અક્ષર પટેલને શરૂઆતમાં વર્લ્ડ કપ (World Cup 2023) ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ એશિયા કપ 2023 દરમિયાન તેને ઈજા થઈ હતી જેનાથી તે સાજો થઈ શક્યો નહોતો. આ કારણોસર, 28 સપ્ટેમ્બરે, અજીત અગરકર (Ajit Agarkar) ની આગેવાની હેઠળની વરિષ્ઠ પસંદગી સમિતિએ અક્ષરની જગ્યાએ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) ને તક આપી હતી.
BCCIની પસંદગી સમિતિએ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં છેલ્લી ઘડીએ ફેરફાર કર્યો હતો. જોકે, તેમને આ ફેરફાર કરવાની ફરજ પડી હતી. ટીમના ડાબા હાથના ઓલરાઉન્ડર અક્ષર પટેલને શરૂઆતમાં વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ એશિયા કપ 2023 દરમિયાન તેને ઈજા થઈ હતી જેનાથી તે સાજો થઈ શક્યો ન હતો. આ કારણોસર 28 સપ્ટેમ્બરે અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ અક્ષરની જગ્યાએ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને તિમંઅ તક આપી હતી. હવે સવાલ એ છે કે શું અશ્વિનના આવવાથી ટીમના પ્લેઇંગ 11 પર અસર પડશે?
જ્યારે વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે ટીમમાં કોઈ ઓફ સ્પિનર નહોતો અને તેના કારણે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. હવે ટીમ પાસે અશ્વિન જેવો સ્પિનર છે જેની પાસે શાનદાર ગેમની સાથે ઘણો અનુભવ પણ છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા માટે અશ્વિનને બહાર બેસાડવો આસાન નહીં હોય. અશ્વિન ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતો.
જો વર્લ્ડ કપમાં ભારતના પ્લેઈંગ 11ની વાત કરીએ તો અત્યાર સુધી એવું લાગતું હતું કે ટીમમાં બે સ્પિનરો રમશે. જેમાં એક નામ નિશ્ચિત હતું તે રવિન્દ્ર જાડેજાનું. તેના સિવાય ચાઈનામેન બોલર કુલદીપ યાદવ પણ આ સમયે શાનદાર ફોર્મમાં છે. અક્ષર હતો ત્યાં સુધી એવું માનવામાં આવતું હતું કે અક્ષર પહેલા આ બંનેને પ્રાથમિકતા મળશે, પરંતુ અશ્વિનના આગમનથી ટીમને બીજો વિકલ્પ મળી ગયો છે. હવે ટીમ પાસે ઓફ સ્પિનર છે. આવી સ્થિતિમાં, ટીમ અશ્વિનને તે ટીમો સામે રમાડી શકે છે જેમાં ડાબા હાથના બેટ્સમેન વધુ હોય. અગાઉ ટીમ પાસે આ વિકલ્પ નહોતો. પરંતુ આ માટે ટીમે કુલદીપ અથવા જાડેજામાંથી એકને પડતો મૂકવો પડશે. એવામાં કુલદીપને બહાર કરવાની શક્યતા વધુ છે.
આ પણ વાંચો : અશ્વિનના વર્લ્ડ કપ ટીમમાં સિલેક્શનને લઈ પૂર્વ ભારતીય સ્પિનરના નિવેદન બાદ હંગામો
ટીમ ઈન્ડિયા પાસે બીજો વિકલ્પ છે. રોહિત હવે જરૂર પડ્યે ત્રણેય સ્પિનરો સાથે રમી શકે છે. જાડેજા અને અક્ષર સમાન પ્રકારના બોલર છે પરંતુ અશ્વિનના આગમનથી ટીમ પાસે ત્રણ અલગ-અલગ પ્રકારના સ્પિનરો છે. પિચ વધુ સ્પિનની તરફેણ કરે તેવી સ્થિતિમાં ટીમ ત્રીજા ઝડપી બોલરને બહાર કરી ત્રણ સ્પિનરો સાથે રમી શકે છે. રોહિત આ કામ ચેન્નાઈમાં કરી શકે છે જ્યાં પિચ સ્પિનરો માટે મદદરૂપ છે અને અશ્વિન પણ ત્યાંથી જ આવે છે, તેથી તેને ત્યાંની પિચનો અનુભવ છે.
અશ્વિનના આગમનથી એક વાત નિશ્ચિત છે કે ટીમ પાસે એક વિકલ્પ છે જેનો તે પોતાની રીતે ઉપયોગ કરી શકે છે. આવી સ્થિતિમાં ટીમની વિચારસરણીમાં પણ બદલાવ આવશે તે નિશ્ચિત છે, જેની અસર પ્લેઈંગ-11માં જોવા મળશે. અગાઉ ટીમ પાસે બોલિંગને લઈને મર્યાદિત વિકલ્પો હતા પરંતુ અશ્વિને આ સમસ્યાને દૂર કરી દીધી છે, જોકે એવું નથી કે અશ્વિન દરેક મેચમાં પ્લેઈંગ-11નો ભાગ હોય છે.