IPL 2023 ની સિઝન હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. સિઝનમાં બેટર્સ અને બોલર્સ ધૂમ મચાવી રહ્યા છે. ગત સપ્તાહે જ મુંબઈ ઈન્ડિયન્સ સામે પંજાબ કિંગ્સના બોલર અર્શદીપ સિંહે બે બોલમાં બે વાર સ્ટંપ તોડી દીધા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ 35 થી 40 લાખ રુપિયાની સ્ટંપ સેટની કિંમત હોય છે. આમ અર્શદીપ સિંહે લાખ્ખો રુપિયાના નુક્શાન સાથે ક્લીન બોલ્ડ વિકેટ મેળવી હતી. જોકે વિકેટના દાંડિયા તોડ બોલ્ડનો રોમાંચ હતો. સવાલ એ થાય કે લાખ્ખોના આ સ્ટંપને કેટલા રુપિયાની કિંમતના બોલે તોડી દીધા હશે? વિકેટના દાંડિયા તોડનાર આ બોલનુ વજન કેટલુ હશે?
આઈપીએલની મેચમાં બોલને લઈ તમને એ સવાલ થતો હશે કે, આઈપીએલમાં કયો બોલ ઉપયોગમાં લેવામાં આવે છે. આ બોલની કિંમત કેટલી હશે? આ બધાજ પ્રશ્નોના સવાલ અહીં મોજૂદ છે. કોઈએ શરુઆતમાં બેલ્સ પણ તોડી નાંખી હતી. તો વળી કોઈ એટલા ઉંચા છગ્ગા જમાવે છે કે, જાણે બોલ ખોવાઈ જશે. આ ખોવાઈ જવાની વાત પરથી પણ ક્યારેક આવો જ સવાલ થાય છે, ભાઈ આ બોલ ખોવાઈ જાય તો એ છગ્ગો આયોજકોને કેટલા રુપિયામાં પડતો હશે.
આઈપીએલની સિઝનમાં જે બોલ રમત માટે ઉપયોગમાં લેવામાં આવે છે, એ કૂકાબૂરા બોલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ખાસ બોલને ટૂર્નામેન્ટમાં ઉપયોગમાં લેવાના ખાસ કારણ છે અને જેને લઈ તેનો ઉપયોગ કરવામાં આવે છે. કૂકાબૂરા બોલ નિર્માણ ભારતમાં જ મેરઠમાં થાય છે. કૂકાબૂરા બોલ માટે ભારતીય ટેન ચામડાનો ઉપયોગ થાય છે અને બોલમાં 5 લેયર ક્વિલ્ટેડ સેન્ટ છે અને બોલનુ વજન જોવામાં આવે તો, 142 ગ્રામ જેટલુ હોય છે. બોલમાં ઉચ્ચગુણવત્તાનુ કોર્ક રબર ન્યુક્લિયસ પર ઉપયોગ કરીને નિર્માણ કરવામાં આવે છે.
આ બોલની કિંમતની વાત કરવામાં આવે તો ભારતમાં આ બોલની કિંમત 12, 399 રુપિયા જેટલી છે. આ બોલનો ઉપયોગ કરવાનુ કારણ એ છે કે, વ્હાઈટ કૂકાબૂરા બોલ ખૂબ જ હાર્ડનેસ ધરાવે છે. જેને લઈ શોટ લગાવેલો બોલ ફિલ્ડમાં દોડતો સરળતા થી બાઉન્ડરી તરફ પહોંચે છે અને તેની ગતિને પ્રભાવિત થતુ નથી.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…