Rishabh Pant-Isha Negi: કોણ છે ઋષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી?

ઋષભ પંત (Rishabh Pant) ભારતીય ક્રિકેટ ટીમનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. ઋષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી છે. ઈશા નેગી તેની ગર્લફ્રેન્ડ છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઈશા નેગી મેચ દરમિયાન ઋષભ પંતને ચીયર કરતી જોવા મળે છે.

Rishabh Pant-Isha Negi: કોણ છે ઋષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી?
Rishabh Pant-Isha Negi
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Dec 31, 2022 | 5:25 PM

ભારતીય ક્રિકેટ ટીમનો બેસ્ટ બેટ્સમેન ઋષભ પંત હાલમાં સતત ચર્ચામાં છે. ઋષભ પંત દિલ્હીથી રુડકી પોતાના ઘરે જવા માટે જઈ રહ્યો હતો, ત્યારે તેને અકસ્માત નડ્યો છે. તેની કાર હાઈવેના ડિવાઈડર પર ટકરાઈ જવાને લઈ તેને ગંભીર ઈજા પહોંચી છે. ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર પંતને ઘટના બાદ તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કાર પરથી નિયંત્રણ ખોઈ બેસવાને કારણેે ડિવાઈડર સાથે ટકરાઈ ગઈ હતી. જેને લઈ કાર પણ સળગી ગઈ હતી. ઘટના નેશનલ હાઈવે 58 પર સર્જાઈ હતી. જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી, પરંતુ તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ દરમિયાન ઘણાં લોકો તેના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી રહ્યા છે. તેની કથિત ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ પણ ટ્વિટ કરીને તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. ટ્વિટ પછી તે પણ સતત ચર્ચામાં છે. ઋષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી કોણ છે?

કોણ છે ઈશા નેગી?

IPL 2022માં જ્યારે દિલ્હી કેપિટલ્સ અને કેકેઆર વચ્ચે મેચ હતી, ત્યારે ઈશા નેગી પહેલીવાર મેચ દરમિયાન જોવા મળી હતી. જ્યારે દિલ્હીએ કોલકાતા સામે 4 વિકેટથી મેચ જીતી લીધી હતી ત્યારે તે ઋષભ પંતના શાનદાર પ્રદર્શનને ચીયર કરતી જોવા મળી હતી. ઈશા નેગી ઘણી મોડલ અને એક્ટ્રેસને માત આપે છે અને સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. રિપોર્ટ્સ મુજબ ઈશા નેગીનો જન્મ 20 ફેબ્રુઆરી, 1997ના રોજ થયો હતો. ઈશા નેગી ઉત્તરાખંડની રહેવાસી છે. તે એક બિઝનેસવુમન છે.

ઈશા વ્યવસાયે ઈન્ટીરીયર ડેકોર ડીઝાઈનર છે. તે નોઈડા સ્થિત એમિટી યુનિવર્સિટીની વિદ્યાર્થી રહી છે અને તેણે જીસસ એન્ડ મેરી કોલેજ, દિલ્હીમાં અભ્યાસ કર્યો છે. નાની ઉંમરે જ તેણે બિઝનેસની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ઈશા નેગીએ તેનું શિક્ષણ દેહરાદૂનની કોન્વેન્ટ સ્કૂલમાંથી પૂરું કર્યું છે અને હાલમાં તે મુંબઈમાં રહે છે.

ઈશા નેગી લાઈમલાઈટથી દૂર રહે છે, પરંતુ જ્યારે ઋષભ પંતની મેચ હોય છે અને  જ્યારે તે મેચ જોવા આવે ત્યારે તે સતત ચર્ચામાં રહે છે. વર્ષ 2022માં જ્યારે ઈશાનો જન્મદિવસ હતો ત્યારે ઋષભ પંતે તેના માટે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી, જેના જવાબમાં ઈશાએ આઈ લવ યુ લખ્યું હતું. ઈશા નેગી સાથે ઋષભ પંતની ઘણી તસવીરો સોશિયલ મીડિયા વાયરલ થતી રહે છે.

Published On - 5:09 pm, Sat, 31 December 22