ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ (WIvENG) વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. મહત્વની વાત એ છે કે જેમ્સ એન્ડરસન (James Anderson) ને તક આપવામાં આવી નથી. આ ફાસ્ટ બોલરે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થવા પર નારાજગી વ્યક્ત કરી છે. જેમ્સ એન્ડરસન ટૂંક સમયમાં ટીમમાં પરત ફરવાની આશા રાખે છે. ઓસ્ટ્રેલિયામાં (Cricket Australia) એશિઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડની 4-0 થી હાર બાદ જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ (Stuart Broad) બંને આશ્ચર્યજનક રીતે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાંથી બહાર થઈ ગયા હતા.
જો કે બંને દિગ્ગજોએ સારી બોલિંગ કરી હતી. ત્યારબાદ તે પ્રવાસમાંથી બહાર થઈ ગયા હતા. 39 વર્ષના એન્ડરસન અને 35 વર્ષના બ્રોડના સ્થાને ક્રિસ વોક્સ અને ક્રેગ ઓવરટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કારણ કે વચગાળાના ઇંગ્લેન્ડ ક્રિકેટના વડા એન્ડ્રુ સ્ટ્રોસે કહ્યું હતું કે તે એક આકર્ષક નવી બોલિંગ સંભવિતતા જોવા માંગે છે.
જેમ્સ એન્ડરસને કહ્યું કે, “તે આ સમય દરમ્યાન કાઉન્ટી સાઇડ લેન્કેશાયર તરફથી રમશે. પરંતુ ઇંગ્લેન્ડ ટીમમાં પરત ફરવાનું લક્ષ્ય રહેશે. જ્યાં સુધી મને લાગે છે કે હું ટોચના સ્તર પર સ્પર્ધા કરી શકું છું, હું તે કરવા માંગુ છું. જ્યારે એવું ન લાગે ત્યારે મારે નક્કી કરવાનું છે કે હું શું કરી શકું. લેન્કેશાયર ટીમમાં રમવાની આ શ્રેષ્ઠ તક છે.”
જેમ્સ એન્ડરસન ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર અને એકંદરે ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. ડેઈલી મેઈલના કહેવા પ્રમાણે, “મારી પાસે 15 વર્ષથી વધુના સમય માટે કેન્દ્રીય કરાર છે, તેથી મેં તેમના માટે મોટી રકમ લીધી છે. તેથી, તેમને કંઈક પાછું આપવું અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટાઇટલ જીતવામાં મદદ કરવાનો પ્રયાસ કરવો ખરેખર સારું રહેશે.”
8-12 માર્ચઃ પહેલી ટેસ્ટ મેચ, એન્ટીગુઆ
16-20 માર્ચઃ બીજી ટેસ્ટ મેચ, બારબાડોસ
24-28 માર્ચઃ ત્રીજી ટેસ્ટ મેચ, ગ્રેનેડા
આ પણ વાંચો : Dhoni પ્રત્યેના અણગમાને લઇ ગૌતમ ગંભીરે કહ્યુ, હું હંમેશા ધોની સાથે છુ, અફવાભરી વાતો બકવાસ!
આ પણ વાંચો : એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં જય શાહનો કાર્યકાળ લંબાયો, 2024 સુધી પ્રમુખ તરીકે યથાવત રહેશે, એજીએમમાં લેવાયો નિર્ણય