકેટ સેન્હા રાણાએ લીધી છે આ સિવાય રાજેશ્વરી ગાયકવાડે 3 ઓવરમાં 8 રન આપી 2 વિકેટ લીધી હતી. દિપ્તી શર્માએ 4 ઓવરમાં 10 રન આપી 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ફાસ્ટ બોલરમાં માત્ર મેધના સિંહને 1 વિકેટ મળી હતી એટલે કે, જો થાઈલેન્ડને 37 રનમાં પેવેલિયન મોકલવાનું કામ ભારતીય ઝડપી બોલર કરતા સ્પિનરનો રોલ વધારે છે.લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 6 ઓવરમાં એક વિકેટના નુકસાને 40 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી શેફાલી વર્મા બેટ્સમેન આઉટ થઈ હતી.

ભારતની 6 મેચમાં આ 5મી જીત

મહિલા એશિયા કપ 2022માં ભારતની 6 મેચમાં આ 5મી જીત છે. તેને 10 પોઈન્ટ છે. તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. પાકિસ્તાન બીજા અને શ્રીલંકા ત્રીજા નંબરે છે. બંનેના 8-8 પોઈન્ટ છે, પરંતુ સારા નેટ રન રેટના કારણે બિસ્માહ મારૂફની ટીમ બીજા ક્રમે છે.

Follow Us