રવિન્દ્ર જાડેજાને કોને આપ્યું ‘સર’ નામ? પણ આ નામે કોઈ બોલાવે તો જાડેજા થાય છે ગુસ્સે

|

Dec 06, 2023 | 3:30 PM

ઈન્ડિયન ક્રિકેટના ઈતિહાસમાં કોઈ પણ પ્લેયર્સને સરનું બિરુદ મળ્યું નથી, પરંતુ માત્ર મજાકની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા ટીમ ઈન્ડિયાનો પહેલો ક્રિકેટર બન્યો છે જેને 'સર'નું બિરુદ મળ્યું છે. જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર 1988ના રોજ સૌરાષ્ટ્રમાં થયો હતો. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને 'સર' કહેતા ગુસ્સો આવી જાય છે. તેણે પોતે આ વાતનો ખુલાસો પણ કર્યો છે.

રવિન્દ્ર જાડેજાને કોને આપ્યું સર નામ? પણ આ નામે કોઈ બોલાવે તો જાડેજા થાય છે ગુસ્સે
Who did Ravindra Jadeja call Sir

Follow us on

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં કોઈ ખેલાડીને ‘સર’નું બિરુદ મળ્યું નથી, પરંતુ મજાકમાં રવિન્દ્ર જાડેજા ‘સર’નું બિરુદ મેળવનાર ટીમ ઈન્ડિયાના પહેલા ક્રિકેટર બન્યા. જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર 1988ના રોજ સૌરાષ્ટ્રમાં થયો હતો. જાડેજા ટીમ ઈન્ડિયામાં ઓલરાઉન્ડર તરીકે રમે છે. 2012માં જાડેજાએ કંઈક એવું કર્યું છે. જેના કારણે તેને ‘સર’નો ખિતાબ મળ્યો.

જાડેજા ‘સર રવિન્દ્ર જાડેજા’ કેવી રીતે બન્યા

જાડેજા સોશિયલ મીડિયા પર બધા લોકોનો લોકપ્રિય બન્યો છે અને ‘સર રવિન્દ્ર જાડેજા’ વિશે ટ્વિટર પર કેટલાક જોક્સ બનાવવામાં આવ્યા હતા. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કેટલાક જોક્સ શેર કર્યા હતા. રવિન્દ્ર જાડેજાના જન્મદિવસના અવસર પર અમે તમને તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીશું, પરંતુ સૌથી પહેલા અમે તમને જણાવીએ કે જાડેજા ‘સર રવિન્દ્ર જાડેજા’ કેવી રીતે બન્યા.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

વર્ષ 2012માં જાડેજા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ સદી ફટકારનારા, વિશ્વનો આઠમો અને પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા છે. સર ડોન બ્રેડમેન, બ્રાયન લારા, બિલ પોન્સફોર્ડ, વોલ્ટર હેમન્ડ, ડબલ્યુજી ગ્રેસ, ગ્રીમ હિક અને માઈક હસીએ આ કર્યું છે. તે સમયે જાડેજાની ઉંમર માત્ર 23 વર્ષની હતી. આ પછી જ તેમને ‘સર રવિન્દ્ર જાડેજા’ કહેવા લાગ્યા. જો કે આ ટાઇટલ તેને મજાકમાં આપવામાં આવ્યું હતું.

‘સર’ કહેવાથી આવે છે ગુસ્સો

થોડાં વર્ષો પહેલા રવિન્દ્ર જાડેજાએ એક મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, લોકો મને મારા નામથી બોલાવે તે મારા માટે પૂરતું છે. મને ‘સર’ કહે છે તો ગુસ્સો આવે છે. તમે ઈચ્છો તો મને ગમતું નામ ‘બાપુ’ કહી શકો છો. મને સર-વર કહેવાયમાં આવે તો જરાય ગમતું નથી. જ્યારે લોકો મને ‘સર’ કહે છે ત્યારે મને સારૂ નથી લાગતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 1:46 pm, Wed, 6 December 23

Next Article