WI vs AUS: વિરાટ કોહલીના રેકોર્ડને આરોન ફિંચે તોડ્યો, T20 ક્રિકેટમાં સૌથી વધુ રનમાં ફિંચ આગળ

|

Jul 16, 2021 | 9:36 AM

આરોન ફિંચ (Aaron Finch) ની કેપ્ટનશીપમાં વેસ્ટઇન્ડીઝ સામે ઓસ્ટ્રેલિયાના હાલત T20 શ્રેણીમાં અત્યંત ખરાબ રહી છે. ત્રણ સળંગ મેચ હાર્યા બાદ ચોથી મેચમાં માત્ર 4 રને માંડ માંડ જીત મેળવી.

WI vs AUS: વિરાટ કોહલીના રેકોર્ડને આરોન ફિંચે તોડ્યો, T20 ક્રિકેટમાં સૌથી વધુ રનમાં ફિંચ આગળ
Aaron Finch-Virat Kohli's

Follow us on

WI vs AUS: વેસ્ટઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા (West Indies vs Australia) વચ્ચે T20 શ્રેણી રમાઇ રહી છે. જે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની ટીમે શરુઆતની ત્રણેય મેચને ગુમાવી હતી. જોકે ચોથી T20 મેચને ઓસ્ટ્રેલિયા જીતવામાં સફળ રહ્યુ હતુ. કેપ્ટન આરોન ફિંચ (Aaron Finch) ને ઓસ્ટ્રેલિયાની ટીમ સળંગ ત્રણ મેચ હારવાની નિરાશા મળી હતી. આ દરમ્યાન હવે આરોન ફિંચે વિરાટ કોહલી (Virat Kohli) નો એક રેકોર્ડ પોતાને નામે કરી લીધો છે.

વેસ્ટઇન્ડીઝ સામે એકદમ નજીકથી જીત મેળવનાર ઓસ્ટ્રેલિયન કેપ્ટન આરોન ફિંચે અર્ધશતક લગાવ્યુ હતુ. પ્રથમ બેટીંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 189 રન સ્કોર ખડક્યો હતોય 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ઓસ્ટ્રેલિયાએ આ સ્કોર બનાવ્યો હતો. વળતા જવાબમાં વેસ્ટઇન્ડીઝની ટીમ 20 ઓવરના અંતે 185 રન બનાવી અટકી ગઇ હતી. કેરેબિયન ટીમના લેંડલ સિમંસે 72 રનની ઇનીંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા સ્કોરના બચાવમાં અંતે સફળ રહ્યુ હત અને શ્રેણીની પ્રથમ જીત મેળવી હતી.

પ્રથમ બેટીંગ કરતા ઓરોન ફિંચે ઝડપી અર્ધશતક લગાવ્યુ હતુ. 37 બોલમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી 53 રનની ઇનીંગ રમી હતી. આ સાથે જ વિરાટ કોહલીનો તેણે એક રેકોર્ડ તોડ્યો હતો. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં કેપ્ટનના સ્વરુપમં સૌથી વધુ રન ધરાવનારો કેપ્ટન બની ચુક્યો છે. વિરાટ કોહલી T20 ક્રિકેટમાં 1502 રન ધરાવે છે. જ્યારે આરોન ફિંચ 1555 રન ધરાવે છે. હજુ ફિંચને એક T20 મેચ શ્રેણીમાં રમવાની છે. આમ તે પોતાના સ્કોરમાં સુધાર કરી શકશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વિરાટ કોહલી હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસે છે. જ્યાં કોહલી પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી ઇંગ્લેન્ડ સામે રમનાર છે. જ્યારે શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં તે હિસ્સો લઇ શકે એમ નથી આવી સ્થિતીમાં વિરાટ કોહલીએ રેકોર્ડ પરત પોતાને નામે મેળવવા માટે T20 વિશ્વકપ સુધી રાહ જોવી પડી શકે છે. શ્રીલંકા પ્રવાસ દરમ્યાન ભારતીય ટીમ 3 T20 મેચ રમનાર છે. જેમાં શિખર ધવનને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે.

અર્ધશતક ના રેકોર્ડમાં વિરાટ કોહલી સૌથી આગળ

ટી ક્રિકેટમાં કેપ્ટનના તરીકે સૌથી વધુ રન આરોન ફિંચ બાદ વિરાટ કોહલી છે. જેના બાદ ત્રીજા ક્રમાંકે કેન વિલિયમસન 1383 રન ધરાવે છે. ઇંગ્લેંન્ડના કેપ્ટન ઇયોન મોર્ગન 1334 રન ધરાવે છે. જ્યારે ફાફ ડુ પ્લેસિસ 1273 રન ધરાવે છે. T20 ક્રિકેટમાં કેપ્ટનના સ્વરુપે અર્ધ શતક ના મામલે હવે આરોન ફિંચ વિલિમયમસની બરાબરી પર આવી ગયો છે. તેણે 11 માં અર્ધશતકને વેસ્ટઇન્ડીઝ સામે નોંધાવતા આ મુકામે પહોંચ્યો હતો. જોકે કોહલી આ મામલે 12 ફીફટી સાથે સૌથી ઉપર છે.

આ પણ વાંચોઃ BCCIએ ભીડથી દૂર રહેવા ક્રિકેટરોને Euro 2020 અને Wimbledonથી દૂર રહેવા પત્ર લખ્યો, છતાં મજા માણી

Next Article